શિનોર તાલુકા કક્ષાનો માતા યશોદા એવોર્ડ આંગણવાડી વર્કર તથા તેડાગરને એનાયત

શિનોર તાલુકા કક્ષાનો માતા યશોદા એવોર્ડ આંગણવાડી વર્કર તથા તેડાગરને એનાયત
સાધલી તથા શિનોર તાલુકાનું ગૌરવ વધારતા આંગણવાડી વર્કર તથા તેડાગર
સંકલિત બાળ વિકાસ સિવાય યોજના હેઠળ શિનોર તાલુકા કક્ષાનો માતા યશોદા એવોર્ડ સાધલી આંગણવાડીના વર્કર તથા તેડાગરને મળતાં સાધલી તથા શિનોર તાલુકાનું ગૌરવ વધેલ છે.
ગુજરાત સરકાર દ્વારા સંકલિત બાળ વિકાસ સેવા યોજના હેઠળ આંગણવાડી વર્કર તરીકે શ્રેષ્ઠ સેવા કરવા બદલ સાધલી આંગણવાડી વર્કર આશાબેન સોલંકી તથા તેઓના તેડાગર દીપીકા જાદવને શિનોર તાલુકા કક્ષાનો માતા યશોદા એવોર્ડ મહિલા અને બાળ કલ્યાણ વિભાગ ગુજરાત સરકાર દ્વારા, વડોદરા જિલ્લા પંચાયત મુકામે આપવામાં આવેલ છે. આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ ગાયત્રીબા મહિડા, જિલ્લા વિકાસ અધિકારી મમતા હિરપરા, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર મીનાક્ષીબેન ચૌહાણ, પ્રોગ્રામ ઓફિસર સાવિત્રીબેન સહિત મહાનુભાવો હાજર રહ્યા હતા.



