ઓટોમોબાઇલ્સ

અદાણી એનર્જી સોલ્યુશન્સે CIIનો પ્રતિષ્ઠિત  ક્લાઈમેટ એક્શન CAP 2.0 એવોર્ડ 2023 હાંસલ કર્યો

અદાણી એનર્જી સોલ્યુશન્સે CIIનો પ્રતિષ્ઠિત  ક્લાઈમેટ એક્શન CAP 2.0 એવોર્ડ 2023 હાંસલ કર્યો

અમદાવાદ,૧૬ માર્ચ ૨૦૨૪: ભારતની સૌથી મોટી ખાનગી ટ્રાન્સમિશન અને ડિસ્ટ્રિબ્યુશન કંપની અને વૈશ્વિક સ્તરે વૈવિધ્યસભર અદાણી પોર્ટફોલિયોના એક અંગ અદાણી એનર્જી સોલ્યુશન્સ લિ.(AESL) ને 2023 માટે ભારતીય ઉદ્યોગ સંસ્થા CII ના પ્રતિષ્ઠિત ક્લાઈમેટ એક્શન પ્રોગ્રામની ‘રેઝિલિયન્ટ કેટેગરીમાં’ ‘CAP 2.0 એવોર્ડ’ એનાયત કરવામાં આવ્યો છે.

 રેઝિલિયન્ટ કેટેગરી’ કંપનીની સ્થિતિસ્થાપકતા અને અનુકૂલન ક્ષમતામાં નોંધપાત્ર પ્રગતિને માન્ય ઠેરવે છે, જે ગયા વર્ષની ઓરિએન્ટેડ કેટેગરીમાં સિદ્ધિમાંથી ” નોંધપાત્ર સુધારાની સ્થિતિ દર્શાવે છે. આ એવોર્ડ પડકારોનો સામનો કરવા તરફ સતત સુધારણા અને સ્થિતિસ્થાપકતા માટે અદાણી એનર્જી સોલ્યુશન્સની સંકલ્પબધ્ધતાનું પ્રમાણપત્ર છે.

કંપનીના મેનેજિંગ ડાયરેકટર શ્રી અનિલ સરદાનાએ કહ્યું હતું કે CII તરફથી અમારા પ્રયાસોને મળેલી આ માન્યતાની અમોને ખૂબ ખુશી છે. ભવિષ્યની ટકાઉ પ્રથાઓ પ્રત્યેની અમારી પ્રતિબદ્ધતા અને આબોહવાના પડકારોનો સામનો કરવા માટેના અમારા સમર્પણનો આ સન્માનજનક પુરસ્કાર પુરાવો છે.

પર્યાવરણ સંબંધી ચોક્કસ શ્રેણીઓમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરતી કંપનીઓને CII તરફથી એનાયત કરવામાં આવતો CAP 2.0 એવોર્ડ આ વર્ષે અદાણી એનર્જી સોલ્યુશન્સને તેની સ્થિતિસ્થાપકતા માટે ઘણી કંપનીઓથી અલગ ભાત પાડતી કામગીરી માટે એનાયત કરવામાં આવ્યો છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
preload imagepreload image