સિઝનની પ્રથમ કેસર કેરીના 1200 બોક્સ એરકાર્ગોમાં લંડનમાં 12 નંગ કેરીનું બોક્સ 1700, જ્યારે કેનેડામાં ૨૩૦૦ રૂપિયાના ભાવે વેચાશે

તાલાલાવિસ્તારની ખુશ્બુદાર કેસર કેરીનો સ્વાદ યુનાઈટેડ કિંગડમ અને કૅનેડા સુધી પહોંચી જશે
આપેલા વિગત પ્રમાણે તાલાલા છે. પંથકની મધમીઠી ખુશ્બુદાર માર્કેટિંગ યાર્ડ સંચાલિત એપીડા માન્ય
તાલાલા કેસર કેરીનો સ્વાદ આ વર્ષે પણ પેક હાઉસમાં ખુશ્બુદાર કેસર કેરીનું વિદેશમાં વસવાટ કરતા કેસર કેરી પ્રેમીઓ હોંશે હોંશે માણશે. તાલાલા માર્કેટીંગ યાર્ડ સંચાલિત એમપીડા માન્ય પેક હાઉસમાં પ્રોસેસ થયા બાદ 12 નંગ ભરતીવાળા ત્રણ કિલો વજનના આકર્ષક બોક્સ પેકીંગમાં તૈયાર થયેલા 400 બોક્સ કેનેડા તથા 800 બોક્સ યુ.કે માટે તાલાલા ગીરથી અમદાવાદ જવા રવાના થયા છે.
અમદાવાદથી બુધવારે એર કાર્ગો મારફત દેશના સિમાડા ઓળંગી કેનેડા અને યુ.કે પહોંચશે. એમપીડા માન્ય પેક હાઉસના સંચાલક દીપક ચાંદેગરાએ
ગ્રેડીંગ, વોશીંગ, હોટ વોટર ટ્રીટમેન્ટ, રાયપનીંગ, સોર્ટીંગ, પેકીંગ, પ્રિ-કુલીંગ, સ્ટફીંગ કરી વિદેશમાં મોકલવા માટે આકર્ષક બોક્સમાં તૈયાર કરવામાં આવી
કેસર કેરીની સિઝનના પ્રારંભે તાલાલા પંથકમાં આગોતરા કેરીના પાકમાંથી તૈયાર થયેલા ખુશ્બુદાર કેસર કેરીના 1200 બોક્સનો પ્રથમ જથ્થો રવાના થયો છે. જે અમદાવાદ એરપોર્ટ ઉપરથી લંડન-કેનેડા જવા રવાના થશે. તાલાલા પંથકનું અમૃતફળ કેસર કેરી લંડનની બજારમાં એક બોક્સ 17 પાઉન્ડ એટલે કે ભારતની કરન્સી પ્રમાણે રૂ.1700માં વેંચાણ થશે. જ્યારે કેનેડામાં 37 કેનેડીયન ડોલરમાં વેચાણ થશે જે ભારતની કરન્સી પ્રમાણે રૂ.2300 થાય છે. આગામી દિવસોમાં કેસર કેરીનો વધુ જથ્થો વિદેશમાં જવા રવાના થશે.
સિઝનની પ્રથમ કેસર કેરીના 1200 બોક્સ એરકાર્ગોમાં લંડનમાં 12 નંગ કેરીનું બોક્સ 1700, જ્યારે કેનેડામાં ૨૩૦૦ રૂપિયાના ભાવે વેચાશે