વનવાસીઓ અને ગ્રામજનો માટે જુઓ કઇ લીગ શરુ કરાઈ

વનવાસીઓ અને ગ્રામજનો માટે જુઓ કઇ લીગ શરુ કરાઈ
સુરતઃ વનવાસીઓ અને ગ્રામીણ લોકોની રમત પ્રતિભાને આગળ લાવવા માટે બુધવારે સુરતમાં ભારત કબડ્ડી લીગ (BKL)ની શરૂઆત કરવામાં આવી હતી. ડુમસના અવધ યુટોપિયા ખાતે આયોજિત કાર્યક્રમ સાંજે 7 કલાકે કૃષ્ણ વંદના સાથે શરૂ થયો હતો. આ પછી વિનોદ અગ્રવાલે સ્વાગત પ્રવચન કરીને સૌને આવકાર્યા હતા. આ પછી ભારતીય કબડ્ડી ખેલાડીઓ દીપક નિવાસ હુડ્ડા, કેપ્ટન ધરમવીર સિંહ અને માધવેન્દ્ર સિંહ દ્વારા દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમમાં, દીપક નિવાસ હુડ્ડાએ ગ્રામીણ ભારતની છુપાયેલી પ્રતિભાની પ્રશંસા કરી અને ભારત કબડ્ડી લીગ જેવી પહેલના મહત્વ પર ભાર મૂક્યો. કેપ્ટન ધરમવીર સિંહે કહ્યું કે આ લીગ યુવા ખેલાડીઓમાં જરૂરી કૌશલ્યો અને શિસ્તનો વિકાસ કરશે એટલું જ નહીં પરંતુ તે રાષ્ટ્રવાદ પણ કેળવશે જે કેટલાકને ભારતીય સેનામાં જોડાવા માટે પ્રેરિત કરી શકે છે.
કાર્યક્રમમાં લીગનો સત્તાવાર લોગો અને વેબસાઇટ લોન્ચ કરવામાં આવી હતી. લીગની ટીમો અને ટી-શર્ટનું અનાવરણ મુંબઈમાં કરવામાં આવશે. ઈન્ડિયા કબડ્ડી લીગની મુખ્ય ઈવેન્ટ ફેબ્રુઆરી 2025માં લખનૌમાં યોજાશે.