ગુજરાત

લો બોલો આવું પણ થાય !!!

લો બોલો આવું પણ થાય !!!
નવસારીમાં કચરો ઉઠાવતા મજૂરોને ૩ મહિનાથી પગાર નહીં મળતા ચાર કચરાની ગાડીઓ લઈને વતન ભેગા!!
નવસારી મહાનગરપાલિકાના ડોર ટુ ડોર તેમજ સ્ટ્રીટનો કચરો કલેક્શનની કોન્ટ્રાક્ટ એજન્સીમાં કામ કરતા મજુરોને છેલ્લા ત્રણ મહિનાથી પગાર નહીં મળતા તેઓ ૪ કચરા ગાડી વાહનને લઈને વતનની વાટ પકડી હોવાનું જાણવા મળ્યું છે. પાલિકાની કોન્ટ્રાક્ટ એજન્સીના એક સાથે ૪ કચરા ગાડી ગાયબ થઇ જવાના મામલે કોઇ બોલવા તૈયાર નથી.
નવસારી મહાનગરપાલિકા બનતા જ શહેરના વિકાસમાં ગતિ આવી છે. મ્યુ. કમિશનર દેવ ચૌધરીના વડપણ હેઠળની ટીમ રાત-દિવસ ખડે પગે હાલ બિસ્માર રોડની મરામત કે રોડના ખાડા પુરાવવામાં સુપરવિઝન કરી કામગીરી કરાવી રહી છે. સાથે સાથે શહેર ગંદકી મુક્ત બને તે માટેની પણ પુરી તકેદારી રાખી રહી છે. જોકે કચરો ઉઠાવવાની કામગીરી કરતી કોન્ટ્રાક્ટ એજન્સી દ્વારા કામ કરતા મજુરોને લઘુતમ વેતન નહીં આપી અન્યાય કરતા મજુરોએ પણ પાઠ ભણાવવા માટે ૪ જેટલી કચરા ગાડી લઈ વતન પંચમહાલ, દાહોદ ભણી રવાના થઈ ગયા હોવાનું સુત્રો પાસેથી જાણવા મળ્યું છે.
નવસારી મહાનગરપાલિકા દ્વારા શહેરના તમામ ૧૩ વોર્ડ અને નવા સમાવિષ્ટ વિસ્તારમાં કચરાના નિકાલ માટે દરબાર વેસ્ટ કોર્પોરેશનને ૧૨ મહિનાનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે. જેમાં એજન્સી દ્વારા ૬૯ કચરા ગાડી વસાવી શહેરભર માંથી ડોર ટુ ડોર અને શેરીઓ માંથી કચરા ઉઘરાવી તેનો નિકાલ કરી રહી છે. પાલિકા દ્વારા કોન્ટ્રાક્ટરને કામગીરીમાં સરળતા રહે તે માટે રેલવે સ્ટેશન પાસેનો રેસ્ટ રૂમ ફાળવવામાં આવ્યો છે. જોકે કચરા ગાડીમાં મોટા ભાગના દાહોદ, પંચમહાલ જેવા વિસ્તારોમાં રહેતા ગરીબ આદિવાસી મજુરો તેમની પત્ની અને બાળકો સાથે કચરા ગાડી હંકારવા ઉપરાંત કચરો ઉઘરાવવાની કામગીરી કરે છે. પરંતુ આ મજુરોને એકદમ ઓછુ વેતન આપવામાં આવતુ હોવાની બૂમ ઉઠી છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button