સુરતમાં વસતા તેલંગાણાવાસીઓ દ્વારા બતુકંમાં તહેવારની ઉજવણી કરાઇ

સુરતમાં વસતા તેલંગાણાવાસીઓ દ્વારા બતુકંમાં તહેવારની ઉજવણી કરાઇ
બતુકંમાં તહેવાર તેલંગાણા રાજ્યમાં ઉજવાતો એક મહત્વનો લોક તહેવાર છે, જે ખાસ કરીને મહિલાઓને સમર્પિત છે. બથુકંમા શબ્દનો અર્થ છે “જીવન દેવી,” અને તે દેવીની પૂજા માટે આ તહેવાર ઉજવવામાં આવે છે. આ તહેવાર નવરાત્રિ દરમ્યાન ઉજવાય છે અને લગભગ નવ દિવસ ચાલે છે. બથુકંમા ઉજવણી અમાસથી શરૂ કરીને આઠમી દિવસ એટલે કે દુરગાષ્ટમીના રોજ પૂર્ણ થાય છે.
બથુકંમા તહેવાર દરમિયાન મહિલાઓ વિવિધ રંગબેરંગી ફૂલોને હાર અને ફૂલોના ટોકરીઓ બનાવે છે, જેને બથુકંમા કહેવામાં આવે છે. આ બથુકંમાને ઘરના આંગણામાં કે મેદાનમાં મૂકીને તેની આસપાસ મહિલાઓ રાસ-ગરબા જેવી નૃત્ય અને ગીતો દ્વારા ભક્તિ વ્યક્ત કરે છે.
આ તહેવાર કૃષિ અને પ્રકૃતિના મહત્વને દર્શાવે છે, સુરતમાં વસતા તેલંગાણાના લોકો આ તહેવારને ખુશહાલ જીવન અને કુદરત સાથેના સ્નેહના રૂપમાં ઉજવે છે.
તહેવારના અંતમાં બથુકંમાને નજીકની જળાશયમાં વિસર્જિત કરવામાં આવે છે, જે પ્રકૃતિ સાથેના માનવના સમન્વયનું પ્રતીક છે.