શિક્ષા

ડાયેરેકટર જનરલ ઓફ શિપીંગ શ્રી શ્યામ જગન્નાથજીની ગરમિયામ ઉપસ્થિતમાં ગણપત વિશ્વ વિઘાલય ખાતે ૧૭ મો પદવીદાન સમારોહ યોજાયો

ડાયેરેકટર જનરલ ઓફ શિપીંગ શ્રી શ્યામ જગન્નાથજીની ગરમિયામ ઉપસ્થિતમાં ગણપત વિશ્વ વિઘાલય ખાતે ૧૭ મો પદવીદાન સમારોહ યોજાયો

 

ગણપત વિશ્વ વિધાલય દ્વારા નવા માસ્કોટ અને ૩૬૦ ડિગ્રી ફૂલ મિશન બ્રિજ નેવિગેશન સિમ્યુલેટરનું ઉદ્ઘાટન કરાયું

ગણપત વિશ્વ વિઘાલયના ગણપત દાદાના જન્મ દિવસે શુભેચ્છાઓ પાઠવી

ભારત આગામી સમયમાં ત્રીજી મોટી અર્થ વ્યવસ્થા બનાવાના પાયામાં ભારતનું યુવાધન રહેવાનું છે

ડાયરેક્ટર જનરલ ઑફ શિપિંગ શ્રી શ્યામ જગન્નાથન

મહેસાણા

ગણપત વિશ્વ વિધાલય ખાતે ૧૭ મા પદવીદાન સમારોહમાં ઉપસ્થિત ભારત સરકારના ડાયરેક્ટર જનરલ ઑફ શિપિંગ શ્રી શ્યામ જગન્નાથને જણાવ્યું હતું કે, યુવાનોએ પારંપરિક શિક્ષણની સાથે વ્યવસાયિક શિક્ષણ જરૂરૂી છે જેને ગણપત વિશ્વ વિધાલય અનુસરી રહ્યું છે.તેમણે જણાવ્યુ્ં હતું કે ગણપતભાઇ પટેલના દિર્ઘદષ્ટી નેતૃત્વને પગલે ગુની પરીવારનો વિધાર્થી રાષ્ટ્ર નિર્માણમાં સહયોગ આપી રહ્યો છે.

શ્રી શ્યામ જગન્નાથે ઉમેર્યું હતું કે આત્મ નિર્ભર ભારતના સ્વપને સાકાર કરવા માટે ગણપત યુનિએ સાકાર કરેલ ૩૬૦ ડિગ્રી ફૂલ મિશન બ્રિજ નેવિગેશન સિમ્યુલેટર દરેક યુનિને પ્રેરણા આપશે. તેમણે જણાવ્યું હતું કે ભારત આગામી સમયમાં ત્રીજી મોટી અર્થ વ્યવસ્થા બનાવાના પાયામાં ભારતનું યુવાધન રહેવાનું છે.

શ્રી શ્યામ જગન્નાથે ઉમેર્યું હતું કે ગણપત યુનિ વિધાર્થીઓને જીવનના પાઠ શીખવી રહી છે. યુવાન શારીરીક માનસિક અને આધ્યતામિક શક્તિથી સમાજ નિર્મણમાં સહયોગ આપવા માટે ગણપત યુનિ તેની સુવ્યવસ્થિત સમાજ વ્યવસ્થા માટે મહત્વની જવાબદારી નિભાવી રહી છે.

શ્રી જગન્નાથે ઉમેર્યું હતું કે રાષ્ટ્રને વિશ્વગૂરૂ બનાવવા માટે દરેક વિધાર્થીએ તેના જીવન કાળમાં કપરી પરિસ્થિતિમાં પણ કર્તવ્યપથ ઉપર અડગ રહી ચાલતા રહેવાની શીખ શૈક્ષણિક સંસ્થાઓ આપવી જોઇએ જેનાથી સશક્ત રાષ્ટ્રના નિર્માણના આપણે સૌ ભાગીદાર બનીશું તેમ જણાવી પદવીદાન સમારોહમાં પદવી પ્રાપ્ત કરનાર વિધાર્થીઓને શુભેચ્છાઓ પાઠવી હતી.

