લેન્ક્સેસને ઉત્કૃષ્ટ સસ્ટેનેબિલિટી રેટિંગ્સ પ્રાપ્ત થયું

લેન્ક્સેસને ઉત્કૃષ્ટ સસ્ટેનેબિલિટી રેટિંગ્સ પ્રાપ્ત થયું
ડોવ જોન્સ સસ્ટેનેબિલિટી ઈન્ડેક્સ યુરોપમાં પ્રથમ રેન્ક અને વૈશ્વિક સ્તરે ચોથો રેન્ક.
આઈએલએલઈએસજી રેટિંગ્સમાં ગ્રુપ ટોપ- રેટેડ કેમિકલ કંપનીઓમાં.
એમએસસીઆઈઈએસજીએ ચોથી વાર AA રેટિંગને સમર્થન આપ્યું.
ઈકો વાદિસ ખાતે ગોલ્ડ સ્ટેટસ.
મુંબઈ, 30 જાન્યુઆરી, 2025 – લેન્ક્સેસ દ્વારા અનેક સસ્ટેનેબિલિટી રેટિંગ્સમાં ટોચનું સ્થાન હાંસલ કરવામાં આવ્યું છે. ડોવ જોન્સ સસ્ટેનેબિલિટી ઈન્ડેક્સ (ડીજેએસઆઈ) યુરોપમાં આ સ્પેશિયાલ્ટી કેમિકલ્સ કંપનીને 100માંથી 79 પોઈન્ટ સાથે ‘‘કેમિકલ્સ’’માં પ્રથમ રેન્ક પ્રાપ્ત થયો છે. ડીજેએસઆઈ વર્લ્ડમાં લેન્ક્સેસે 4થું સ્થાન હાંસલ કર્યું છે અને હવામાન વ્યૂહરચના, પાણી, કોર્પોરેટ નૈતિકતા, માનવાધિકારો અને પ્રોડક્ટ સ્ટુઅર્ડશિપનાં ક્ષેત્રોમાં પણ સારો સ્કોર પ્રાપ્ત કર્યો છે.
નવેમ્બરમાં રેટિંગ એજન્સી એનએસસીઆઈ ઈએસજી દ્વારા લાગલગાટ ચોથા વર્ષ માટે લેન્ક્સેસને AA રેટિંગનું સમર્થન આપવામાં આવ્યું છે. આ સ્પેશિયાલ્ટી કેમિકલ્સ કંપની ‘‘કોમોડિટી અને ડાઈવર્સિફાઈડ કેમિકલ્સ ઉદ્યોગમાં પણ સર્વોચ્ચ રેટિંગ ધરાવે છે. એસએમસીઆઈ ઈએસજી દ્વારા પર્યાવરણીય, સામાજિક અને શાસન (ઈએસજી)નાં જોખમોનું કંપનીઓ કેટલી સારી રીતે વ્યવસ્થાપન કરે છે તેનું આકલન કરાય છે.
ઉપરાંત નવેમ્બરમાં રેટિંગ એજન્સીએ લેન્ક્સેસનું રેટિંગ A+થી D-ના સ્કેલ પર B- પરથી B પર વધાર્યું છે, જ્યારે કંપનીના પ્રાઈમ સ્ટેટસને પણ સમર્થન આપ્યું છે. આથી લેન્ક્સેસ હવે કેમિકલ ઉદ્યોગમાં ઉત્તમ રેટેડ કંપનીમાં સ્થાન પામી છે. આઈએસએસ ઈએસજી ઉદ્યોગ દીઠ 100 સંકેતકો ધ્યાનમાં લેતી હોય છે.
ઉપરાંત લેન્ક્સેસને ઈકોવાદિસ પાસેથી ગોલ્ડ-લેવલ સસ્ટેનેબિલિટી રેટિંગ પ્રાપ્ત થયું છે. આ સન્માન ઈકોવાદિસ દ્વારા મૂલ્યાંકન કરાતી 1 લાખથી વધુ કંપનીઓમાંથી ટોચની 5 ટકાને જ એનાયત કરાય છે. ઈકોવાદિસ રેટિંગ વેપાર ભાગીદારોની સસ્ટેનેબિલિટી કામગીરીનું આકલન કરવા માટે કંપનીઓ દ્વારા ઉપયોગ કરાય છે.
હવામાન નિષ્ફળતામાં માર્ગ પર
‘‘અમે વિવિધ સસ્ટેનેબિલિટી રેટિંગ્સમાં પ્રાપ્ત કરેલા ઉત્કૃષ્ટ સ્કોર સસ્ટેનેબલ વેપાર વ્યવહારો પ્રત્યે અમારી મજબૂત કટિબદ્ધતા દર્શાવે છે. તે દર્શાવે છે કે અમે પર્યાવરણ, સમાજ અને ઉત્તમ કોર્પોરેશન શાસન પ્રત્યે અમારી જવાબદારીને ગંભીરતાથી લઈએ છીએ,’’ એમ લેન્ક્સેસના બોર્ડ ઓફ મેનેજમેન્ટના સભ્ય હ્યુબર્ટ ફિંકે જણાવ્યું હતું.
લેન્ક્સેસનું લક્ષ્ય 2040 સુધી હવામાન નિષ્પક્ષ ઉત્પાદન અને ઊર્જાનો ઉપયોગ હાંસલ કરવાનું છે. કંપની 2050 સુધી સંપૂર્ણ વેલ્યુ ચેઈન હવામાન નિષ્ફળ બનાવવાનું પણ લક્ષ્ય ધરાવે છે. નામાંકિત વિજ્ઞાન આધારિત લક્ષ્યોની પહેલ અનુસાર લેન્ક્સેસના એકમો ગ્લોબલ વોર્મિંગ 1.5 ડિ.સે. સુધી મર્યાદિત કરવામાં મદદરૂપ થશે.