એમસીએક્સ પર કોટન-ખાંડી વાયદાના ભાવમાં રૂ.400ની નરમાઈઃ મેન્થા તેલનો વાયદો પણ ઢીલો

એમસીએક્સ પર કોટન-ખાંડી વાયદાના ભાવમાં રૂ.400ની નરમાઈઃ મેન્થા તેલનો વાયદો પણ ઢીલો
સોનાનો વાયદો રૂ.336 અને ચાંદીનો વાયદો રૂ.250 ઘટ્યોઃ ક્રૂડ તેલમાં રૂ.40ની નરમાઈઃ નેચરલ ગેસમાં સુધારોઃ કોમોડિટી વાયદાઓમાં રૂ.13,687 કરોડ અને ઓપ્શન્સમાં રૂ. 45,852 કરોડનું ટર્નઓવરઃ બુલડેક્સ વાયદામાં રૂ.7.53 કરોડનાં કામકાજ
મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં રૂ.59,546.36 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ.13,687.31 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ. 45851.52 કરોડનો હતો.
કીમતી ધાતુઓના વાયદાઓમાં સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું જૂન વાયદો સત્રની શરૂઆતમાં 10 ગ્રામદીઠ રૂ.71,501ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.71,620 અને નીચામાં રૂ.71,178 ના મથાળે અથડાઈ, રૂ.336 ઘટી રૂ.71,550ના ભાવે પહોંચ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની જૂન કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.170 ઘટી રૂ.58,352 અને ગોલ્ડ-પેટલ જૂન કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.24 ઘટી રૂ.7,115ના ભાવે પહોંચ્યો હતો. સોનું-મિની જૂન વાયદો 10 ગ્રામદીઠ રૂ.281 ઘટી રૂ.71,422ના સ્તરે પહોંચ્યો હતો.
ચાંદીના વાયદાઓમાં ચાંદી જુલાઈ વાયદો સત્રની શરૂઆતમાં 1 કિલોદીઠ રૂ.91,125ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.91,764 અને નીચામાં રૂ.89,992 ના મથાળે અથડાઈ, રૂ.250 ઘટી રૂ.91,320 ના સ્તરે બોલાઈ રહ્યો હતો. ચાંદી-મિની જૂન કોન્ટ્રેક્ટ રૂ.270 ઘટી રૂ.91,267 અને ચાંદી-માઈક્રો જૂન કોન્ટ્રેક્ટ રૂ.242 ઘટી રૂ.91,252 બોલાઈ રહ્યો હતો.
બિનલોહ ધાતુઓના વાયદાઓમાં એમસીએક્સ તાંબુ જૂન વાયદો રૂ.867.90ના ભાવે ખૂલી, રૂ.2.90 વધી રૂ.874.70 જ્યારે એલ્યુમિનિયમ જૂન કોન્ટ્રેક્ટ રૂ.0.10 ઘટી રૂ.240.80 તેમ જ સીસું જૂન કોન્ટ્રેક્ટ રૂ.0.55 વધી રૂ.192ના ભાવ થયા હતા. જસત જૂન કોન્ટ્રેક્ટ રૂ.1.50 ઘટી રૂ.264ના ભાવ થયા હતા. મિની વાયદાઓમાં એલ્યુમિનિયમ-મિની જૂન વાયદો 1 કિલોદીઠ રૂ.0.05 ઘટી રૂ.241.75 સીસુ-મિની જૂન કોન્ટ્રેક્ટ રૂ.0.65 વધી રૂ.192.40 જસત-મિની જૂન વાયદો રૂ.1.50 ઘટી રૂ.264 બોલાઈ રહ્યો હતો.
