વ્યાપાર

એમસીએક્સ પર સોનાના વાયદામાં રૂ.197, ચાંદીના વાયદામાં રૂ.78 અને ક્રૂડ તેલમાં રૂ.59ની નરમાઈ

એમસીએક્સ પર સોનાના વાયદામાં રૂ.197, ચાંદીના વાયદામાં રૂ.78 અને ક્રૂડ તેલમાં રૂ.59ની નરમાઈ
કોમોડિટી વાયદાઓમાં રૂ.12860.66 કરોડ અને કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.88032.84 કરોડનું ટર્નઓવરઃ સોના-ચાંદીના વાયદાઓમાં રૂ. 9466.97 કરોડનાં કામકાજઃ બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ વાયદો 21653 પોઇન્ટના સ્તરે
મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઇન્ડેક્સ ફ્યુચર્સમાં રૂ.100893.82 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી વાયદાઓમાં રૂ.12860.66 કરોડનાં કામકાજ થયાં હતાં. કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.88032.84 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ મે વાયદો 21653 પોઇન્ટના સ્તરે પહોંચ્યો હતો. કોમોડિટી ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ ટર્નઓવર રૂ.918.25 કરોડનું થયું હતું.
કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાઓમાં રૂ. 9466.97 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ સોનું જૂન વાયદો 10 ગ્રામદીઠ રૂ.93143ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.93666 અને નીચામાં રૂ.93008ના સ્તરને સ્પર્શી, રૂ.93647ના આગલા બંધ સામે રૂ.197 ઘટી રૂ.93450ના સ્તરે પહોંચ્યો હતો. ગોલ્ડ-ગિની મે વાયદો 8 ગ્રામદીઠ રૂ.157 ઘટી રૂ.75296ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. ગોલ્ડ-પેટલ મે વાયદો 1 ગ્રામદીઠ રૂ.23 ઘટી રૂ.9452ના ભાવે બોલાયો હતો. સોનું-મિની જૂન વાયદો 10 ગ્રામદીઠ રૂ.209 ઘટી રૂ.93450ના ભાવે બોલાયો હતો. ગોલ્ડ-ટેન મે વાયદો 10 ગ્રામદીઠ રૂ.93251ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.93788 અને નીચામાં રૂ.93110ના સ્તરને સ્પર્શી, રૂ.93783ના આગલા બંધ સામે રૂ.149 ઘટી રૂ.93634ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો.
ચાંદીના વાયદાઓમાં ચાંદી જુલાઈ વાયદો કિલોદીઠ રૂ.96650ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.97000 અને નીચામાં રૂ.95912ના સ્તરને સ્પર્શી, રૂ.96767ના આગલા બંધ સામે રૂ.78 ઘટી રૂ.96689ના સ્તરે પહોંચ્યો હતો. કિલોદીઠ ચાંદી-મિની જૂન વાયદો રૂ.82 ઘટી રૂ.96688 થયો હતો. ચાંદી-માઇક્રો જૂન વાયદો રૂ.66 ઘટી રૂ.96691 થયો હતો.
બિનલોહ ધાતુઓમાં રૂ. 1893.18 કરોડનાં કામકાજ થયાં હતાં. કિલોદીઠ તાંબું મે વાયદો રૂ.2.45 વધી રૂ.862.6ના સ્તરે પહોંચ્યો હતો. જસત મે વાયદો રૂ.3.75 વધી રૂ.259.7ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. એલ્યુમિનિયમ મે વાયદો રૂ.3.65 વધી રૂ.243.3ના સ્તરે પહોંચ્યો હતો. સીસું મે વાયદો કોઈ ફેરફાર વગર રૂ.178.4ના ભાવે બોલાયો હતો.
એનર્જી સેગમેન્ટમાં રૂ. 1530.01 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ ક્રૂડ તેલ મે વાયદો બેરલદીઠ રૂ.5384ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.5436 અને નીચામાં રૂ.5354ના સ્તરને સ્પર્શી, રૂ.5430ના આગલા બંધ સામે રૂ.59 ઘટી રૂ.5371ના ભાવે બોલાયો હતો. ક્રૂડ તેલ-મિની મે વાયદો રૂ.61 ઘટી રૂ.5372 થયો હતો. નેચરલ ગેસ મે વાયદો એમએમબીટીયુદીઠ રૂ.4.7 ઘટી રૂ.305.2ના સ્તરે પહોંચ્યો હતો. નેચરલ ગેસ-મિની મે વાયદો રૂ.4.9 ઘટી રૂ.305.2 થયો હતો.
કૃષિચીજોના વાયદાઓમાં મેન્થા તેલ મે વાયદો કિલોદીઠ રૂ.915ના ભાવે ખૂલી, રૂ.1 ઘટી રૂ.913.9 થયો હતો. કોટન ખાંડી મે વાયદો ખાંડીદીઠ રૂ.50 વધી રૂ.54200 થયો હતો.
કામકાજની દૃષ્ટિએ એમસીએક્સ પર સોનાના વિવિધ વાયદાઓમાં રૂ. 6975.92 કરોડ અને ચાંદીના વિવિધ વાયદાઓમાં રૂ. 2491.06 કરોડનાં કામકાજ થયાં હતાં. તાંબાંના વાયદાઓમાં રૂ. 1154.85 કરોડ, એલ્યુમિનિયમ અને એલ્યુમિનિયમ-મિનીના વાયદાઓમાં રૂ. 250.72 કરોડ, સીસું અને સીસું-મિનીના વાયદાઓમાં રૂ. 55.92 કરોડ, જસત અને જસત-મિનીના વાયદાઓમાં રૂ. 431.70 કરોડનાં કામકાજ થયાં હતાં.
ક્રૂડ તેલ અને ક્રૂડ તેલ-મિનીના વાયદાઓમાં રૂ. 852.86 કરોડનાં કામકાજ થયાં હતાં. નેચરલ ગેસ અને નેચરલ ગેસ-મિનીના વાયદાઓમાં રૂ. 677.15 કરોડનાં કામ થયાં હતાં. મેન્થા તેલના વાયદામાં રૂ. 1.75 કરોડનાં કામ થયાં હતાં. કોટન-ખાંડીના વાયદામાં રૂ. 0.20 કરોડનાં કામ થયાં હતાં.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
preload imagepreload image