ગુજરાત

ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગના અધ્યક્ષ ધર્મિષ્ઠાબેન ગજજરના અધ્યક્ષસ્થાને બાળ અધિકાર સુરક્ષા અંગે સમીક્ષા બેઠક યોજાઈ

ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગના અધ્યક્ષ ધર્મિષ્ઠાબેન ગજજરના અધ્યક્ષસ્થાને બાળ અધિકાર સુરક્ષા અંગે સમીક્ષા બેઠક યોજાઈ

બાળકોને સ્વસ્થ, સુરક્ષિત અને સુશિક્ષિત બનાવવા માટે સૌને સાથે મળીને કાર્ય કરવાનો અનુરોધ કરતા આયોગના અધ્યક્ષ ધર્મિષ્ઠાબેન ગજ્જર

ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગના અધ્યક્ષ શ્રીમતી ધર્મિષ્ઠાબેન ગજજરના અધ્યક્ષસ્થાને સુરત જિલ્લામાં બાળ અધિકાર સંબંધિત વિભાગોના અધિકારીઓ સાથે કામગીરીની સમીક્ષા બેઠક મળી હતી. જિલ્લા કલેકટર કચેરીના સભાખંડમાં યોજાયેલી બેઠકમાં જિલ્લાના વિવિધ વિભાગોએ પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન દ્વારા કરવામાં આવેલી કામગીરીનો ચિતાર રજૂ કર્યો હતો.
બેઠકમાં બાળ અધિકાર સંરક્ષણ આયોગના અધ્યક્ષશ્રીએ કહ્યું કે, આજનું બાળક એ દેશનું ભવિષ્ય છે. બાળકોને સ્વસ્થ, સુરક્ષિત અને સુશિક્ષિત બનાવવા માટે સૌને સાથે મળીને કાર્ય કરવા, બાળકો સાથે સંવેદશીલતા સાથે ફરજ નિભાવવાનો અનુરોધ કરી ઉમેર્યું કે, બાળક એ ઈશ્વરનું નાનકડું રૂપ છે. બાળ અધિકારો માટે ટીમવર્કની ભાવના સાથે કાર્ય કરવા પર ભાર મૂકી તેમણે વિવિધ વિભાગના અધિકારીઓને બાળકોના હિત અને અધિકારો ન છીનવાય તે દિશામાં વધુને વધુ શ્રેષ્ઠ કામગીરી કરવા જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. બાળકોના અધિકારો માટે વધુમાં વધુ જનજાગૃતિ આવે તેવા કાર્યક્રમો હાથ ધરવા જણાવ્યું હતું.
આયોગના સચિવશ્રી ડી.ડી.કાપડીયાએ બાળ સંરક્ષણ આયોગના કાર્યો, રચના, બાળકોના કાયદાઓની માહિતી આપી બાળકોની સુરક્ષા, વિકાસ અને પાર્ટીસીપેશન, સર્વાંગી વિકાસ માટે સૌને સાથે મળીને કાર્ય કરવા જણાવ્યું હતું.
આ સમીક્ષા બેઠકમાં સ્પેશિયલ જુવેનાઈલ પોલીસ યુનિટ દ્વારા જે.જે.એકટ તથા પોકસો એકટ હેઠળ કરવામાં આવેલી કામગીરી રજૂ કરાઈ હતી. જિલ્લા બાળ અધિકારીએ બાલાશ્રમો, ચિલ્ડ્રન હોમ્સ તથા વિવિધ ટ્રસ્ટો દ્વારા બાળકોના પુનર્વસનની કામગીરીનો ચિતાર રજૂ કર્યો હતો. જિલ્લા આરોગ્ય અધિકારીએ બાળઆરોગ્ય, પ્રોગ્રામ ઓફિસરે બાલપોષણ તથા આંગણવાડી કેન્દ્રોની સ્થિતિ, જિલ્લા શ્રમ આયુક્ત અધિકારીએ બાળમજૂરી હેઠળ કરવામાં આવેલી રેસ્ક્યુ અને પુન:સ્થાપનની કામગીરી રજૂ કરી હતી. જયારે જિલ્લા બાળ લગ્ન પ્રતિબંધક અધિકારીએ બાળલગ્ન અટકાયતી પગલાઓ, જિલ્લા શિક્ષણાધિકારીએ રાઈટ ટુ એજયુકેશન એક્ટ, શહેર-જિલ્લામાં આવેલી શાળાઓની વિગતો, ડ્રોપ આઉટ રેશિયો તથા તકેદારી અધિકારીએ આશ્રમશાળા, એકલવ્ય મોડેલ સ્કૂલોમાં અભ્યાસ કરતા બાળકો વિશેની વિગતવાર માહિતી આપી હતી.
આયોગના અધ્યક્ષના હસ્તે જિલ્લામાં શ્રેષ્ઠ દેખાવ કરનારી શાળાઓને પ્રમાણપત્રો એનાયત કર્યા હતા.
બેઠકમાં જિલ્લા કલેકટર ડો.સૌરભ પારધી, જિ.વિકાસ અધિકારી શ્રીમતી શિવાની ગોયલ તથા જિલ્લા શિક્ષણાધિકારી ડો.ભગીરથસિંહ પરમાર, જિલ્લા ગ્રામ્યના ડીવાયએસપી પટેલ, શહેરના એ.સી.પી. કે.એમ.જોસેફ, જિલ્લા પ્રોગ્રામ ઓફિસર રાધિકાબેન ગામીત, મદદનીશ શ્રમ આયુકત એચ. એસ. ગામીત સહિત વિવિધ વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button