સુરતની ડીજીવીસીએલના ૪૫ ટીમોના ૧૪૧નો સ્ટાફ વીજપુરવઠો પૂર્વવત કરવાની કામગીરીમાં જોતરાયા

સુરતની ડીજીવીસીએલના ૪૫ ટીમોના ૧૪૧નો સ્ટાફ વીજપુરવઠો પૂર્વવત કરવાની કામગીરીમાં જોતરાયા
વડોદરા અને જામનગર ખાતે વીજ પુરવઠો યથાવત કરવા માટે દક્ષિણ ગુજરાત વીજ કંપનીની ટીમો ખડે પગે કામગીરી કરી રહી છે
રાજયમાં ગમે તે સ્થળે અણધારી આફત આવી પડે ત્યારે રાજય સરકાર પોતાના કર્મીઓને એક જિલ્લામાંથી અન્ય જિલ્લાઓમાં કામગીરી માટે મોકલીને જેતે અતિવૃષ્ટિના જિલ્લાઓની પુર્વવત સ્થિતિમાં આવે તે માટેના દિન-રાત પ્રયત્નો કરે છે. તાજેતરમાં જામનગર અને વડોદરા જિલ્લામાં વરસાદ, પુરની પરિસ્થિતિમાં તમામ સ્થળોએ વીજ પુરવઠો ફરી પૂર્વવત થાય તે માટે દક્ષિણ ગુજરાત વીજ કંપનીની ૩૫ ટીમો સાથેના ૧૦૮ એન્જિનિયરો, વીજ કર્મીઓ વડોદરા જિલ્લામાં તથા જામનગર ખાતે ૧૦ ટીમોના ૩૩ વીજકર્મીઓ ફીડરો રીપેરીંગ, વીજપોલની મરામત જેવા કાર્યોમાં જોતરાયા છે. આમ દક્ષિણ ગુજરાત વીજ કંપનીના કર્મીઓ પણ યુદ્ધના ધોરણે વીજ પુરવઠો ફરી શરૂ કરવાની કામગીરીમાં રાત-દિવસ કાર્ય કરી રહ્યા છે.