સાધલી મુકામે પીવાના પાણીમાં દૂષિત પાણી ભળતા રોગચાળો ફાટી નીકળવાની ભીંતિ

સાધલી મુકામે પીવાના પાણીમાં દૂષિત પાણી ભળતા રોગચાળો ફાટી નીકળવાની ભીંતિ
પંચાયત તાત્કાલિક દુરસ્તી કરાવે એવી લોકમાંગ
શિનોર તાલુકાના સાધલી મુકામે કુકસ જવાના મુખ્ય દરવાજા નજીક પીવાના પાણી માટે ટાંકો બનાવેલ છે અને મોટરથી ચાર સોસાયટીઓમાં પાણી પહોંચાડવામાં આવે છે, ત્યાંનો મેઈન વાલ્વ લીકેજ હોવાથી વાલ્વ ની પાસે પાણીના ખાબોચિયા ભરાઈ જાય છે, અને પાણી બંધ થતાં આ ભરાયેલ દૂષિત પાણી પીવાના પાણીની પાઇપલાઇનમાં જતાં રોગચાળો ફેલાવવાની પૂરી સંભાવના છે, તેવી જ રીતના ચાંદની પાર્કમાં ગટર લાઈન હોવા છતાં અમુક રહેવાસીઓ દ્વારા કનેક્શન લીધું નથી અને દુષિત પાણી ખુલ્લામાં છોડવાના કારણે ગંદકી વ્યાપેલ છે. એ પણ રોગચાળાને આમંત્રણ આપવા સમાન છે. પંચાયત તાત્કાલિક દુરસ્તી કરાવે એવી માંગ છે.
સાધલી મુકામે સરદાર નગર, નૂરાની પાર્ક, ગોવિંદ પાર્ક અને સહયોગ પાર્કમાં પીવાનું પાણી પંચાયત દ્વારા હાઇસ્કુલ સામે કુકસ જવાના મેઇન ગેટ પાસે બનાવેલ અંડર ગ્રાઉન્ડ પાણીના ટાંકા માંથી પ્રેશર આપી મોટર દ્વારા આ સોસાયટીઓમાં આપવામાં આવે છે, પરંતુ ટાંકા પાસે આવેલ મુખ્ય વાલ્વ લીકેજ હોવાના કે તૂટી જવાના કારણે આ વાલ્વ પાસે પાણીના ખાબોચિયા ભરાઈ રહે છે, તથા આ ભરાઈ રહેલ કાબોચિયામાં ભૂંડો તથા કુતરાઓ આડોટતા રહેવાથી વધુ ગંદકી થાય છે, અને જ્યારે પાણી બંધ કરવામાં આવે છે ,ત્યારે આ ભરાઈ રહેલ દૂષિત પાણી પીવાના પાણીની પાઇપલાઇનમાં જાય છે .જેના કારણે ભવિષ્યમાં આ વિસ્તારમાં રોગચાળો ફાટી નીકળવાની સંભાવના વિશેષ રહે છે અને લોકોનું આરોગ્ય જોખમાય તેવું બની શકે છે.
આ જ રીતે ચાંદની પાર્ક સોસાયટીમાં ગ્રામ પંચાયત દ્વારા ગટરલાઈટ નાખવામાં આવેલ છે,અને 8 થી 10 કુટુંબો ત્યોં રહે છે, પરંતુ અમુક રહેવાસીઓ દ્વારા ગટર લાઈન નું કનેક્શન લીધું નથી અને તેઓ દ્વારા પાછળ વાળા માં ખુલ્લું દુષિત પાણી છોડવામાં આવે છે, જે ભરાઈ રહેવાના કારણે ભારે ગંદકી વ્યાપેલ છે અને ત્યાં ભૂંડોની વસ્તી વધારે હોય આ કાદવમાં બેસીને વધુ ગંદકી ફેલાવે છે. તેથી આ બાબતે ગ્રામ પંચાયત દ્વારા તાત્કાલિક જે તે રહેવાસીઓસામે પગલાં લઈને ગટરનું કનેક્શન આપે અને આ દૂષિત ગંદકી બંધ કરાવે એવી માંગ છે.