સાસ એશિયા પેસિફિકના લિગલ કાઉન્સેલ અને ડાયરેક્ટર શ્રી દિગિશ રાવલે જણાવ્યું હતું કે આજે વિશ્વમાં તકનીકી જમાનામાં સમુદ્ર મંથનની પ્રક્રિયા ચાલી રહી છે. જેમાં દરેક વિધાર્થી મંથન કરી વૈશ્વિક જ્ઞાન મેળવી રહ્યો છે જેમાં ગણપત વિશ્વ વિધાલયનો અનોખો ફાળો રહ્યો છે.

ઓન.એન.જી.સી મહેસાણાના જનરલ મેનેજર જે.એન.સુખાનંદે જણાવ્યું હતું કે વિધાર્થીના જીવનમાં સંઘર્ષમય જીવનથી આગળ આવે તેવું શિક્ષણ ગણપત યુનિ આપી રીહી છે. તેમણે ણપત વિશ્વ વિધાલયના છાત્રો પોતાની જ્ઞાન- સંપદાથી સહયોગ આપી પોતાની શક્તિનો ઉપયોગ સમાજ ઉતકર્ષ માટે કરવા જણાવ્યું હતું તેમણે જણાવ્યું હતું કે મહાત્મા ગાંધીના શબ્દોમાં “તમે વિશ્વમાં જે પરિવર્તન જોવા માંગો છો તે બનો.”આ શબ્દો થકી યુવાન વિશ્વ બદલવાની તાકાત ધરાવે છે.

અદ્વૈત ગ્રીનર્જીના ડિરેક્ટર શ્રીમતી રુત્વી શેઠે જણાવ્યું હતું કે તમારા સ્વપનોને સાકાર કરવા માટે ધ્યેય બનાવી તેને વળગી રહેવુ જોઇએ. આપણા જીવન વિકાસમાં મદદ કરનાર પાંચ વ્યક્તિઓને દિલથી આભાર માની ઋણ અદા કરવા પણ જણાવ્યું હતું સુશ્રી શેઠે ગણપત યુનિની દરેક દીકરીને કોઇપણ મદદ માટે હું તૈયાર રહીશ તેમ જણાવી વિકસિત ભારત ૨૦૪૭ ના ધ્યેયને પુર્ણ કરવા સૌના સાથ અને સહકારથી ભારતને વૈશ્વિક સ્તરે આગળ લઇ જવા અનુંરોધ કર્યો હતો

ગણપત યુનિવર્સિટીના પ્રમુખ, પદ્મશ્રી ગણપતભાઈ પટેલે જણાવ્યું હતું કે , સરકારમાં દરેક અધિકારીઓની પદાધિકારીઓની મદદને પગલે ગણપત વિશ્વ વિધાલયનો વિકાસ થઇ રહ્યો છે. તેમણે જણાવ્યું હતું કે આજે સ્વામી વિવેકાનંદનો જન્મ દિવસ છે જોગાનુંજોગ આજે મારો જન્મ દિવસ છે જે દિવસે મને જીંદગીભર યાદ રહી જાય તેવી ભેટ ગુનિ પરીવારે આપી છે.

ગણપત યુનિના આધસ્થાપક ગણપતભાઇએ જણાવ્યું હતું કે વિધાર્થીઓએ તેમનું જીવન સફળ અને પ્રેરણાદાય બનાવી અન્ય યુવાનો માટે પ્રેરણાસ્ત્રોત બનવું જોઇએ.તેમણે જણાવ્યું હતું કે દેશના પ્રધાનમંત્રીશ્રી વસુધૈવ કુટુંબકમ’ નો ઊંડો દાર્શનિક વિચાર થકી આજે ‘આખું વિશ્વ એક કુટુંબની ભાવના જાગ્રત થઇ છે.

