વ્યાપાર

અદાણી એનર્જી સોલ્યુશન્સ માટે નાણા-વર્ષ 24 સંગીન પ્રદર્શન સાથે પૂર્ણ થયું 

  • અદાણી એનર્જી સોલ્યુશન્સ માટે નાણા-વર્ષ 24 સંગીન પ્રદર્શન સાથે પૂર્ણ થયું 
  • નાણા વર્ષ- 24માં કામકાજની આવક 17% વધીને રૂ.14,217 કરોડ  
  • સમગ્ર વર્ષમાં ઓપરેશનલ EBITDA 7% વધીને રૂ. 5,695 કરોડ 
  • વાર્ષિક ધોરણે તુલનાત્મક PAT 12% વધી રૂ.1,197 કરોડ
  • અંતિમ ક્વાર્ટરમાં વાર્ષિક ધોરણે આવક 17% વધી હતી
  • અને EBITDA 4% વધી રૂ.1,769 કરોડ વધુ રહ્યો

 

વર્ષ દરમિયાન શરુ કરાયેલ વારોરા-કુર્નૂલ, કરુર, ખારઘર-વિક્રોલી અને ખાવડા-ભુજ ટ્રાન્સમિશન લાઈનો અને મુંબઈ વિતરણ વ્યવસાયમાં ઉર્જા વપરાશમાં વધારા જેવા પરિબળોના પરિણામે આવકમાં 17%ની વૃદ્ધિ,

કંપનીએ ભારતના ત્રણ રાજ્યોમાં ફેલાયેલી 1,756 ckm ની 765 kV વારોરા-કુર્નૂલ લાઇન (WKTL), 400 kV ખારઘર વિક્રોલી લાઇન (KVTL) સાથે કેટલાક સૌથી પડકારજનક અને જટિલ ટ્રાન્સમિશન ઇન્ફ્રાસ્ટ્રક્ચરને કાર્યરત કરીને પ્રોજેક્ટ વિકાસની દૃષ્ટિએ આગળ વધી છે. મુંબઈની ગ્રીડ કનેક્ટિવિટીને નોંધપાત્ર રીતે વધારતી, 765 kV ખાવડા ભુજ (KBTL) લાઇનને ખાવડા રીન્યુએબલ એનર્જી પાર્ક સાથે જોડીને પ્રથમ ક્રિટિકલ લિંક સ્થાપિત કરી છે.

ટ્રાન્સમિશન ક્ષેત્રમાં કંપનીએ તેની પાઇપલાઇનમાં KPS – 1 (ખાવડા પૂલિંગ સ્ટેશન), ખાવડા ફેઝ-III ભાગ-A અને બહુવિધ લાઇનમાં આ વર્ષે અનેકવિધ પ્રોજેક્ટ ઉમેર્યા છે.

નાણા વર્ષ-24માં સમગ્ર દેશમાં મજબૂત માંગના વલણોને અનુરૂપ અદાણી ઇલેક્ટ્રિસિટી મુંબઈમાં ઊર્જાની માંગ (વેચાણ થયેલા યુનિટ) 9.4% વધીને 9,916 મિલિયન યુનિટ્સ થઈ.

99.9ના સ્કોર સાથે અદાણી ઈલેક્ટ્રિસિટી મુંબઈએ યુટીલિટીમાં 2023 માટે DISCOMsની ઇન્ટેગ્રેટેડ રેટીંગ્સ (વીજ મંત્રાલય, મેકેન્સી, PFCના સંયુકત અભ્યાસ) ની 12મી આવૃત્તિમાં સતત બીજા વર્ષે પ્રથમ ક્રમે છે અને નાણા વર્ષ-24ના અંતે પાવર મિક્ષમાં 35% યોગદાને તેના પાવર મિક્ષમાં રીન્યુએબલના હિસ્સાએ મુંબઇને વિશ્વના ટોચના મહાનગરોમાં ટોચના સ્થાને પ્રસ્થાપિત કર્યું છે.

