વ્યાપાર
રોટરી ક્લબ ઓફ અંકલેશ્વરને 28 એવોર્ડ એનાયત થયા

Bharuch Ankleshwar News: રોટરી ડિસ્ટ્રિક્ટ 3060 દ્વારા આયોજિત વાર્ષિક એવોર્ડ સમારંભ ‘આનંદ અર્પણ’માં રોટરી ક્લબ ઓફ અંકલેશ્વરને 28 એવોર્ડ મળેલ છે. જેમાં પ્રેસિડેન્ટ ઘનશ્યામભાઈને સર્વોચ્ય ડાયમંડ પ્રેસિડેન્ટ એવોર્ડ, સર્વોચ્ય પ્રેસિડેન્ટ સેક્રેટરી જોડીનો એવોર્ડ, ક્લબ ફર્સ્ટ લેડી કૈલાશબેન ગજેરાને બેસ્ટ સપોર્ટિંગ સ્પાઉસ એવોર્ડ, રોટરી ડિસ્ટ્રિક્ટ 3060 નાં 106 કલબમાંથી સર્વોચ્ય ડાયમંડ ક્લબ એવોર્ડ તથા 5000 રોટરિયનમાંથી બેસ્ટ 15 રોટરિયનમાં 2 એવોર્ડ અંકલેશ્વરન્ ડિસ્ટ્રિક્ટ સેક્રેટરી ઈશ્વર સજ્જન અને ક્લસ્ટર સેક્રેટરી રાજેશ નહાતા સહિત આ વર્ષ દરમિયાન અંકલેશ્વરમાં કરેલ બેસ્ટ કામગીરી બદલ અંક્લેશ્વર ક્લબને 28 એવોર્ડ પ્રાપ્ત થયેલ છે. સદર ઉપલબ્ધિને અંક્લેશ્વર નગરજનોએ વધાવી હતી.