ઓટોમોબાઇલ્સ

સેમસંગ દ્વારા ભારતમાં ગેલેક્સી A, M અને F સિરીઝ સ્માર્ટફોન્સ પર આકર્ષક મર્યાદિત સમયગાળાની ડીલ્સ જાહેર કરે છે

સેમસંગ દ્વારા ભારતમાં ગેલેક્સી A, M અને F સિરીઝ સ્માર્ટફોન્સ પર આકર્ષક મર્યાદિત સમયગાળાની ડીલ્સ જાહેર કરે છે
ગુરુગ્રામ, ભારત, 30 એપ્રિલ, 2025 – ભારતની સૌથી વિશાળ કન્ઝ્યુમર ઈલેક્ટ્રોનિક્સ બ્રાન્ડ સેમસંગ આજે મર્યાદિત સમયગાળાની ઓફરના ભાગરૂપે ચુનંદી ગેલેક્સી A, M અને F સિરીઝ સ્માર્ટફોન્સ પર આકર્ષક ડીલ્સની ઘોષણા કરી હતી. 1 મેથી આરંભ કરતાં ગેલેક્સી A55 5G INR 42999 મૂળ કિંમતે હોઈ INR 26999 ખાતે ઉપલબ્ધ થશે. તેના સેગમેન્ટમાં ભારતના નં. 1 વેચાતા સ્માર્ટફોન ગેલેક્સી A35 5G* ફક્ત INR 19999 ખાતે ઉપલબ્ધ થશે. ફોન મૂળ કિંમત INR 33999એ ઉપલબ્ધ થશે.
ગેલેક્સી M16 5G, ગેલેક્સી F16 5G, ગેલેક્સી M06 5G અને ગેલેક્સી F06 5Gમાં પણ ઉત્તમ ડીલ્સ જોવા મળશે. તેના સેગમેન્ટમાં ભારતના નં. 1 વેચાતા સ્માર્ટફોન ગેલેક્સી M16 5G* અને ગેલેક્સી F16 5G, બંનેની મૂળ કિંમત INR 15999 હતી તે હવે INR 10749માં ઉપલબ્ધ થશે. ગેલેક્સી M06 5G* અને F06 5G* – અનુક્રમે એમેઝોન અને ફ્લિપકાર્ટ પર સૌથી વધુ વેચાતા 5G સ્માર્ટફોન્સ ફક્ત INR 8199માં મળી શકશે. ગેલેક્સી M35 5G INR 24499માં લોન્ચ કરાયા હતા તે હવે ફક્ત INR 13999માં મળશે.
ગેલેક્સી A35 5G અને ગેલેક્સી A55 5G
ગેલેક્સી A55 5G અને ગેલેક્સી A35 5G ગૂગલ સાથે સર્કલ ટુ સર્ચ સાથે આવે છે, જે મોબાઈલ AIની વ્યાપ્તિ વધારશે. ગેલેક્સી A55 5G મેટલ ફ્રેમ સાથે આવે છે, જ્યારે ગેલેક્સી A55 5G અને ગેલેક્સી A35 5G આગળ અને પાછળ ગોરિલા ગ્લાસ વિક્ટસ+ પ્રોટેકશનને આભારી હાથમાંથી સરકી જવા પર અને પડી જવા પર પણ ખમતીધર રહે તે રીતે તૈયાર કરાયા છે, જે તેને 2 મીટર સુધી નીચે પડવા પર સહનશીલતા પૂરી પાડે છે અને 4X ઘસારા સામે રક્ષણ પૂરું પાડે છે. આ ડિવાઈસીસ IP67 રેટેડ પણ છે, જેનો અર્થ તે 1 મીટર તાજા પાણીમાં 30 મિનિટ સુધી ખમતીધર રહી શકે છે. તે ધૂળ અને રેતી સામે પ્રતિરોધક તરીકે પણ નિર્માણ કરાયા છે.
ગેલેક્સી A55 5G અને ગેલેક્સી A35 5G તમારો મનોરંજન અનુભવ બહેતર બનાવવા માટે તૈયાર કરાયા છે. બંને ડિવાઈસીસ પર વૈવિધ્યપૂર્ણ ડિસ્પ્લેમાં 6.6-ઈંચ FHD+ સુપર AMOLED ડિસ્પ્લે સાથે ટ્રુ-ટુ-લાઈફ કલર્સની વિશિષ્ટતા છે. 120Hz રિફ્રેશ રેટને કારણે ફાસ્ટ મોશનમાં પણ અત્યંત સહજતાથી સીન- ટુ- સીન રૂપાંતર થઈ શકે છે. ઉપરાંત એડપ્ટિવ રિફ્રેશ રેટ બેટરી કાર્યક્ષમતા મહત્તમ બનાવે છે, જ્યારે વિઝન બૂસ્ટર ઊજળા સૂર્યપ્રકાશમાં પણ વિઝિબિલિટી વધારે છે.

