સુરત ખાતે ‘ખેલો ઈન્ડિયા’નું કિક ઓફ

સુરત ખાતે ‘ખેલો ઈન્ડિયા’નું કિક ઓફ
સુરત ડિસ્ટ્રીકટ ફૂટબોલ એસોસિએશન દ્વારા આયોજિત વુમન ફુટબોલ લીગનો શુભારંભ
અંડર-૧૫, અંડર-૧૭ વુમન ફુટબોલ ચેમ્પિયનશિપ લીગને કીક ઓફ કરી ટુર્નામેન્ટને ખુલ્લી મૂકાઈ
ભારત સરકાર પ્રેરિત ‘ખેલો ઈન્ડિયા’નું કિક ઓફ થયું છે. સુરત ડિસ્ટ્રીકટ ફૂટબોલ એસો. દ્વારા સુરત-નેરથાણના ફાઉન્ટન હેડ સ્કૂલ ગ્રાઉન્ડ ખાતે આયોજિત વુમન ફુટબોલ લીગનો શુભારંભ થયો હતો. ‘ખેલો ઈન્ડિયા’ અંતર્ગત ભારત સરકારના મહિલા રમત વિકાસ, સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા અને ઓલ ઈન્ડિયા ફુટબોલ એસો.ના નેજા હેઠળ આયોજિત આ લીગ ચેમ્પિયનશીપમાં અંડર ૧૫ વયજૂથ અને અંડર-૧૭ વયજૂથમાં ૬ ટીમો ભાગ લઈ રહી છે.
ઉદ્દઘાટન સમારોહમાં સાંસદ મુકેશભાઈ દલાલ, ઓલ ઈન્ડિયા બીચ સોકર કમિટિ અને વાઈસ પ્રેસિડન્ટ અને ગુજરાત સ્ટેટ ફુટબોલ એસો.ના ઉપાધ્યક્ષ જિજ્ઞેશ પાટીલ, વોર્ડ નં.૯ના કોર્પોરેટર અને મનપાના પાણી સમિતિના ઉપાધ્યક્ષ કુણાલ સેલ૨, સુરત ડિસ્ટ્રીકટ ફુટબોલ એસો.ના સેક્રેટરી કમલેશ સેલર, હેમુભાઈ રાંદેરિયા સહિત અગ્રણીઓ, ખેલાડીઓ ઉપસ્થિત રહ્યા હતા.
ટુર્નામેન્ટના કન્વીનર વિશાલ સેલર, અનંતભાઈ સારંગ અને સમીર વ્યાસે ટુર્નામેન્ટની વિગતો આપતા જણાવ્યું કે, આ લીગમાં ભાગ લેનાર ટીમો દરેક વૈકલ્પિક દિવસોમાં હોમ અને ડબલ લીગથી દરેક ટીમ ૧૦ મેચ રમશે. ચેમ્પયન ટીમને કેન્દ્ર સરકારની સ્પોર્ટસ ઓથોરિટી તરફથી રૂા.૫૦,૦૦૦/- અને રનર્સઅપ મહિલા ટીમોને રૂા.૩૦,૦૦૦/- ના ઈનામ અર્પણ કરવામાં આવશે.