શિક્ષા

અભણ માતાપિતા પણ પોતાનાં બાળકોનાં ઘડતરમાં પોતાનાં આચરણ દ્વારા મહત્ત્વપૂર્ણ યોગદાન આપી શકે. – રાજેશ ધામેલિયા

એકલવ્ય સાધના ઉ.બુ. વિદ્યાલય – થવા તા. નેત્રંગ, જિ. ભરૂચ મુકામે વાલીઓ અને વિદ્યાર્થીઓ માટે સેમિનાર યોજાયા

માતૃશ્રી કાશીબા હરિભાઈ ગોટી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા થવા ખાતે સામજિક અને શૈક્ષણિક જાગૃતિ અભિયાન અંતર્ગત એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. સુરતના મોટીવેશનલ સ્પીકર અને ટ્રેનર શ્રી રાજેશભાઈ ધામેલિયાએ 800 જેટલા વાલીઓ સાથે વાર્તાલાપ કરી પોતાના બાળકોનાં અને પોતાનાં સારાં જીવન માટે તેઓ વાલી તરીકે શું ભૂમિકા ભજવી શકે એ અંગે ઉત્કૃષ્ઠ ચર્ચા કરી હતી. 1500 કરતાં પણ વધુ વિદ્યાર્થીઓ સાથે શિક્ષણ, પરીક્ષાઓ અને જીવનલક્ષી ચર્ચા કરી ઉત્તમ દિશા સૂચન અને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. સુરત ટ્રસ્ટ વતી લક્ષ્મણકાકા ઉપસ્થિત રહ્યા હતા. સંસ્થા અને સુરત ટ્રસ્ટના સામૂહિક સહયોગ દ્વારા તમામ વાલીઓ અને વિધાર્થીઓ તથા સ્ટાફ માટે સાત્વિક ભોજનની વ્યવસ્થા પણ કરી હતી. શિક્ષણનો જયાં અભાવ છે એવા વિસ્તારમાં આ ટ્રસ્ટ વૈચારિક પરિવર્તન થકી સામાજિક અને શૈક્ષણિક બદલાવ લાવવા ઉત્તમ પ્રયત્નો કરી રહ્યું છે. પ્રસ્તુત પ્રસંગે સમગ્ર ટ્રસ્ટી મંડળ ઉપસ્થિતિ રહ્યું હતું.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button