સ્માર્ટ મીટરિંગ વ્યવસાયના ક્ષેત્રમાં રૂ. 27,195 કરોડની આવકની સંભાવના સાથે ઓર્ડર બુક વધુ 22.8 મિલિયન સ્માર્ટ મીટર સુધી વિસ્તરી છે. મીટર લગાવવાની કામગીરી સારી રીતે આગળ વધી રહી છે

 

અમદાવાદ, ૩૦ એપ્રિલ૨૦૨૪: વૈશ્વિક સ્તરે વૈવિધ્યસભર અદાણી પોર્ટફોલિયોનો એક ભાગ અને વધતા સ્માર્ટ મીટરિંગ પોર્ટફોલિયો સાથે ભારતની સૌથી મોટી ખાનગી ટ્રાન્સમિશન અને વિતરણ કંપની અદાણી એનર્જી સોલ્યુશન્સ લિ. (AESL)એ 31 માર્ચ-2024ના પૂરા થયેલા ત્રિમાસિક અને સમગ્ર વર્ષ માટેના તેના નાણાકીય અને ઓપરેશનલ કામગીરીના પ્રદર્શન આજે ઘોષિત કર્યા છે.. કંપનીના મેનેજીંગ ડાયરેક્ટર શ્રી અનિલ સરદાનાએ જણાવ્યું હતું કે વીજ લાઈનો શરૂ કરવામાં AESLની સતત પ્રગતિ, ઉર્જાની મજબૂત માંગ સાથે અને હિતના ક્ષેત્રોમાં બજારની તકોને પારખીને તેનો ઉપયોગ કરવાની કંપનીની ક્ષમતા વિકાસને આગળ ધપાવી રહી છે અને ભારતમાં ઊર્જા સંક્રમણમાં કંપનીને અગ્રસ્થાને મૂકી છે. તેમણે જણાવ્યું કે નિર્ણાયક ટ્રાન્સમિશન ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવવા, નવીનીકરણીય સ્થળાંતરની સુવિધા અને વર્તમાન ગ્રીડને મજબૂતી બક્ષવા માટે અમારા યોગદાન પર અમે ગર્વ અનુભવીએ છીએ. તેમના તાજેતરના મૂલ્યાંકનમાં Sustainalytics તરફથી 25.3 ના ESG સ્કોરે અમને ટોચની 20 ઇલેક્ટ્રિક યુટિલિટીઓમાંની એક તરીકે સ્થાન આપીને વૈશ્વિક અને ઉદ્યોગની સરેરાશને વટાવવામાં મદદ કરી છે. જે પર્યાવરણીય અસર ઘટાડવા અને ટકાઉ પ્રથાઓને પ્રોત્સાહન આપવા માટેના કંપનીના અતૂટ સમર્પણને દર્શાવે છે એમ શ્રી સરદાનાએ કહ્યું હતું.

Q4 FY24 Highlights:

Consolidated Financial Performance (Rs crore)

Particulars

Q4 FY24

Q4 FY23

YoY %

FY24

FY23

YoY %

Revenue

3,560

3,031

17.4%

14,217

12,149

17.0%

Total EBITDA

1,769

1,706

3.7%

6,322

6,101

3.6%

Operating EBITDA

1,619

1,570

3.1%

5,695

5,341

6.6%

Net Profit

381^

440#

-13.3%

1,195^

1,281#

-6.7%

Comparable PAT (ex one-time)

387

419

-7.6%

1,197

1,071

11.7%

Cash Profit (ex one-time)

958

956

0.2%

3,212

3,201

0.3%

 

(Note: Total EBITDA = Operating EBITDA plus other income, one-time regulatory income, adjusted for CSR exp.; Cash profit calculated as PAT + Depreciation + Deferred Tax + MTM option loss;) #Includes one-time regulatory income and provision of Rs 21 crores (net-off tax) in Q4FY23 and one-time regulatory income and provision of Rs 210 crores (net-off tax) in FY23. ^Includes one-time bilateral charge and provision of Rs 6 crores in Q4FY24 and Rs 1 crores of net impact from one time income, provision, and tax on dividend income

આવક: નવી કાર્યરત ટ્રાન્સમિશન અસ્કયામતોના યોગદાન, ઉત્તર કરણપુરા અને MP-II પેકેજ લાઇનમાં ઘટકોના કાર્યાન્વયન અને ઉર્જાના વધુ વપરાશને કારણે મુંબઈ અને મુન્દ્રા ખાતે વિતરણનો વ્યવસાયના વીજ યુનિટના વેચાણમાં વધારાને કારણે આવકમાં 17% ની બે આંકડાની વૃદ્ધિ જોવા મળી છે.

નાણા વર્ષ- 24માં કાર્યાન્વિત મુખ્ય ટ્રાન્સમિશન પ્રકલ્પો:

રાષ્ટ્રીય ગ્રીડને મજબૂત કરવા અને પશ્ચિમ અને દક્ષિણ પ્રદેશો વચ્ચે 4,500 મેગાવોટ પાવરના સીમલેસ ફ્લો અને રિન્યુએબલ એનર્જી સ્ત્રોતોના કાર્યક્ષમ સંકલન માટે દક્ષિણ પ્રદેશની ગ્રીડને મજબૂતી બક્ષતી સૌથી મોટી 765 kV ક્ષમતાની વારોરા-કુર્નૂલ ટ્રાન્સમિશન લાઇન કાર્યરત કરી.

