ગુજરાત

નાના હબીપુરા કોલોનીમાં મગર પાંજરે પુરાયો, રહેવાસીઓએ લીધો રાહતનો શ્વાસ

નાના હબીપુરા કોલોનીમાં મગર પાંજરે પુરાયો, રહેવાસીઓએ લીધો રાહતનો શ્વાસ
શિનોર તાલુકાના નાના હબીપુરા ગામે મગરની બુમ ઉઠતાં વન વિભાગે પાંજરું મૂક્યું હતું.જેમાં આજે મગરને ટીમ દ્વારા પિંજરામાં પૂરવાની સફળતા મળી હતી.
શિનોર તાલુકાના નાના હબીપુરા ગામે કોલોની રહેણાંક વિસ્તાર માં મગર આવતો હતો,અને તલાવડી માં દેખાતો હતો.અને કુતરા નો શિકાર કરતો હતો. જેથી આ કોલોની ના રહેણાંક વિસ્તારના રહેવાસીઓમાં ફફડાટ ફેલાયો હતો.
શિનોર વન વિભાગ ને જાણ કરાતાં વનવિભાગે વાઇલ્ડલાઇફ ટ્રસ્ટ ના ભરતભાઇ મોરે ની ટીમ ને સાથે રાખી મગર ને પકડવા કોલોની નજીક ચાર દિવસથી પાંજરૂ મૂક્યું હતું. અને આજે તારીખ 28 ઓગસ્ટ વહેલી સવારે શિનોરના વનવિભાગ ના RFO ચિરાગ માછી સહિત તેઓ ની ટીમ તથા , વાઇલ્ડ લાઇફ ટ્રસ્ટ ના વોલિએન્ટર ભરતભાઈ મોરે અને તેઓની ટીમ ને આ મગર પાંજરે પુરાવામાં સફળતા મળી. આશરે પાંચ ફૂટના પિંજરે પુરાયેલા આ મગરને જોવા માટે ગ્રામજનો ઉમટી પડ્યા હતા. અને મગર પાંજરે પુરાતો નાના હબીપુરા ગામની કોલોની વિસ્તારના લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. વાઇલ્ડ લાઇફ ટ્રસ્ટના વોલિએન્ટર ભરતભાઈ મોરે તથા ટીમ દ્વારા આ મગરને વન વિભાગને સુપ્રત કરાયો હતો, અને વન વિભાગ દ્વારા આ મગરને નર્મદા નદીમાં છોડી દેવામાં આવેલ છે.
શિનોર તાલુકામાં આવા કોઈપણ પ્રસંગોમાં વાઇલ્ડ લાઇફ ટ્રસ્ટ ના ભરત મોરે તથા તેમની ટીમ તેઓને ખબર મળતાં તુરત સેવામાં હાજર રહે છે. તેઓને જોઈને અવાખલ ના સ્વ.અશોક પટેલ જેવો તેમની ટીમમાં સદાય એકટીવ હતા, તેમની યાદ આવે છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button