સેમસંગ ઈન્ડિયાએ ગેલેક્સી Z ફોલ્ડ 7, ગેલેક્સી Z ફ્લિપ 7 માટે પ્રી-ઓર્ડર શરૂ કર્યાઃ આજ સુધીની સૌથી આધુનિક ગેલેક્સી Z સિરીઝ

સેમસંગ ઈન્ડિયાએ ગેલેક્સી Z ફોલ્ડ 7, ગેલેક્સી Z ફ્લિપ 7 માટે પ્રી-ઓર્ડર શરૂ કર્યાઃ આજ સુધીની સૌથી આધુનિક ગેલેક્સી Z સિરીઝ
અચૂક એન્જિનિયરિંગ અને શક્તિશાળી ઈન્ટેલિજન્સને સહજ રીતે સંમિશ્રિત કરીને રોજબરોજના ઈન્ટરએકશનને નવી ઊંચાઈએ લઈ જતાં ગેલેક્સી Z ફોલ્ડ 7 આજ સુધીનો સૌથી પાતળો અને હલકો અવતાર છે.
ગેલેક્સી Z ફ્લિપ 7 સંપૂર્ણ સ્લિમ અને રિફાઈન કરાયા છે અને હવે તેમાં વધુ મોટી બેટરી અને વધુ મોટું ડિસ્પ્લે છે, જે સર્વ વધુ કોમ્પેક્ટ સ્વરૂપમાં છે.
ગેલેક્સી Z ફોલ્ડ 7 અને Z ફ્લિપ7 પ્રી-ઓર્ડર કરતા ગ્રાહકોને 24 મહિનાના નો કોસ્ટ ઈએમઆઈ ઉપરાંત રૂ. 12,000 મૂલ્યના પ્રી-ઓર્ડર લાભો મળશે.
નવી દિલ્હી, 10 જુલાઈ, 2025 – ભારતની સૌથી વિશાળ કન્ઝ્યુમર ઈલેક્ટ્રોનિક્સ બ્રાન્ડ સેમસંગે આજે ઘોષણા કરી હતી કે તેણે આજ સુધીની સૌથી આધુનિક ગેલેક્સી Z સિરીઝ- ગેલેક્સી Z ફોલ્ડ 7 અને ગેલેક્સી Z ફ્લિપ 7 માટે પ્રી-ઓર્ડરો લેવાનું શરૂ કરી દીધું છે.
ગેલેક્સી Z ફોલ્ડ 7 ગેલેક્સી આજ સુધીની સૌથી પાતળી અને હલકી ગેલેક્સી Z ફોલ્ડ સિરીઝમાં શ્રેષ્ઠતમ ડિઝાઈન, કેમેરા ફંકશનાલિટી અને એઆઈ ઈનોવેશનને એકત્ર લાવે છે. તે અનફોલ્ડ કરાય ત્યારે વધુ વિશાળ, વધુ આકર્ષક ડિસ્પ્લે સાથે કાર્યક્ષમતા અને પ્રોડક્ટિવિટીની નવી સપાટીઓ ઉજાગર કરવા સાથે અલ્ટ્રા- સ્માર્ટફોનનો પ્રીમિયમ પરફોર્મન્સ અને એક્સપીરિયન્સ પ્રદાન કરે છે.
આજ સુધીના સૌથી પાતળા, હલકા ગેલેક્સી Z ફોલ્ડ
ગેલેક્સી Z ફોલ્ડ 7 બહેતર પાવર અને વિશાળ, અનફોલ્ડેડ ડિસ્પ્લેની ફ્લેક્સિબિલિટી સાથે એકત્રિત- બધું જ એક ડિવાઈસમાં પારંપરિક સ્માર્ટફોનની પોર્ટેબિલિટી અને જ્ઞાનાકાર અહેસાસ ચાહનારા માટે ઘડવામાં આવ્યા છે. અત્યંત પાતળી અને હલકી ડિઝાઈન અને પહોળા કવર ડિસ્પ્લે સાથે ગેલેક્સી Z ફોલ્ડ 7 આસાન ઓન-ધ-ગો એક્સપીરિયન્સ પ્રદાન કરે છે, જે તે ફોલ્ડ કરાય ત્યારે ટાઈપિંગ અને બ્રાઉઝિંગ આસાન બનાવે છે.
ફક્ત 215 ગ્રામ સાથે ગેલેક્સી Z ફોલ્ડ 7 ગેલેક્સી S25 અલ્ટ્રા કરતાં પણ હલકા છે.
તે ફોલ્ડ કરાય ત્યારે ફક્ત 8.0 મીમી જાડા અને અનફોલ્ડ કરાય ત્યારે 4.2 મીમી જાડા છે.
