અદાણી ગ્રીને USD 750 મિલિયન હોલ્ડકો બોન્ડ માટે અનામતનું ભંડોળ પૂરું કર્યુ

- અદાણી ગ્રીને USD 750 મિલિયન હોલ્ડકો બોન્ડ માટે અનામતનું ભંડોળ પૂરું કર્યુ
- USD 750 મિલિયનના હોલ્ડકો બોન્ડ રિડેમ્પશનના નિષ્કર્ષિત ભંડોળના પરિણામે વૃદ્ધિ યોજનાઓમાં અવિરત રોકાણ ચાલુ રાખીને ઇક્વિટી આવક મારફત AGELમાં ડીલિવરેજમાં નોંધપાત્ર ઘટાડો થઇ રહ્યો છે.
- 2030 સુધીમાં તેના 45 GW ના લક્ષ્યને હાંસલ કરવાની AGELની વ્યૂહાત્મક પ્રાથમિકતાઓને પહોંચી વળવા માટે પ્રમોટરની આ અતૂટ પ્રતિબદ્ધતા દર્શાવે છે
અમદાવાદ, ૨૯ જાન્યુઆરી ૨૦૨૪: અદાણી ગ્રીન એનર્જી લિ. (AGEL) એ તા.૯ સપ્ટેમ્બર ૨૦૨૪ ના રોજ નિયત થયેલ USD 750 મિલિયન 4.375 નોટ્સ (હોલ્ડકો નોટ્સ) માટે રુ.૯,૩૫૦ કરોડ ,(USD ૧૧૨૫ મિલિયન) સાથે AGEL ના પ્રમોટરોને પ્રેફરન્શિયલ એલોટમેન્ટ હેઠળ ફંડની રસીદ સાથે ભંડોળ આખરી કર્યું છે.
કંપનીના શેરધારકોએ ૧૮ જાન્યુઆરી ૨૦૨૪ના રોજ ૯૯.૯%ની બહુમતી સાથે પ્રેફરન્શિયલ ફાળવણીને મંજૂરી આપી હતી અને ત્યાર બાદ ગત સપ્તાહે પ્રમોટર્સે અદાણી ગ્રીન એનર્જી લિ.માં રુ. 2,338 Cr (USD 281 મિલિયન) નું પ્રાથમિક ભંડોળ ઠાલવ્યું હતું. કંપનીએ સિનિયર ડેટ રિડેમ્પશન એકાઉન્ટ (SDRA) અને હોલ્ડકો નોટ્સના અન્ય રિઝર્વ એકાઉન્ટ્સમાં ભંડોળ અલગ રાખ્યું છે, ત્યારબાદ અનામતનું ભંડોળ સંપ્પન થયું છે.
ભંડોળની સ્થિતિનો સારાંશ આ મુજબ છે
Source of Fund
Amount
(USD Million)
Status
TotalEnergies JV Proceeds
300
Funded in SDRA on 03 January 2024
Promoter Preferential Allotment
281
Funded in SDRA on 25 January 2024
Debt Service Reserve Account, Hedge Reserves and Interest on Reserve Account
169
Accumulated balance in Reserve Account
Total
750
આ સાથે જેનો ઉપયોગ માત્ર હોલ્ડકો નોટ્સના રિડેમ્પશન માટે જ થઈ શકે તેવા આ સંપૂર્ણ બોન્ડ રીડેમ્પશન ટર્મ ફિક્સ્ડ ડિપોઝીટ દ્વારા સંબંધિત ખાતામાં સંપૂર્ણપણે અલગ રાખવામાં આવે છે. હોલ્ડકો નોટ્સના ૧લી સપ્ટેમ્બર ૨૦૨૧ના ઓફરિંગ પરિપત્રના પેજ 303 માં આપેલ સારાંશ મુજબ પ્રોજેક્ટ એકાઉન્ટ ડીડના ક્લોઝ 4.6 (b) (i) અનુસાર આ ખાતામાંથી ઉપાડનો ઉપયોગ ફક્ત કોઈપણ સિનિયર ડેટની પુનઃચુકવણી કરવા,વ્હેલી ચૂકવણી કરવા અથવા મુદ્દલ સહિત જે દેવું બાકી છે અને દસ્તાવેજ હેઠળ ચૂકવવાપાત્ર છે તે ખરીદવા માટે કરી શકાય છે. હોલ્ડકો નોટ્સની મેચ્યોરીટી તારીખના ૮ મહિના પહેલા આ બોન્ડ ડીફીઝડ થઈ જાય છે.
USD 1.425 બિલિયન (જેમાં પ્રમોટર્સ દ્વારા USD 1.125 બિલિયનનો પ્રેફરન્શિયલ ઇશ્યુ અને TotalEnergies ના સંયુક્ત સાહસ તરફથી USD 300 મિલિયનનો સમાવેશ થાય છે) ની પુનઃચુકવણીનું અન્ડરપિનિંગ એ સફળ ઇક્વિટી મૂડી વધારવાનો કાર્યક્રમ છે, જે લાંબા ગાળાના રોકાણકારો, વ્યૂહાત્મક ભાગીદારોના ગહન હિતને પ્રતિબિંબિત કરવા સાથે અને અડગ પ્રમોટરની ૨૦૩૦ સુધીમાં ૪૫ ગીગાવોટનું લક્ષ્ય હાંસલ કરવાની AGELની વ્યૂહાત્મક પ્રાથમિકતાઓને પહોંચી વળવાની પ્રતિબદ્ધતા દર્શાવે છે.