ગુજરાતના ખાવડાની 217 સર્કિટ કિલોમીટર સાથેની 765 kV KBTL (ખાવડા ભુજ લાઇન) લગભગ 3 GW નવીનીકરણીય ઉર્જા બહાર કાઢવામાં મદદ કરશે. આ પ્રકલ્પ દેશના સૌથી મોટા સોલર અને વિન્ડ ફાર્મ પૈકીના એકને આકાર આપવામાં મદદ કરશે

400 kVની ક્ષમતાની ખારઘર-વિક્રોલી ડબલ સર્કિટ ટ્રાન્સમિશન લાઇન કાર્યરત કરવા સાથે મુંબઈમાં સૌપ્રથમ હાઈ વોલ્ટેજ 400 kV જોડાણ સ્થાપિત કર્યું પરિણામે મુંબઈમાં વધારાની 1,000 મેગાવોટ વીજળી લાવવામાં સક્ષમ થતાં આમ શહેરની ઝડપથી વધતી વીજળીની માંગને કંપની પહોંચી વળશે.

તમિલનાડુમાં 400/230 kV, 1000 MVA પૂલિંગ સ્ટેશન અને સંકળાયેલ ટ્રાન્સમિશન લાઇનની સ્થાપના કરીને કરુર ટ્રાન્સમિશન લિમિટેડ (KTL) પ્રકલ્પ સંપ્પન કર્યો

પોર્ટફોલિયો સ્તરે 99.6% ની મજબૂત ટ્રાન્સમિશન સિસ્ટમ ઉપલબ્ધતા

ઉર્જાના વપરાશમાં 9.4% જેટલા વધારા સાથે AEML, મુંબઈના વિતરણ વ્યવસાયે તેના વીજ વિતરણ વ્યવસાયમાં વૃધ્ધિ કરી છે. તેણે પોતાના ટુંકા ઇતિહાસમાં 5.29% ની સૌથી ઓછી વિતરણ ખોટ નોંધાવવા સાથે નવા ગ્રાહકો ઉમેર્યા, જે વિશ્વસનીય અને પોસાય તેવા વીજ પુરવઠાને કારણે વપરાશકારોનો આંક 3.18 મિલિયનના આંકને આંબી ગયો છે.

EBITDA:

વરોરા-કુર્નૂલ, કરુર, ખારઘર-વિક્રોલી અને MP-II લાઇનમાંથી આવકમાં વધારાના યોગદાન અને વિતરણ વ્યવસાયમાંથી સતત નિયમન કરાયેલ EBITDA ક્વાર્ટર માટે ઓપરેશનલ EBITDA 3% વધીને રૂ.1,619 કરોડ થયો છે. સમગ્ર વર્ષ માટે ઓપરેશનલ EBITDA 7% વધીને રૂ.5,695 કરોડ થયો છે. ટ્રાન્સમિશન બિઝનેસ ઉદ્યોગના અગ્રણી EBITDA માર્જિનને 91% સતત જાળવી રાખ્યો છે.

છેલ્લા ક્વાર્ટરમાં રૂ1,769 કરોડનો કુલ EBITDA અને નાણાકીય વર્ષ-24માં 4% વધતા રૂ.6,322 કરોડ

PAT: નાણાકીય વર્ષ-24માં રૂ.1,197 કરોડનો તુલનાત્મક PAT 12% વધુ હતો. ગત વર્ષે નિયમનકારી આવક અને જોગવાઈઓથી PATની રૂ.210 કરોડ (નેટ-ઓફ ટેક્સ) ની ચોખ્ખી વન-ટાઇમ સકારાત્મક અસર રહી હતી.

 

 

Segment-wise Financial Highlights: (Rs crore)

Segment

Particulars

Q4 FY24

Q4 FY23

YoY %

FY24

FY23

YoY%

Transmission

Op Revenue

1,164

920

26.6%

4,045

3,557

13.7%

Op EBITDA

1,059

832

27.4%

3,688

3,243

13.7%

PAT

297

222

33.9%

965

1,155

-16.5%

Comparable PAT

303

201

50.9%

1,033

946

9.2%

Distribution (AEML Mumbai and MUL)

Op Revenue

2,396

2,111

13.5%

10,173

8,592

18.4%

Op EBITDA

559

738

-24.2%

2,007

2,098

-4.3%

PAT

84

218

-61.4%

231

126

84.0%

Comparable PAT

84

218

-61.4%

164

126

30.5%

 