દાદાએ જણાવ્યું હતું કે ગીતામાં જણાવ્યું છેકે “કર્મણ્યે વાધિકારસ્તે મા ફલેષુ કદાચનઃ ! “ આ ધ્યેય સાથે ગુનીનો વિધાર્થી હમેશાં સમાજમાં તેના મૂલ્યો અને જ્ઞાન થકી સમાજ ઉત્કર્ષનું કામ કરશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.તેમણે જણાવ્યું હતું કે વિધાર્થીમાં પરોપકારની ભાવના નૈતિકતામાં વધારો કરે છે તેથી તેમણે વિધાર્થીઓને સતત સંઘર્ષ કરવો,શીખતા રહેવુ અને શિસ્તપાલન સાથે રાષ્ટ્ નિર્માણમાં સહયોગ આપવા જણાવ્યું હતું

કલ્પતરૂના મયુર થાનકીએ જણાવ્યું હતું કે , દરેક વ્યક્તિ આજીવન વિદ્યાર્થી બનીને રહી યુવાનોએ સતત નવું શિખવાનો અભિગમ રાખવા જણાવ્યું હતું. આજના તકનીકી વાતાવરણમાં સમયાનુકૂલ પરિવર્તનને અપનાવી શકે તેવા વિચારો સાથે જ્ઞાન શક્તિથી સર્જનાત્મક કાર્ય કરવા જણાવ્યું હતું .તેમણે વિધાર્થીઓને સમાજમાં આપણી શક્તિનો ઉપયોગ કરી વિકસિત ભારતનો ભાગ બનવા જણાવ્યું હતું.તેમણે યુવાનોને ભગવત ગીતા ઉપનિષદમાં કર્મના સિધ્ધાંત સાથે સર્વશ્રેષ્ઠ કાર્ય કરવા અનુંરોધ કર્યો હતો.

૧૭ મા પદવીદાન સમારંભમાં ગણપત વિશ્વ વિધાલયના કુલપતિ ડૉ. મહેન્દ્ર શર્માએ જણાવ્યું હતું કે પદવીદાન દરેક વિધાર્થી માટે મહત્વનો દિવસ છે. આગામી સમયમાં જીવન ઘડતર માટેની શરૂઆત છે તેમ જણાવી ભારત યુવા દેશ છે જેમને ધરતીની મોટી શક્તિ ગણાવી આવતીકાલના ભવિષ્ય નિર્માણ માટે તૈયાર રહેવા યુવાનોએ અપીલ કરી હતી.ગણપત યુનિવર્સીટી કરૂણા અને સંવદનાના સિધ્ધાંત થકી યુવાનોના ઘડતરથી રાષ્ટ્ર નિર્માણનું કાર્ય કરી રહી છે તેમ જણાવી ગણપત વિશ્વ વિઘાલયની ઉપલ્બધિઓ વર્ણવી હતી.આ પ્રસંગે તેમણે ગણપત વિશ્વ વિધાલયમાં દાન આપનાર દાતાશ્રીનો આભાર વ્યક્ત કર્યો હતો.

ગણપત વિશ્વ વિધાલય ખાતે ૩૬૦ ડીગ્રી ફૂલ મિશન બ્રિજ નેવિગેશન સિમ્યુલેટરનું ઉદ્ઘાટન મરીન એન્જીયરીંગ ડિપાર્ટમેન્ટ ખાતે કરવામાં આવ્યું હતું. ૩૬૦ ડિગ્રી પૂર્ણ મિશન બ્રિજ સિમ્યુલેટર નવા શિપ મોડલ્સને જરૂરિયાતો અનુસાર બનાવેલ છે આ સિમ્યુલેટરનો ઉપયોગ શિપ હેન્ડલિંગ કોર્સ, બ્રિજ રિસોર્સ મેનેજમેન્ટ (બીઆરએમ) અને બ્રિજ ઓફિસર્સના મૂલ્યાંકન માટે કરાશે વધુમાં સિમ્યુલેટરનો ઉપયોગ ચોક્કસ બંદરોમાં પ્રવેશતા અત્યંત મોટા જહાજોમાં અનન્ય સંભવિતતા અભ્યાસ માટે પણ કરવામાં આવે છે. આ ઉપરાંત નવા માસ્કોટનું ઉદ્ઘાટન ડિપ્લોમા એન્જીનરીંગ કોલેજ સામે કરવામાં આવ્યું હતું .

