દેશ
પાકિસ્તાની હુમલા વચ્ચે આઈપીએલ મેચ રદ્દ, ધર્મશાલા સ્ટેડિયમમાં બ્લેકઆઉટ

પાકિસ્તાની હુમલા વચ્ચે આઈપીએલ મેચ રદ્દ, ધર્મશાલા સ્ટેડિયમમાં બ્લેકઆઉટ
આજે પંજાબ કિંગ્સ અને દિલ્લી કેપિટલ્સ વચ્ચે રમાઈ રહેલ મેચ રદ્દ કરવામાં આવી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર આ નિર્ણય સુરક્ષાને ધ્યાનમાં રાખી લેવામાં આવ્યો છે. જ્યારે 11મી અવર શરૂ થઈ રહી હતી ત્યારે અચાનક રમત રોકવામાં આવી અને એમ્પાયર દ્વારા ખેલાડીઓને મેદાન ની બાહર જવાનું કહેવામાં આવ્યું. તે બાદ સ્ટેડિયમની તમામ લાઈટો બંદ કરવામાં આવી અને દર્શકોને પણ બહાર જવાનું કહી દેવામાં આવ્યું. ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાને જમ્મુથી લઇ જેસલમેર સુધીના ઘણાં શહેરો પર હુમલો કર્યો છે. આ હુમલાઓ બાદ બોર્ડર પર સ્થિતિ વિભિન્ન શહેરોમાં બ્લેકઆઉટ જાહેર કરી દેવામાં આવ્યું છે.