 

Segment-wise Key Operational Highlights:

Particulars

FY24

FY23

Change

Transmission business

 

 

 

 

 

 

Average Availability (%)

99.6%

99.7%

In line

Transmission Network Added (ckm)

1,244

1,704

Lower

Total Transmission Network (ckm)

20,509

19,779

Higher

Distribution business (AEML)

 

 

 

 

 

 

Supply reliability (%)

99.99%

99.99%

In line

Distribution loss (%)

5.29%

5.93%

Lower

Units sold (MU’s)

9,916

9,062

Higher

 

ટ્રાન્સમિશન:

કામકાજના પરિમાણોની દ્રષ્ટીએ આ એક સંગીન વર્ષ હતું, જેની સરેરાશ સિસ્ટમ ઉપલબ્ધતા 99.6%થી વધુ હતી. આ મજબૂત લાઇનની ઉપલબ્ધતાને કારણે નાણા વર્ષ-24માં રૂ104 કરોડની પ્રોત્સાહક આવક થઈ છે.

વર્ષ દરમિયાન 1,244 સર્કિટ કિલોમીટર કાર્યરત કરવા સાથે કુલ ટ્રાન્સમિશન નેટવર્ક 20,509 સર્કિટ કિલોમીટર સાથે આ વર્ષ સમાપ્ત થયું

વિતરણ વ્યવસાય (AEML):

ઊર્જાની માંગમાં વધારાને કારણે ગત વર્ષના 9,062 મિલિયન યુનિટ્સ સામે 9,916 મિલિયન યુનિટ્સ વેચાણ થયું

વિતરણની ખોટ સતત સુધરી રહી છે અને નાણા વર્ષ-23માં 5.93%ની સામે નાણા વર્ષ-24માં 5.29% ખોટ રહી છે અને 99.9% થી વધુ પુરવઠાની વિશ્વસનીયતા જાળવી રાખી.

ક્ષેત્રવાર પ્રગતિ અને આઉટલુક:

ટ્રાન્સમિશન:

હાલમાં રૂ.17,000 કરોડના રોકાણ સાથે મજબૂત પાઇપલાઇનના પ્રોજેકટનું બાંધકામ અમલના તબક્કામાં છે

આગામી ક્વાર્ટર્સમાં કંપની MP-II પેકેજ, NKTL (ઉત્તર કરણપુરા), ખાવડા ફેઝ-II, ભાગ-A અને WRSR (નરેન્દ્ર-પુણે) લાઈનો શરૂ કરવાના માર્ગ ઉપર છે.

ઉદ્યોગ માટે ટેન્ડરિંગ પાઇપલાઇનની 12-18 મહિનાની નજીકની મુદતથી ઉત્સાહી છે અને રૂ.1.10 લાખ કરોડથી ઉપર વિવિધ તબક્કાઓ હેઠળ છે

વિતરણ:

વિતરણ વ્યવસાયમાં આવકમાં ડબલ ડિજિટની વૃદ્ધિ અને રેગ્યુલેટરી એસેટ બેઝ (RAB) ના વિસ્તરણ સાથે કંપનીએ આંતરિક ઉપાર્જન દ્વારા સમર્થિત સ્થિર કામગીરીનું પ્રદર્શન જારી રાખ્યું છે, વિતરણ વ્યવસાય માટે 2018 માં સંપાદન સમયે કુલ RAB રૂ. 5,532 કરોડથી વધીને હવે રૂ.8,485 કરોડ પર પહોંચી છે.

AESL બહુવિધ ક્ષેત્રોમાં વિકાસની સંભાવનાઓ ચકાસી રહી છે અને તેણે મહારાષ્ટ્રમાં નવી મુંબઈ, યુપીમાં ગ્રેટર નોઈડા (ગૌતમ બુદ્ધ નગર) અને ગુજરાતના મુંદ્રામાં સમાંતર વિતરણ લાઇસન્સ માટે અરજી કરી છે.

AEMLએ વર્ષ દરમિયાન, રૂ.1,334 કરોડથી વધુ મૂડી ખર્ચનું રોકાણ કરીને બોન્ડ બાયબેક પ્રોગ્રામ દ્વારા તેના લાંબા ગાળાના ઋણમાં રૂ.855 કરોડનો ઘટાડો નોંધાવ્યો છે.