ગેલેક્સી A55 5G, OIS અને 12MP અલ્ટ્રા- વાઈડ કેમેરા સાથે 50MP મેઈન કેમેરા સાથે આવે છે, જ્યારે ગેલેક્સી A35 5G, OIS અને 8MP સાથે 50MP મેઈન કેમેરા સાથે આવે છે. બંનેમાં 5MP મેક્રો કેમેરા પણ છે. ગેલેક્સી A55 5Gમાં 32MP ફ્રન્ટ કેમેરા છે, જ્યારે ગેલેક્સી A35 5G, 13MP ફ્રન્ટ કેમેરા સાથે આવે છે. આટલું જ નહીં, બહેતર નાઈટોગ્રાફી સાથે ગેલેક્સી A55 5G અને ગેલેક્સી A35 5G નબળા પ્રકાશની સ્થિતિમાં પણ સ્પષ્ટ અને વધુ વાઈબ્રન્ટ ફોટો લે છે. ગેલેક્સી A55 5G અને ગેલેક્સી A35 5G એડપ્ટિવ VDIS (વિડિયો ડિજિટલ ઈમેજ સ્ટેબિલાઈઝેશન) અને OISને લીધે 4K સ્ટેબિલાઈઝેશન જેવી વિશિષ્ટતાઓ સહિત અતુલનીય ફોટોગ્રાફી ક્ષમતાઓ પ્રદાન કરે છે, જે ફોટો અને વિડિયોને ઓન-ધ-ગો ફિલ્માંકન કરવા સમયે પણ ક્રિસ્પ રાખે છે.
બંને સ્માર્ટફોન્સ મલ્ટીપલ ઈનોવેટિવ AI એન્હાન્સ્ડ કેમેરા ફીચર્સ સાથે આવે છે, જે તમારી કન્ટેન્ટ ગેમને નવી ઊંચાઈએ લઈ જાય છે. AI પાવર્ડ પોર્ટ્રેઈડ મોડ અને સુપર HDR વિડિયો દરેક ફ્રેમમાં લોકો ઉત્તમ દેખાય તેની ખાતરી રાખે છે, જેથી મિત્રો અને પરિવાર સાથે યાદોને મઢી લેવાનુ ક્યારેય પરફેક્ટ લાઈટિંગ પર નિર્ભર હોતું નથી. ગેલેક્સી A55 5G Exynos 1480 પ્રોસેસર દ્વારા પાવર્ડ છે, જે 4nm પ્રોસેસ ટેકનોલોજી પર નિર્મિત છે, જ્યારે ગેલેસી A35 5G 5nm પ્રોસેસ ટેકનોલોજી પર નિર્મિત Exynos 1380 પ્રોસેસર ધરાવે છે. બંને ગેલેક્સી A55 5G અને A35 5Gમાં 25W ચાર્જિંગ સાથે 5000mAh બેટરી છે, જે 2 દિવસ સુધી બેટરી આયુષ્ય પૂરું પાડે છે.
ગેલેક્સી M16 5G અને ગેલેક્સી M06 5G
ગેલેક્સી M16 5G અને ગેલેક્સી M06 5G સ્ટાઈલ અને અત્યાધુનિક ઈનોવેશન્સનું આકર્ષક સંયોજન છે, જે દરેક ગ્રાહક માટે નવી શક્યતાઓની ખાતરી રાખે છે. ગેલેક્સી M16 5Gમાં સેગમેન્ટ અવ્વલ 6.7” ફુલl HD+ સુપર AMOLED ડિસ્પ્લે ધરાવે છે, જે ઉચ્ચ ગુણવત્તાનો કલર કોન્ટ્રાસ્ટ પૂરો પાડે છે, જે આકર્ષક વ્યુઈંગ અનુભવ આપે છે. બંને સ્માર્ટફોન્સ મિડિયાટેક ડાયમેન્સિટી 6300 પ્રોસેસર દ્વારા પાવર્ડ છે, જે તેમને સહજ મલ્ટીટાસ્કિંગ માટે ઝડપી અને વીજ કાર્યક્ષમ બનાવે છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
preload imagepreload image