ગુજરાત

સુરતના બેગમવાડી વિસ્તારમાં શ્રી રાધા માધવ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા રક્તદાન શિબિર યોજાઈ:

સુરતના બેગમવાડી વિસ્તારમાં શ્રી રાધા માધવ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા રક્તદાન શિબિર યોજાઈ:
રક્તદાન શિબિરમાં એકત્રિત કરાયેલ ૧૬૫ યુનિટ રક્ત સ્મીમેર હોસ્પિટલ બ્લડ બેંકમાં અર્પણ કરાયું
સુરત : બેગમવાડી વિસ્તારની શુભ લક્ષ્મી માર્કેટ ખાતે શ્રી રાધા માધવ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ, રજિ. સુરત દ્વારા ચોથી રક્તદાન શિબિર યોજાઈ હતી. ૩૬ કોમના સહયોગથી યોજાયેલા આ સેવાકીય શિબિરમાં રક્તદાતાઓએ સહભાગી બની કુલ ૧૬૫ યુનિટ રક્ત એકત્રિત કરાયું હતું. રક્તદાન શિબિરમાં એકત્રિત કરાયેલ ૧૬૫ યુનિટ રક્ત સ્મીમેર હોસ્પિટલ બ્લડ બેંકમાં અર્પણ કરાયું હતું.
સફળ શિબિરના આયોજન અને વ્યવસ્થાઓમાં ટ્રસ્ટના પ્રમુખ લક્ષ્મી નારાયણ સીમાર, ખજાનચી ભગીરથ સિંહ નાનીવાલ, વરિષ્ઠ ટ્રસ્ટી શિવકુમાર સીમાર તેમજ પૂનમચંદ ભોભરિયા, મૂળચંદ બાલોદિયા, કિશનલાલ ભોભરિયા, છોગાલાલ બાલોદિયા, શ્રવણ કુમાર બાલોદિયા, ગોપાલ ખુડિયા, આનંદ કુમાર ભાટીવાલ, નાનૂરામ નાનીવાલ અને અશોક કુમાર બાલોદિયા સહિત ટ્રસ્ટ પરિવારના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button