શિક્ષા
સાધલીની શ્રવણ સંસ્શાકાર શાળામાં જુઓ કેવી કરાઈ દિવાળીની ઉજવણી

સાધલીની શ્રવણ સંસ્શાકાર શાળામાં જુઓ કેવી કરાઈ દિવાળીની ઉજવણી
શિનોર તાલુકાના સાધલી મુકામે આવેલ શ્રવણ સંસ્કાર વિદ્યાલયના ભૂલકાઓને દિવાળી નું મહત્વ સમજાવીને શાળામાં દિવાળી ઉજવવામાં આવી.
સરકાર દ્વારા શાળાઓમાં દિવાળીના વેકેશનના નામે રજા આપવામાં આવે છે ,તે દિવાળી શું છે અને કેમ ઉજવવામાં આવે છે ,તેનું મહત્વ શ્રવણ સંસ્કાર વિદ્યાલયના શિક્ષકો દ્વારા શાળામાં ભણતા નાના બાળકોને સમજાવીને પ્રેક્ટીકલ સ્વરૂપે બાળકો પાસે રંગોળી, શુભ દિપાવલીના કાર્ડ અને બાળકોના હસ્તે બિન હાનીકારક દારૂખાનું ફોડાવી શાળામાં દિવાળી ઉજવવામાં આવી હતી. આ તમામ બાળકો દ્વારા થયેલ કામગીરી દરમિયાન જવાબદાર શિક્ષકો તેઓની સાથે રહ્યા હતા અને તેઓની ખુશાલીમાં ભાગીદાર બન્યા હતા બાળકોમાં પણ દિવાળી પહેલા શાળામાં ઉજવાયેલા દિવાળી થી આનંદ વ્યાપ્યો હતો.