આ પદવીદાન સમારોહમાં ૩,૫૮૫ વિધાર્થીઓને પદવી એનાયત કરવામાં આવી હતી જેમાં ૨,૫૭૧ વિધાર્થીઓ અને ૧,૦૧૪ વિધાર્થીનીઓને પદવી એનાયત કરાઇ હતી.અત્રે ઉલ્લેખનીય છેકે સુવર્ણ ચંદ્રક એનાયત કરેલ ૯૨ વિધાર્થીઓમાં ૫૮ વિધાર્થીઓ અને ૩૪ વિધાર્થીર્નીઓને ગોલ્ડ મેડલ આપવામાં આવ્યા હતા.

ગણપત વિશ્વ વિધાલય ખાતે ૯૩૭ ડિપ્લોમા ,૧,૭૦૭ ગ્રેજ્યુએટ ,૮૬૬ પોસ્ટ ગ્રેજ્યુએટ,૪૧ પીજી ડિપ્લોમા અને ૩૪ વિધાર્થીઓને ડોકટરેટની પદવી એનાયત કરવામાં આવી હતી. આ પૈકી આર્કીટેક ડિઝાઇન પ્લાનીંગ અભ્યાસક્રમમાં ૨૫,કોમ્પ્યુટર એપ્લીકેશન અભ્યાસક્રમમાં ૫૮૦, એન્જીનયરીંગ અને ટેકનોલોજીમાં ૧૭૮૯,મેનેજમેન્ટ સ્ટડીઝમાં ૩૮૨,ફાર્મસી માં ૧૪૮,વિજ્ઞાનમાં ૫૯૦ અને સોશ્યલ સાયન્સ હ્યુમાનીટીઝ અભ્યાસક્રમમાં ૭૧ વિધાર્થીઓને પદવી એનાયત કરાઇ હતી

પદવીદાન સમારંભમાં સોલીસીટર પરેશભાઇ જાનીનું સ્વાગત સન્ામાન કરવામાં આવ્યું હતું .ગુની કેર દ્વારા નવીન પહેલ કરાયેલ સંસોધન પુસ્તિકા સહિત ગણપત યુનિના કાર્યક્રમોની માહિતી આપતી પુસ્તિકા પ્રરણા જ્યોત,ઉત્કર્ષ જ્યોત નું વિમોચન કરવામાં આવ્યું હતું.

શ્રેષ્ઠ ટેકનીકલ અને પ્રોફેશનલ એજ્યુકેશન માટે પ્રતિષ્ઠા પામેલી હાઇટેક યુનિવર્સીટી ખાતે યોજાયેલ ૧૭ મા પદવીદાનસમારંભમાં ધારાસભ્યશ્રી કીરીટભાઇ પટેલ, ગણપતદાદાના ધર્મપત્ની શ્રીમતી મંજુલાબેન પટેલ, વિધાર્થીઓ વાલીઓ, આમંત્રીત મહેમાનો,બોર્ડ મેમ્બર્સ ,આચાર્યો, પ્રાધ્યાપકો સહિત પ્રબુધ્ધ નાગરિકો વિદ્વાન પ્રાધ્યાપકો સહિત બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહી પદવીદાન સમારોહને સફળ અને સાર્થક બનાવ્યો હતો.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button