એન્ટરટેઇનમેન્ટ
ગરબા અને ડાયરા સહિત વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા

વરાછા સ્થિત ઉમિયાધામ ખાતે CRPFની ૬૦ મહિલા બાઈકર્સ ટીમ ‘યશસ્વિની’ અને રમત ગમત ક્ષેત્રે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર દિકરીઓનો સન્માન સમારોહ યોજાયો
સુરત:ગુરુવાર: વરાછા સ્થિત ઉમિયાધામ ખાતે કેન્દ્ર સરકારના ‘બેટી બચાવો, બેટી પઢાવો’ અભિયાન અંતર્ગત મહિલા અને બાળ વિકાસ વિભાગની કચેરી-સુરત દ્વારા CRPFની ૬૦ મહિલા બાઈકર્સની ટીમ ‘યશસ્વિની’નું તેમજ રમત ગમત ક્ષેત્રે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર દિકરીઓના સન્માન સમારોહનું આયોજન થયું હતું. જેમાં પદ્મશ્રી મથુરભાઈ સવાણી અને CRPF અધ્યક્ષ સહિતના મહાનુભાવોના હસ્તે મહિલા બાઈકર્સને સત્યમેવ જયતેનો મોમેન્ટો અને રમત ગમત ક્ષેત્રે સિધ્ધી મેળવનારી દિકરીઓને સન્માન પત્ર આપવામાં આવ્યું હતું. સાથે જ ડાયરા અને ગરબા સાથે સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરાયું હતું.