સ્પોર્ટ્સ

વિરાટ કોહલી-રોહિત શર્મા ૨૦૨૭ વર્લ્ડ કપમાં રમશે : ગિલ

વિરાટ કોહલી-રોહિત શર્મા ૨૦૨૭ વર્લ્ડ કપમાં રમશે : ગિલ
વિરાટ કોહલી અને રોહિત શર્મા ૨૦૨૭ વર્લ્ડ કપમાં રમશે કે નહીં તે અંગે ભારતના નવાડ્ઢૈં કેપ્ટન શુભમન ગિલે પોતાનું નિવેદન આપ્યું છે. શુભમન ગિલે સ્પષ્ટ કર્યું છે કે વિરાટ કોહલી અને રોહિત શર્મા ૨૦૨૭ વર્લ્ડ કપમાં રમશે. શુભમન ગિલનું નિવેદન સાંભળીને લાખો ભારતીય ક્રિકેટ ચાહકોમાં ખુશીની લહેર ફેલાઈ જશે.
વેસ્ટ ઇન્ડીઝ સામેની બીજી ટેસ્ટ પહેલા શુભમન ગિલે ૨૦૨૭ વર્લ્ડ કપ માટે ટીમ ઇÂન્ડયાની યોજનાઓની ચર્ચા કરી. શુભમન ગિલે રોહિત શર્મા અને વિરાટ કોહલી ૨૦૨૭ના વર્લ્ડ કપમાં રમશે કે કેમ તે પ્રશ્નનો પણ જવાબ આપ્યો. ટીમ ઇન્ડિયાના વન-ડે અને ટેસ્ટ કેપ્ટન શુભમન ગિલે ક્રિકેટ ચાહકોને ખાતરી આપી છે કે રોહિત શર્મા અને વિરાટ કોહલી ૨૦૨૭ના વર્લ્ડ કપની રેસમાં છે.
શુભમન ગિલે ક્રિકેટ સ્પષ્ટ કર્યું કે રોહિત શર્મા અને વિરાટ કોહલીડ્ઢૈં ક્રિકેટમાં ભારતની યોજનાઓનો ભાગ રહેશે. વધુમાં આ બંને દિગ્ગજ ૨૦૨૭ૅડ્ઢૈં વર્લ્ડ કપની રેસમાં છે.
શુભમન ગિલે એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું, “ખૂબ ઓછા ખેલાડીઓ પાસે રોહિત અને વિરાટ જેવો અનુભવ અને પ્રતિભા છે. ખૂબ ઓછા ખેલાડીઓએ ભારત માટે આટલી બધી મેચ જીતી છે. મને લાગે છે કે દુનિયામાં ખૂબ ઓછા ખેલાડીઓ પાસે આ પ્રકારની પ્રતિભા, ગુણવત્તા અને અનુભવ છે. તેઓ ૨૦૨૭ૅડ્ઢૈં વર્લ્ડ કપની રેસમાં છે.”
શુભમન ગિલ ઓસ્ટ્રેલિયા સામેનીડ્ઢૈં શ્રેણીમાં ટીમ ઈન્ડિયાનું નેતૃત્વ કરશે. દરમિયાન રોહિત શર્મા અને વિરાટ કોહલી જેવા અનુભવી ભારતીય બેટ્‌સમેન હવે શુભમન ગિલની કેપ્ટનશીપ હેઠળ રમશે. શુભમન ગિલે જણાવ્યું કે તે રોહિત શર્માની જેમ ડ્રેસિંગ રૂમમાં શાંત માહોલ જાળવવાનો પ્રયાસ કરશે.
વિરાટ કોહલી અને રોહિત શર્માએ ટેસ્ટ અને ટી૨૦ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ લીધી છે અને હવે તેઓ ફક્ત વન-ડે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં જ રમે છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button