સાંસ્કૃતિક રક્ષા સમિતિ સંચાલિત શ્રી માધવ ગૌશાળાને પ્રસંશાપત્ર એનાયત

સાંસ્કૃતિક રક્ષા સમિતિ સંચાલિત શ્રી માધવ ગૌશાળાને પ્રસંશાપત્ર એનાયત
સુરત મહાનગર પાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલ સ્થિત બ્લડ બેંક માં રકતદાન શિબિર આપનાર સંસ્થાઓમાં સાંસ્કૃતિક રક્ષા સમિતિ સંચાલિત શ્રી માધવ ગૌશાળા એન્ડ એનિમલ હોસ્ટેલ વર્ષ ૨૦૨૨ માં પ્રથમ સ્થાને અને વર્ષ ૨૦૨૩ માં બીજા સ્થાને આવી હતી.
આજ રોજ પોલિસ કમિશ્નર શ્રી અનુપમસિંહ ગેહલોતે સાહેબ અને ડેપ્યુટી મેયર શ્રી ડો નરેન્દ્ર પાટીલની ઉપસ્થિતમાં સ્મીમેર હોસ્પિટલ ખાતે સુરત મહાનગર પાલિકા આયોજિત શિલ્ડ તથા પ્રશંસાપત્ર એનાયત કાર્યક્રમમાં રકતદાન શિબિર આયોજિત કરનાર સંસ્થાઓને સન્માનિત કરી પ્રસંશાપત્ર એનાયત કરવામાં આવ્યા હતા. સાંસ્કૃતિક રક્ષા સમિતિ ના અધ્યક્ષ આશિષ સૂર્યવંશી એ જણાવેલ કે, અમારી સંસ્થા દ્વારા ઘણા વર્ષોથી વિવિધ બ્લડ બેંકો મારફતે રકતદાન શિબિર નું આયોજન કરતા આવે છે, જેમાં સ્મીમેર હોસ્પિટલ બ્લડ બેંકમાં અમારી સંસ્થા દ્વારા વર્ષ ૨૦૨૨ માં સૌથી વધુ બ્લડ યુનિટ દાન કરવામાં પ્રથમ સ્થાન અને વર્ષ ૨૦૨૩ માં બીજુ સ્થાન પ્રાપ્ત થયું હતું જેથી અમારી સંસ્થાના આગેવાનોને પ્રસંશાપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.