એનર્જી સેગમેન્ટના વાયદાઓમાં એમસીએક્સ ક્રૂડ તેલ જૂન વાયદો સત્રની શરૂઆતમાં 1 બેરલદીઠ રૂ.6,412ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.6,441 અને નીચામાં રૂ.6,380 ના મથાળે અથડાઈ, રૂ.40 ઘટી રૂ.6,413 બોલાયો હતો, જ્યારે ક્રૂડ તેલ-મિની જૂન વાયદો રૂ.40 ઘટી રૂ.6,415 બોલાઈ રહ્યો હતો. નેચરલ ગેસ જૂન વાયદો 1 એમએમબીટીયૂદીઠ રૂ.218ના ભાવે ખૂલી, રૂ.9.40 વધી રૂ.224.60 અને નેચરલ ગેસ-મિની જૂન વાયદો 9.2 વધી 224.5 બોલાઈ રહ્યો હતો.
કૃષિ કોમોડિટીઝના વાયદાઓમાં એમસીએક્સ કોટન ખાંડી જુલાઈ વાયદો સત્રની શરૂઆતમાં 1 ખાંડીદીઠ રૂ.57,300ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.57,300 અને નીચામાં રૂ.57,200 ના મથાળે અથડાઈ, રૂ.400 ઘટી રૂ.57,200ના સ્તરે પહોંચ્યો હતો. મેન્થા તેલ જૂન કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.4.60 ઘટી રૂ.912.20 બોલાયો હતો.
કામકાજની દૃષ્ટિએ એમસીએક્સ પર કીમતી ધાતુઓમાં સોનાના વિવિધ વાયદાઓમાં રૂ.2,930.51 કરોડનાં અને ચાદીના વિવિધ વાયદાઓમાં રૂ.7,224.94 કરોડનાં વેપાર થયા હતા. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલ અને ક્રૂડ તેલ-મિની વાયદાઓમાં રૂ.503.29 કરોડનાં 15,354 લોટ તથા નેચરલ ગેસ અને નેચરલ ગેસ-મિની વાયદાઓમાં રૂ.1,534.82 કરોડનાં 77,180 લોટ નાં કામ થયાં હતાં. બિનલોહ ધાતુઓમાં એલ્યુમિનિયમ અને એલ્યુમિનિયમ-મિની વાયદાઓમાં રૂ.200.33 કરોડનાં 3,044 લોટ સીસુ અને સીસુ-મિની વાયદાઓમાં રૂ.27.72 કરોડનાં 510 લોટ તાંબાના વાયદાઓમાં રૂ.825.05 કરોડનાં 3,782 લોટ અને જસત તથા જસત-મિની વાયદાઓમાં રૂ.435.95 કરોડનાં 6,226 લોટના વેપાર થયા હતા. કૃષિ કોમોડિટીઝમાં કોટન ખાંડી વાયદામાં રૂ..55 કરોડનાં 2 લોટ મેન્થા તેલ વાયદામાં રૂ.4.15 કરોડનાં 126 લોટનાં કામકાજ થયાં હતાં.
ઈન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, એમસીએક્સ પર બુલડેક્સ વાયદામાં રૂ.7.53 કરોડનાં 81 લોટનાં કામકાજ થયાં હતાં. ઓપન ઈન્ટરેસ્ટ બુલડેક્સ વાયદામાં 418 લોટના સ્તરે રહ્યો હતો. બુલડેક્સ જૂન વાયદો 18,620 પોઈન્ટ ખૂલી, ઉપરમાં 18,674 અને નીચામાં 18,510 બોલાઈ, 164 પોઈન્ટની મૂવમેન્ટ સાથે 63 પોઈન્ટ ઘટી 18,621 પોઈન્ટના સ્તરે પહોંચ્યો હતો.
ઓપ્શન્સની વાત કરીએ તો, કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં એમસીએક્સ પર રૂ. 45851.52 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું.
