વ્યાપાર

એમસીએક્સ પર સોનાનો વાયદો રૂ.88,672ના ઓલ ટાઇમ હાઇને સ્પર્શ્યોઃ ચાંદીના વાયદામાં રૂ.842નો ઉછાળો

એમસીએક્સ પર સોનાનો વાયદો રૂ.88,672ના ઓલ ટાઇમ હાઇને સ્પર્શ્યોઃ ચાંદીના વાયદામાં રૂ.842નો ઉછાળો

મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઇન્ડેક્સ ફ્યુચર્સમાં રૂ.61025.9 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી વાયદાઓમાં રૂ.11529.11 કરોડનાં કામકાજ થયાં હતાં. કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.49495.71 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ માર્ચ વાયદો 21176 પોઇન્ટના સ્તરે પહોંચ્યો હતો. કોમોડિટી ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ ટર્નઓવર રૂ.735.59 કરોડનું થયું હતું.

કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાઓમાં રૂ. 8283.78 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ સોનું એપ્રિલ વાયદો 10 ગ્રામદીઠ રૂ.88274ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.88672ના ઓલ ટાઈમ હાઈને સ્પર્શી, નીચામાં રૂ.88257ના મથાળે અથડાઇ, રૂ.88023ના આગલા બંધ સામે રૂ.572ના ઉછાળા સાથે રૂ.88595ના ભાવે ટ્રેડ થઇ રહ્યો હતો. સોનાનો જૂન વાયદો ઊંચામાં રૂ.88,489 અને સોનાનો ઓગસ્ટ વાયદો ઊંચામાં રૂ.90,056ના ઓલ ટાઇમ હાઈને સ્પર્શ્યો હતો. ગોલ્ડ-ગિની માર્ચ વાયદો 8 ગ્રામદીઠ રૂ.454ની તેજી સાથે રૂ.71950 થયો હતો. ગોલ્ડ-પેટલ માર્ચ વાયદો 1 ગ્રામદીઠ રૂ.53 વધી રૂ.9018 થયો હતો. સોનું-મિની એપ્રિલ વાયદો 10 ગ્રામદીઠ રૂ.552ની વૃદ્ધિ સાથે રૂ.88528ના ભાવે ટ્રેડ થઇ રહ્યો હતો.

ચાંદીના વાયદાઓમાં ચાંદી મે વાયદો કિલોદીઠ રૂ.100964ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.101489 અને નીચામાં રૂ.100854ના સ્તરને સ્પર્શી, રૂ.100536ના આગલા બંધ સામે રૂ.842ના ઉછાળા સાથે રૂ.101378 થયો હતો. કિલોદીઠ ચાંદી-મિની એપ્રિલ વાયદો રૂ.814 ઊછળી રૂ.101243 થયો હતો. ચાંદી-માઇક્રો એપ્રિલ વાયદો રૂ.834 ઊછળી રૂ.101244 થયો હતો.

બિનલોહ ધાતુઓમાં રૂ. 1440.74 કરોડનાં કામકાજ થયાં હતાં. કિલોદીઠ તાંબું માર્ચ વાયદો રૂ.2.35 ઘટી રૂ.903.9ના સ્તરે પહોંચ્યો હતો. જસત માર્ચ વાયદો રૂ.3.4 ઘટી રૂ.275.8 થયો હતો. એલ્યુમિનિયમ માર્ચ વાયદો રૂ.1.45 ઘટી રૂ.263.1ના સ્તરે પહોંચ્યો હતો. સીસું માર્ચ વાયદો 5 પૈસા વધી રૂ.183.2ના ભાવે બોલાયો હતો.

એનર્જી સેગમેન્ટમાં રૂ. 1885.96 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ ક્રૂડ તેલ માર્ચ વાયદો બેરલદીઠ રૂ.5876ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.5945 અને નીચામાં રૂ.5871ના મથાળે અથડાઇ, રૂ.5865ના આગલા બંધ સામે રૂ.53 વધી રૂ.5918 થયો હતો. ક્રૂડ તેલ-મિની માર્ચ વાયદો રૂ.50 વધી રૂ.5916 થયો હતો. નેચરલ ગેસ માર્ચ વાયદો એમએમબીટીયુદીઠ રૂ.4.3 ઘટી રૂ.347.1 થયો હતો. નેચરલ ગેસ-મિની માર્ચ વાયદો રૂ.4.2 ઘટી રૂ.347.3ના ભાવે બોલાયો હતો.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button