સ્માર્ટ મીટર:

નવા વ્યવસાયનું ક્ષેત્ર સારી રીતે વિકસી રહ્યું છે અને યોગદાનના સંદર્ભમાં AESLની એકંદર વૃદ્ધિ અને નફાકારકતામાં નોંધપાત્ર બની રહેશે. આ વિતરણ વ્યવસાય માટે મજબૂત તાકાત પૂરી પાડે છે

વર્ષ દરમિયાન આંધ્રપ્રદેશ, મહારાષ્ટ્ર, બિહાર અને ઉત્તરાખંડ ડિસ્કોમ્સ તરફથી 21 મિલિયન મીટરના કોન્ટ્રાક્ટ પ્રાપ્ત થયા છે.

હાલ અમલીકરણ હેઠળની પાઇપલાઇન 22.8 મિલિયન સ્માર્ટ મીટર છે જેમાં રૂ.27,195 કરોડથી વધુના કરારના મૂલ્ય સાથે નવ પ્રોજેક્ટનો સમાવેશ થાય છે.

ESGની છેલ્લી માહિતી:

અદાણી ઈલેક્ટ્રિસિટી મુંબઈએ એકંદર ઈલેક્ટ્રિસિટી મિક્સમાં તેનો રિન્યુએબલ એનર્જીનો હિસ્સો સફળતાપૂર્વક વધારીને 35% કર્યો છે. મુંબઈમાં સૌથી મોટી ડિસ્ટ્રિબ્યુટર AESLની આ સિદ્ધિએ મોટા વૈશ્વિક મહાનગરોને પાછળ છોડીને મુંબઇ શહેરને વિશ્વના સૌથી વધુ નવીનીકરણીય શક્તિ (સૌર અને પવન)ના કુલ મિશ્રણમાંના એક તરીકેના સ્થાને મૂક્યું છે. નાણાકીય વર્ષ 21 માં માત્ર 3% હિસ્સો હતો. અદાણી ઇલેક્ટ્રિસિટી મુંબઈના ટકાઉપણું અને ગ્રીડના ડીકાર્બોનાઇઝેશન માટેની પ્રતિબદ્ધતાને આ નોંધપાત્ર સિદ્ધિ રેખાંકિત કરે છે.નાણા વર્ષ-27 સુધીમાં AESL રિન્યુએબલમાં તેના 60% હિસ્સાના લક્ષ્યને હાંસલ કરવા માટે પ્રતિબદ્ધ છે

CDP ક્લાઈમેટ ચેન્જ 2023 નો સ્કોરમાં ‘D’ માંથી ‘B’ માં સુધાર થયો છે, જે પર્યાવરણીય પારદર્શિતા અને આબોહવા પરિવર્તન પરત્વે તાત્કાલિક પગલાં દ્વારા સંચાલિત ‘C’ ની એશિયાની પ્રાદેશિક સરેરાશને વટાવી ગયો છે

•તાજેતરમાં સસ્ટેનાલિટિક્સ દ્વારા થયેલા મૂલ્યાંકનમાં ESG સ્કોર 32.8 થી ઘટીને 25.3 સુધી સુધર્યો છે, જેનાથી વૈશ્વિક અને ઉદ્યોગના સરેરાશ સ્કોર્સને હરાવી શકાય છે. આ સ્કોર કંપનીને ટોચની 30 વૈશ્વિક યુટીલિટીઝ અને ટોચની 20 ઇલેક્ટ્રિક યુટિલિટીઝમાં સ્થાન આપે છે.

CDP સપ્લાય ચેઇન એંગેજમેન્ટ સ્કોરમાં ‘C’ ની વૈશ્વિક સરેરાશથી ઉપર નક્કર ‘B’ રેટિંગ હાંસલ કર્યું છે.

CDP વોટર સિક્યુરિટી 2023 સ્કોરમાં ‘B’ રેટિંગ મેળવતા અસરકારક પર્યાવરણીય વ્યવસ્થાપન માટે AESLની પ્રતિબદ્ધતાને રેખાંકિત કરી છે.

સિધ્ધિઓ અને એવોર્ડઝ:

કન્ફેડરેશન ઓફ ઈન્ડિયન ઈન્ડસ્ટ્રી (CII) તરફથી 24મા નેશનલ એવોર્ડ ફોર એક્સેલન્સ ઇન એનર્જી મેનેજમેન્ટ 2023માં ઉત્કૃષ્ટ ઉર્જા કાર્યક્ષમ એકમ પુરસ્કાર હાંસલ કર્યો

સમગ્ર ભારતમાં મૂલ્યાંકન કરાયેલા 62 ડિસ્કોમમાંથી પાવર મંત્રાલય દ્વારા રાષ્ટ્રીય ગ્રાહક સેવા રેટિંગ્સમાં AEML મુંબઈ યુટિલિટીને ‘A ‘ રેટીંગ આપવામાં આવ્યું છે.

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button