વ્યાપાર

સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડે તેની વૈશ્વિક બેન્કિંગ નિપુણતા અને જીસીસી ક્ષેત્રના 25 વર્ષના અનુભવ સાથે ભારતમાં જીસીસીના વિકાસને વેગ આપ્યો

સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડે તેની વૈશ્વિક બેન્કિંગ નિપુણતા અને જીસીસી ક્ષેત્રના 25 વર્ષના અનુભવ સાથે ભારતમાં જીસીસીના વિકાસને વેગ આપ્યો
બેંગાલુરુ : સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડે બેંગલુરુમાં યોજાયેલી તેની જીસીસી કોન્ફરન્સમાં ઉદ્યોગ ક્ષેત્રના અગ્રણીઓ, નીતિ ઘડનારાઓ અને ગ્લોબલ કેપેબિલિટી સેન્ટર (જીસીસી)ના વરિષ્ઠ અધિકારીઓને એકત્રિત કર્યા હતા. આ કોન્ફરન્સ દ્વારા ભારતમાં જીસીસીના વિકાસના આગામી તબક્કાને સહયોગ આપવાની પોતાની પ્રતિબદ્ધતાને વધુ મજબૂત કરી હતી.
આ કાર્યક્રમમાં કર્ણાટક સરકારના ઇલેક્ટ્રોનિક્સ, ઇન્ફોર્મેશન ટેક્નોલોજી, બાયોટેક્નોલોજી અને સાયન્સ એન્ડ ટેક્નોલોજી વિભાગના સેક્રેટરી ડૉ. મંજુલા એન. (આઈએએસ), સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડના ગ્રુપ ચીફ ઓપરેટિંગ ઓફિસર તનુજ કપિલાશ્રામી અને સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડના ઈન્ડિયા એન્ડ સાઉથ એશિયાના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર પી.ડી. સિંઘ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે વૈશ્વિક કંપનીઓ માટે ગ્લોબલ કેપેબિલિટી સેન્ટર સ્થાપવા માટે ભારત વિશ્વના સૌથી પસંદગીના સ્થળ તરીકે જે રીતે મહત્વ મેળવી રહ્યું છે અને આગળ રહેલી તકો અંગે પોતાના વિચારો રજૂ કર્યા હતા.
આજે ભારતમાં વિશ્વની સૌથી મોટું જીસીસી ઇકોસિસ્ટમ છે, જે અગ્રણી સંસ્થાઓને પરંપરાગત સેવા પૂરી પાડવાની કામગીરીથી આગળ વધીને વિવિધ ક્ષમતાઓ વિકસાવવા માટે આકર્ષી રહી છે. ઉદ્યોગ ક્ષેત્રના અંદાજ મુજબ, ભારતનું જીસીસી બજાર 2030 સુધીમાં આશરે 105 અબજ યુએસ ડોલર સુધી પહોંચવાની ધારણા છે, જે વૈશ્વિક કેપેબિલિટી હબ તરીકે ભારતની અગ્રણી સ્થિતિને વધુ મજબૂત કરે છે. વધુમાં, ઉદ્યોગ ક્ષેત્રના અંદાજ મુજબ, 2026ના પ્રથમ છ મહિનામાં ભારતમાં 183 નવા જીસીસી સ્થાપવામાં આવ્યા છે. આ સાથે ભારત કેપેબિલિટી સેન્ટરમાં રોકાણ માટેના વિશ્વના સૌથી પસંદગીના સ્થળ તરીકે પોતાની સ્થિતિ સતત મજબૂત કરી રહ્યું છે.
સંસ્થાઓ પોતાના જીસીસીના વિસ્તરણ સાથે આગળ વધી રહી છે ત્યારે સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ ઓફશોર અને ઓનશોર એમ બંને કામગીરીને આવરી લેતી એકીકૃત બેન્કિંગ સેવા દ્વારા તેમની બેન્કિંગ જરૂરિયાતો પૂરી કરવામાં સહયોગ આપે છે. પોતાના આંતરરાષ્ટ્રીય નેટવર્ક, ડિજિટલ બેન્કિંગ પ્લેટફોર્મ્સ અને ટ્રેઝરી સેન્ટર્સ, સરહદ પારના કોર્પોરેટ્સ તેમજ સતત વિકસતા જીસીસી ઓપરેટિંગ મોડલ્સને સહયોગ આપવાના ઊંડા અનુભવનો લાભ લઈને સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ સંસ્થાઓને તેમની નાણાંકીય કામગીરી સરળ બનાવવામાં મદદ કરે છે અને સાથે સાથે વૈશ્વિક બજારોમાં તેમના વિકાસને પણ ટેકો આપે છે.
