સરેરા ગામ આંબલીયા પરિવાર દ્વારા કતારગામ ખાતે માતા પિતાનું વંદન કાર્યક્રમ યોજાયો

સરેરા ગામ આંબલીયા પરિવાર દ્વારા કતારગામ ખાતે માતા પિતાનું વંદન કાર્યક્રમ યોજાયો
આ કાર્યક્રમમાં ૧૦૦ જેટલા માતા પિતાના ચરણોની પૂજા કરી વડીલોને સન્માનિત કરવામાં આવ્યા
સુરત. તારીખ 30 મે 2025 : “ધરતી પરના ઈશ્વર માતાપિતાને વંદન, મારા માતા પિતા ચાર ધામ” આ સુત્રને સાર્થક કરવા માટે સૌરાષ્ટ્રમાંથી આવીને સુરત શહેરમાં સ્થાયી થયેલ સરેરા ગામ આંબલીયા પરિવાર દ્વારા ૩૦ મે ૨૦૨૫ શુક્રવારના રોજ પટેલ સમાજની વાડી, અંકુર વિદ્યાલયની સામે, આંબાતલાવડી, કતારગામ, સુરત ખાતે માતા પિતાનું વંદન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમગ્ર કાર્યક્રમનું આયોજન મંત્રા ઈલેક્ટ્રીક પ્રાઇવેટ લિમિટેડના ડાયરેક્ટર વિકુંજભાઈ તથા જયેન્દ્રભાઈ નાઓએ કર્યું હતું તેમજ સંચાલન ઇન્સ્પિરેશનલ સ્પીકર મનીષ વઘાસીયા દ્વારા કરવામાં આવ્યું હતું. જેમાં સરેરા ગામ આંબલીયા પરિવારના યુવાન દીકરા દીકરીઓએ આખો દિવસ પોતાના માતા પિતા સાથે પસાર કર્યો હતો અને ૧૦૦ જેટલા પરિવારના માતા-પિતાનું સન્માન કરી વડીલ માતા પિતાના ચરણોની પૂજા કરીને બાળપણનું ઋણ અદા કરવાની ખુશી વ્યક્ત કરી હતી. અંતે બધાએ સાથે સમૂહ ભોજન પણ લીધું હતું. આ વંદન કાર્યક્રમમાં સામાજિક અગ્રણીઓ તેમજ સરેરા ગામ આંબલીયા પરિવારના ૫૦૦ થી પણ વધુ લોકો ઉપસ્થિત રહ્યા હતા. સરેરા ગામ આંબલીયા પરિવાર દ્વારા અગાઉ પણ ૧૦૦ થી વધારે વડીલોને દક્ષિણ ભારત, હરિદ્વાર, ઋષિકેશ જેવા ધાર્મિક સ્થળોની યાત્રા કરાવેલ છે. બીએપીએસ સંસ્થાના વરિષ્ઠ સંત પૂજ્ય કોઠારી સ્વામી દ્વારા આવો કાર્યક્રમ કરવા બદલ સરેરા ગામ આંબલીયા પરિવારના યુવાન દીકરા દીકરીઓને શુભેચ્છા પણ પાઠવવામાં આવી હતી.