સ્પોર્ટ્સ

પ્રથમ મેચમાં ઘર આંગણે હાર્યું પાક.

પ્રથમ મેચમાં ઘર આંગણે હાર્યું પાક.
કરાંચી
ન્યુ ઝિલેન્ડે આઇસીસી ચેમ્પિયન્સ ટ્રોફી 2025 ની પ્રથમ મેચ 60 રને જીતી હતી. કરાચીના નેશનલ સ્ટેડિયમ ખાતે મિશેલ સેન્ટનરની આગેવાની હેઠળ ન્યુ ઝિલેન્ડની ટીમે 50 ઓવરમાં 5 વિકેટ ગુમાવી 320 રન નોંધાવ્યા હતા. જેના જવાબમાં, પાકિસ્તાનની ટીમ 47.2 ઓવરમાં 260 રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું. લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલ પાકિસ્તાનની ટીમે સતત અંતરાલમાં વિકેટ ગુમાવી દીધી હતી. સાઉદ શકેલ 6 અને કેપ્ટન મોહમ્મદ રિઝવાન ત્રણ રન બનાવી શક્યો હતો.. ફખર ઝમાને 41 બોલમાં 24 રન બનાવ્યા હતા. જ્યારે ભૂતપૂર્વ કેપ્ટન બાબર આઝમે 90 બોલમાં 64 રનની મજબૂત ઇનિંગ્સ રમી હતી. શાહેન આફ્રિદીએ 13 બોલમાં 14 રન બનાવ્યા, ખુશદિલ શાહને 49 બોલમાં 69 રન અને હરિસ રૌફ 19 રન નોંધાવી શક્યો હતો. પાકિસ્તાનની ટીમ 47.2 ઓવરમાં 260 રને ઓલઆઉટ થઈ ગયું હતું.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button