ડિવાઈસ 6.5 ઈંચ ડાયનેમિક AMOLED 2x કવર ડિસ્પ્લે, નવા 21:9 આસ્પેક્ટ રેશિયો સાથે પહોળું સ્ક્રીન આપે છે.
ગેલેક્સી સ્માર્ટફોન પર સૌથી વિસ્તારિત સ્ક્રીન
અનફોલ્ડ કરાય ત્યારે ગેલેક્સી Z ફોલ્ડ 7 વિસ્તારિત સ્ક્રીન ઉજાગર કરે છે, જે એડિટિંગ, મલ્ટીટાસ્કિંગ અને રોમાંચક વ્યુઈંગ માટે વર્કસ્પેસ વિસ્તારે છે, જેથી ગેલેક્સી એઆઈમાંથી વધુ મળે છે. ગેલેક્સી Z ફોલ્ડ 7 પર મેઈન ડિસ્પ્લે ગત જનરેશન કરતાં 11 ટકા વિશાળ છે, જે ઘણા બધા એપ્સમાં કન્ટેન્ટ એડિટિંગ અને મલ્ટીટાસ્કિંગ માટે વધુ સ્ક્રીન રિયલ એસ્ટેટ પૂરું પાડે છે.
8 ઈંચ ડાયનેમિક AMOLED 2x મેઈન ડિસ્પ્લે અત્યંત સમૃદ્ધ કોન્ટ્રાસ્ટ, ટ્રુ બ્લેક્સ અને વાઈબ્રન્ટ ડિટેઈલ પ્રદાન કરે છે, જે મલ્ટીટાસ્કિંગ સમયે મુવીઝથી ટેબ્સસુધી ખોલવા સુધી બધું જ પોપ બનાવે છે.
વિઝન બૂસ્ટર અને 2600 નીટ્સ પીક બ્રાઈટનેસ સાથે ગેલેક્સી Z ફોલ્ડ 7 સીધા સૂર્યપ્રકાશમાં પણ ઉત્તમ રીતે દ્રષ્ટિગોચર રહે છે.
સ્લીક દેખાય છે, મજબૂત નિર્માણ કરાયો છે
વારંવાર ફોલ્ડિંગથી બેગમાં મૂકવા સુધી તે રોજબરોજના ટકાઉપણા માટે ઘડવામાં આવ્યો છે અને રિસ્ટ્રક્ચર્ડ હિંજ અને ફોલ્ડેબલ ડિસ્પ્લે સાથે દીર્ઘ ટકાઉ રહે તે માટે નિર્માણ કરાયો છે.
આર્મર ફ્લેક્સહિંજ પાતળું અને હલકું છે, જે બહેતર વોટર ડ્રોપલેટ ડિઝાઈન અને નવા અમલ કરાયેલા મલ્ટી- રેઈલ સ્ટ્રક્ચરને આભારી છે, જે દ્રષ્ટિગોચર ક્રીઝિંગ ઓછું કરે છે અને ડિસ્પર્સિંગ તાણમાં પણ ટકાઉપણું મજબૂત બનાવે છે.
કવર ડિસ્પ્લે કોર્નિંગ® ગોરિલા® ગ્લાસ સેરામિક 2 સાથે નિર્માણ કરાયા છે, જે નવું ગ્લાસ સેરામિક તેના કાચના મેટ્રિક્સમાં નાજુક રીતે મઢેલા ક્રિસ્ટલ્સ ધરાવે છે. તે સ્ક્રીનનું ટકાઉપણું સંરક્ષિત બનાવે છે અને ડિફ્લેકશન ક્ષમતાઓ ક્રેક કરે છે અને નોંધનીય રીતે પાતળા સ્વરૂપમા ફેક્ટરમાં રક્ષણ પ્રદાન કરે છે.
ફ્રેમ અને હિંજ હાઉસિંગમાં એડવાન્સ્ડ આર્મર એલ્યુમિનિયમ શક્તિ અને સખતપણું 10 ટકાથી વધારે છે.
મુખ્ય ડિસ્પ્લેને પાતળું અને હલકું રહે છતાં મજબૂત રહે તે રીતે રિસ્ટ્રક્ચર કરાયું છે. આ ટાઈટેનિયમ પ્લેટ લેયરનો અમલ કરીને હાંસલ કરાયું છે. ઉપરાંત અલ્ટ્રા- થિન ગ્લાસ (યુટીજી) 50 ટકા ઘટ્ટ બને તે રીતે વધારવામાં આવ્યો છે, જે ડિસ્પ્લેને વધુ સખત બનાવે છે.