કોન્ફરન્સમાં સંબોધન કરતાં સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડના ગ્રુપ ચીફ ઓપરેટિંગ ઓફિસર તનુજ કપિલાશ્રામીએ જણાવ્યું હતું કે, “ભારતની જીસીસી વિકાસગાથા હવે એક નવા તબક્કામાં પ્રવેશી રહી છે, જેમાં વધુ વૈશ્વિક જવાબદારી, નવીનતા અને વ્યૂહાત્મક અસર જોવા મળી રહી છે. સંસ્થાઓ વધુને વધુ એકબીજા સાથે જોડાયેલા અને સમગ્ર કંપની માટે અત્યંત મહત્વપૂર્ણ કેપેબિલિટી સેન્ટર્સ સ્થાપી રહી છે ત્યારે તેમને એવા ભાગીદારોની જરૂર છે, જેઓ વૈશ્વિક બેન્કિંગ નિપુણતાની સાથે વાસ્તવિક કામગીરીનો અનુભવ પણ ધરાવતા હોય. ‘સુપર-કનેક્ટર બેન્ક’ તરીકે સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ વૈશ્વિક જોડાણ, સ્થાનિક સ્તરે ઊંડી નિપુણતા અને ભારતમાં પોતાના એક જીસીસીનું 25 વર્ષથી વધુ સમયથી સંચાલન કરવાનો અનુભવ એકસાથે લાવીને જીસીસીના વિકાસની આગામી લહેરને સહયોગ આપવા માટે અનોખી રીતે સજ્જ છે.”
સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડના ઈન્ડિયા એન્ડ સાઉથ એશિયાના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર પી.ડી. સિંઘે ઉમેર્યું હતું કે, “ભારતની જીસીસી વિકાસગાથા આજે વૈશ્વિક સ્તરે સૌથી મહત્વપૂર્ણ વ્યાવસાયિક તકો પૈકીની એક છે. સંસ્થાઓ વૈશ્વિક સ્તરે જોડાયેલા અને નવીનતા આધારિત કેપેબિલિટી સેન્ટર્સ સ્થાપવા તરફ આગળ વધી રહી છે ત્યારે તેમને એવા બેન્કિંગ ભાગીદારની જરૂર છે, જે જીસીસી ચલાવવાની વાસ્તવિક કામગીરીની સાથે વિવિધ બજારોમાં તેના વિસ્તરણ સાથે સંકળાયેલી નાણાંકીય જટિલતાઓને પણ સમજે. સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડે ભારતમાં 25 વર્ષથી વધુ સમયથી પોતાના જીસીસીનું સંચાલન કર્યું છે અને વિશ્વભરમાં અગ્રણી બહુરાષ્ટ્રીય કંપનીઓ સાથે ભાગીદારી કરી છે. આ અનુભવના આધારે સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ એક અનોખો દ્રષ્ટિકોણ રજૂ કરે છે, જે અમને જીસીસીની વિકાસયાત્રાના દરેક તબક્કે અમારા ગ્રાહકોને સહયોગ આપવા સક્ષમ બનાવે છે.”
છેલ્લાં કેટલાંક દાયકાઓ દરમિયાન જીસીસીનો કિફાયતી ડિલિવરી સેન્ટર્સ તરીકેનો દરજ્જો બદલાઈને વ્યૂહાત્મક એન્ટરપ્રાઇઝ હબ તરીકે થયો છે. આ સેન્ટર્સ હવે વૈશ્વિક કંપનીઓ માટે વ્યવસાયના મહત્વપૂર્ણ પરિણામો હાંસલ કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યાં છે. આ પરિવર્તન આગળ વધતું રહે ત્યારે સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ આગામી પેઢીના જીસીસીને સક્ષમ બનાવવા માટે પ્રતિબદ્ધ છે. જીસીસી માટે બેન્કિંગ સેવાઓ પૂરી પાડનાર સંસ્થા અને પોતાના જીસીસીનું સંચાલન કરનાર સંસ્થા તરીકેના અનુભવથી પ્રાપ્ત ઊંડી નિપુણતા અને પ્રત્યક્ષ અનુભવના આધારે બેન્ક આગામી પેઢીના જીસીસીને સહયોગ આપશે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button