સૌથી વધુ સક્રિય કોન્ટ્રેક્ટ્સમાં કોલ ઓપ્શન્સની વાત કરીએ તો ક્રૂડ તેલ જૂન રૂ.6,400 સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન કોન્ટ્રેક્ટ 1 બેરલદીઠ રૂ.177.20ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.177.20 અને નીચામાં રૂ.135.30 ના મથાળે અથડાઈ, રૂ.36.70 ઘટી રૂ.148 થયો હતો, જ્યારે નેચરલ ગેસ જૂન રૂ.225 સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન કોન્ટ્રેક્ટ 1 એમએમબીટીયૂદીઠ રૂ.11.55 ખૂલી, ઉપરમાં રૂ.14.40 અને નીચામાં રૂ.11.30 રહી, અંતે રૂ.6.35 વધી રૂ.14.35 થયો હતો.
સોનું જુલાઈ રૂ.72,000 સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.1,060ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.1,096 અને નીચામાં રૂ.850.50 ના મથાળે અથડાઈ, રૂ.45.50 ઘટી રૂ.1,029.50 થયો હતો, જ્યારે સોનું-મિની જૂન રૂ.72,000 સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.711.50 ખૂલી, ઊપરમાં રૂ.873 અને નીચામાં રૂ.615 રહી, અંતે રૂ.118 ઘટી રૂ.754 થયો હતો.
ચાંદી જૂન રૂ.95,000 સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.1,346ના ભાવે ખૂલી, રૂ.91 ઘટી રૂ.1,399 થયો હતો, જ્યારે ચાંદી-મિની જૂન રૂ.95,000 સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન કોન્ટ્રેક્ટ રૂ.1,518.50ના ભાવે ખૂલી, રૂ.96.50 ઘટી રૂ.1,349.50 થયો હતો. ક્રૂડ તેલ-મિની જૂન રૂ.6,500 સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન કોન્ટ્રેક્ટ 1 બેરલદીઠ રૂ.27.70 ઘટી રૂ.109.60 નેચરલ ગેસ-મિની જૂન રૂ.230 સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન કોન્ટ્રેક્ટ રૂ.4.55 વધી રૂ.11.10 થયો હતો.
આ સામે પુટ ઓપ્શન્સની વાત કરીએ તો ક્રૂડ તેલ જૂન રૂ.6,400 સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન કોન્ટ્રેક્ટ 1 બેરલદીઠ રૂ.150ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.155.70 અને નીચામાં રૂ.117.10 ના મથાળે અથડાઈ, રૂ.5.10 ઘટી રૂ.125.30 થયો હતો, જ્યારે નેચરલ ગેસ જૂન રૂ.220 સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન કોન્ટ્રેક્ટ 1 એમએમબીટીયૂદીઠ રૂ.9.80 ખૂલી, ઉપરમાં રૂ.11.45 અને નીચામાં રૂ.9.05 રહી, અંતે રૂ.4.30 ઘટી રૂ.10.20 થયો હતો.
સોનું જુલાઈ રૂ.70,000 સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.417ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.536.50 અને નીચામાં રૂ.408.50 ના મથાળે અથડાઈ, રૂ.87.50 વધી રૂ.473 થયો હતો, જ્યારે સોનું-મિની જૂન રૂ.71,000 સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.561 ખૂલી, ઊપરમાં રૂ.778 અને નીચામાં રૂ.561 રહી, અંતે રૂ.118.50 વધી રૂ.689 થયો હતો.
ચાંદી જૂન રૂ.90,000 સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.1,899.50ના ભાવે ખૂલી, રૂ.108 વધી રૂ.1,827.50 થયો હતો, જ્યારે ચાંદી-મિની જૂન રૂ.90,000 સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન કોન્ટ્રેક્ટ રૂ.1,599.50ના ભાવે ખૂલી, રૂ.86.50 વધી રૂ.1,750 થયો હતો. ક્રૂડ તેલ-મિની જૂન રૂ.6,400 સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન કોન્ટ્રેક્ટ 1 બેરલ દીઠ રૂ.1.20 ઘટી રૂ.132 થયો હતો.