પ્રાદેશિક સમાચાર

તમે બોટલનું જે પાણી પીવો છે તે શુદ્ધ છે ખરું?

તમે બોટલનું જે પાણી પીવો છે તે શુદ્ધ છે ખરું?

જુના સિનેરસીકોને યાદ હશે મનોજકુમારનું પહેચાન ચિત્ર આવ્યું હતું.ફિલ્મમા ગામડિયો મનોજ શહેરમાં આવે છે.પહેલા પાણીની લારીઓ હતી તે આપને ૨૫ પૈસામા ઠંડા પાણીનો એક ગ્લાસ પાણી આપતી હતી.યાદ છે કે ભુલી ગયા? મનોજ તરસ લાગતા આવી પાણીની લારી પર આવી ચાર ગ્લાસ પાણી પીને ચાલવા માંડે છે.પાણીવાલો મનોજને બુમ પાડે છે કે ભાઈ પૈસા તો દેતે જાવ.મનોજ પૂછે છે કે ભાઈ શાના પૈસા? લારીવાલો મનોજને કહે છે પાણીના પૈસા મનોજ આશ્રયચકિત થઈ જાય છે પાણીના કોઈ પૈસા લેતું હશે?

આજે આપને મફત મળતું પાણી ૨૦ રૂપિયાની બોટલ લઈને પીએ છીએ.કોઈને એમ થાય છે કે પાણીના પૈસા કઈ લેવાતા હશે? તરસ્યાને પાણી પીવડાવવું કેટલું પુણ્યનું કામ છે.

આ ધરતી પર ૭૫ ટકા પાણી છે તે પણ મફત છે અમુક વ્યક્તિઓ બનાવટી કાગળ પર ઊભી કરી પાણીનો વેપાર કરી રહ્યા છે એક પ્લાસ્ટિકની બોટલમાં પાણી ભરી ૨૦ રૂપિયામા એક બોટલ પાણી વેચી રહ્યા છે.આપને હોટલમાં કે બીજી કોઈ જગ્યા પર નાસ્તો કરવા કે જમવા જઈએ તો આપનને પીવાનું શુદ્ધ પાણી પૂરું પાડવાની એમની ફરજ છે પણ હવે આ પાણીની બોટલોનો વેપાર વરસમાં કરોડો કમાઈ આપે છે સુરતમાં મળતા મસ્તીપાણી બિસલેરીપાણી એકવા પાણી દાવત પાણી સિગ્નેચર પાણી નામની અલગ અલગ કંપનીઓ કાગળ પર ઊભી કરી લાખો કરોડો રૂપિયાનું ટર્નઓવર કરી રહ્યા છે.આ જ પાણી કુદરત આપણને વરસોથી મફત આપે છે અને એક માણસે એને વેપાર બનાવી દીધો.

પૈસા કમાવવા માટે અલગ અલગ નામની બનાવટી બ્રાન્ડો ખોલી જે પાણી કુદરત આપને મફત આપે છે એને પ્લાસ્ટિકની બોટલમાં ભરી અંદાજે ૧૦ રૂપિયામા આપે છે અને આજ બોટલને ચાહ નાસ્તા પાનના ગલ્લા હોટલ રેસ્ટોરન્ટવાલા ૨૦ રૂપિયામા એક વેચે છે.સરેરાશ આંકડો કરોડો ઉપર જાય એમ છે.

આવી કંપનીઓ બઁધ કરવાની સરકારની ફરજ છે.પહેલા પાણી પીવડાવવું એક સારુ પુણ્યનું કામ ગણાતું હતું હવે આપને એક પાણીની બોટલના ૨૦ વીસ રૂપિયા હસતા હસતા ચૂકવીએ છીએ અને આપના પેટનું પાણી પણ હલતું નથી

એક બાજુ સરકાર પાણી બચાવોના નારા લગાવે છે બીજી બાજુ કરોડો લીટર પાણી બોટલોમા પેક થઈ વેચાઈ રહ્યું છે.

આપનો ધર્મ કહે છે કે તરસ્યાને પાણી અને ભૂખ્યાને ભોજન પહેલા આપો આનાથી મોટુ પુણ્યનું કામ એક પણ નથી.હું સરકાર અને સુરત મહાનગર પાલિકાને અપીલ કરું છું કે મેટ્રો નહી આપો તો ચાલશે પણ સુરતની ગલી ગલીઓમા પહેલા જેવી મફત શુદ્ધ શીતલ પાણી પૂરું પાડતી પાણીની પરબો ફરી શરૂ કરો.પહેલા આપણને તરસ લાગે તો પરબ પર પાણી પીવા જતા હતા શુદ્ધ શીતલ ઠંડુ પાણી જેટલાં ગ્લાસ પીવું હોય એટલા ગ્લાસ પાણી મળતું હતું.હવે ભેળસેળવાલુ પાણી ૨૦ રૂપિયામા બોટલ મજબુરીમા ખરીદવી પડે છે એ આપની મોટી કમનસીબી છે.ફેબ્રુઆરીમા જ ગરમી રેકોડ તોડી રહી છે તો માર્ચ એપ્રિલ મે મહિનાની ૪૫ ડિગ્રી ગરમીમા પાણી વગર આપનું શું થશે?

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button