એમસીએક્સ પર ચાંદીના વાયદાના ભાવમાં રૂ.1,092નો ઉછાળોઃ સોનાના વાયદાઓમાં મિશ્ર વલણ

એમસીએક્સ પર ચાંદીના વાયદાના ભાવમાં રૂ.1,092નો ઉછાળોઃ સોનાના વાયદાઓમાં મિશ્ર વલણ
ક્રૂડ તેલના વાયદામાં રૂ.97ની નરમાઈઃ નેચરલ ગેસ, કોટન-ખાંડી, મેન્થા તેલમાં એકંદરે ઘટાડોઃ કોમોડિટી વાયદાઓમાં રૂ.15778 કરોડ અને કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.60260 કરોડનું ટર્નઓવરઃ સોના-ચાંદીના વાયદાઓમાં રૂ. 9693 કરોડનાં કામકાજઃ બુલિયન ઈન્ડેક્સ બુલડેક્સ વાયદો 20460 પોઈન્ટના સ્તરે
મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં રૂ.76040.15 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી વાયદાઓમાં રૂ.15778.83 કરોડનાં કામકાજ થયાં હતાં, જ્યારે કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.60260.60 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. બુલિયન ઈન્ડેક્સ બુલડેક્સ માર્ચ વાયદો 20460 પોઈન્ટના સ્તરે પહોંચ્યો હતો. કોમોડિટી ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ ટર્નઓવર રૂ.1267.16 કરોડનું થયું હતું.
કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાઓમાં રૂ. 9693.14 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ સોનું એપ્રિલ વાયદો 10 ગ્રામદીઠ રૂ.85931ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.86230 અને નીચામાં રૂ.85840ના મથાળે અથડાઈ, રૂ.86026ના આગલા બંધ સામે રૂ.29 વધી રૂ.86055ના સ્તરે પહોંચ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની માર્ચ વાયદો 8 ગ્રામદીઠ રૂ.4 ઘટી રૂ.69877ના સ્તરે પહોંચ્યો હતો. જ્યારે ગોલ્ડ-પેટલ માર્ચ વાયદો 1 ગ્રામદીઠ રૂ.8 વધી રૂ.8769ના ભાવે બોલાયો હતો. સોનું-મિની માર્ચ વાયદો 10 ગ્રામદીઠ રૂ.169 વધી રૂ.86450ના સ્તરે પહોંચ્યો હતો.
ચાંદીના વાયદાઓમાં ચાંદી માર્ચ વાયદો કિલોદીઠ રૂ.95107ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.95900 અને નીચામાં રૂ.94750ના મથાળે અથડાઈ, રૂ.94730ના આગલા બંધ સામે રૂ.1092 વધી રૂ.95822ના ભાવ થયા હતા. આ સામે કિલોદીઠ ચાંદી-મિની એપ્રિલ વાયદો રૂ.965 વધી રૂ.97226ના સ્તરે પહોંચ્યો હતો. જ્યારે ચાંદી-માઈક્રો એપ્રિલ વાયદો રૂ.981 વધી રૂ.97248ના ભાવે બોલાયો હતો.
બિનલોહ ધાતુઓમાં રૂ. 2217.33 કરોડનાં કામકાજ થયાં હતાં. કિલોદીઠ તાંબુ માર્ચ વાયદો રૂ.15.2 વધી રૂ.877.3ના ભાવ થયા હતા. જ્યારે જસત માર્ચ વાયદો રૂ.2.75 વધી રૂ.271.15ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. આ સામે એલ્યુમિનિયમ માર્ચ વાયદો રૂ.1.45 વધી રૂ.260ના ભાવ થયા હતા. જ્યારે સીસું માર્ચ વાયદો 35 પૈસા વધી રૂ.180.7ના ભાવ થયા હતા.
એનર્જી સેગમેન્ટમાં રૂ. 4014.94 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ ક્રૂડ તેલ માર્ચ વાયદો બેરલદીઠ રૂ.5918ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.5946 અને નીચામાં રૂ.5849ના મથાળે અથડાઈ, રૂ.5960ના આગલા બંધ સામે રૂ.97 ઘટી રૂ.5863ના ભાવ થયા હતા. જ્યારે ક્રૂડ તેલ-મિની માર્ચ વાયદો રૂ.92 ઘટી રૂ.5868ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. આ સામે નેચરલ ગેસ માર્ચ વાયદો એમએમબીટીયૂદીઠ રૂ.9.6 ઘટી રૂ.377.7ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. જ્યારે નેચરલ ગેસ-મિની માર્ચ વાયદો રૂ.10.2 ઘટી રૂ.377.2ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો.