ઓસ્ટ્રેલિયાએ પ્રથમ વન-ડેમાં ભારતને સાત વિકેટે હરાવ્યું

ઓસ્ટ્રેલિયાએ પ્રથમ વન-ડેમાં ભારતને સાત વિકેટે હરાવ્યું
યુવા કપ્તાન શુભમન ગિલ નહીં કરી શક્યો વિજયી શરૂઆત
ઓસ્ટ્રેલિયાએ પ્રથમ વનડેમાં ભારતને સાત વિકેટે હરાવીને ત્રણ મેચની શ્રેણીમાં 1-0ની લીડ મેળવી લીધી છે.
ભારતની ODI ટીમનો નવો કેપ્ટન જીત સાથે શરૂઆત કરી શક્યો નહોતો. રવિવારે પર્થ સ્ટેડિયમમાં વરસાદ વિક્ષેપિત મેચમાં ઓસ્ટ્રેલિયાએ ભારતને સાત વિકેટે હરાવ્યું હતું. ભારતે 26 ઓવરની મેચમાં પ્રથમ ઈનિંગ 136 રન બનાવ્યા હતા, પરંતુ ડકવર્થ લુઈસ નિયમ હેઠળ યજમાન ટીમને 131 રનનો ટાર્ગેટ મળ્યો હતો, જે તેણે ત્રણ વિકેટ ગુમાવી 21.1 ઓવરમાં જ હાંસલ કર્યો હતો.
ઓસ્ટ્રેલિયા તરફથી કેપ્ટન મિચેલ માર્શે શાનદાર ઇનિંગ રમી અને સૌથી વધુ અણનમ 46 રન બનાવ્યા. ભારતીય બોલરે ભરપૂર પ્રયાસ કર્યો હતો, પરંતુ ટીમને જીત સુધી લઈ જઈ શક્યા નહોતા. આ ઓપ્ટસ ગ્રાઉન્ડ પર ઓસ્ટ્રેલિયાની આ પ્રથમ વનડે જીત છે. આ સાથે તેણે ત્રણ મેચની શ્રેણીમાં 1-0ની સરસાઈ મેળવી લીધી છે.



