સાપ’ના ઉતારા પરથી નામ પડ્યું ‘ સાપતારા
ગિરીમથક સાપુતારા ખાતે ચોમાસાના પ્રથમ વરસાદ દરમ્યાન આજે પણ ઘણા ઝેરી-બિનઝેરીસાપો જોવા મળે છે

Saputara News: વધઈ તા 2 રાજ્યનું એક્માત્ર ગિરિમથક સાપુતારાનું નામ સર્પાકાર માર્ગોને કારણે નહીં, પરંતુ સાપોની નગરી
એટલે કે સાપ ઉતારા તરીકે પડ્યું હોવાનું મનાય છે.
સાપુતારા ખાતે આજે પણ ચોમાસાના પ્રથમ વરસાદ બાદ પુષ્કળ પ્રમાણમાં ઝેરી-બિનઝેરી સાપો જોવા મળે છે. જોકે હાલ દસેક વર્ષથી સાપુતારામાં કોન્ક્રીટનું જંગલ ઉભું થતા સાપોની સંખ્યામાં ઘટાડો જોવા મળી રહ્યો છે. હાલ સાપુતારા સર્પગંગા તળાવ કિનારે નાગેશ્વર મંદિરની બાજુમાં સાપુતારાનો સાપનો મંદિર આવેલું છે.
સ્થાનિક આદિવાસીઓમાં ખુબ જ આસ્થાનું કેન્દ્ર બન્યું છે સાપુતારા ના દક્ષિણ દિશામાં સર્પગંગા તળાવની કાંઠે ચબુતરો.બનાવી નાગ દેવતાને પૂર્વ સમયથી સ્થાપન કરવામાં આવ્યું છે, લોકવાયકા મુજબ સાપુતારા વિકાસ પહેલા અહીં ગામનો વસવાટ હતો, ત્યારે કોઈ બીમારી કે સર્પદંશ થાય તો આ નાગદાદાના દર્શન કરી તમામ કષ્ટ દૂર થતી હોવાની માન્યતા ચાલી આવી છે, તેમજ સાપોના ઝેર ઉતારતા હોવાની માન્યતા સાથે સાપ ઉતારા નામ પડ્યું હોવાનું પણ મનાય રહ્યું છે.
સાપુતારા વિકાસમાં જમીન આપ્યા બાદ અમે નવાગામમાં વસવાટ કર્યો છે, પહેલા અહીં સર્પગંગા નદી હતી, જેમાં વડવાઓનો સાપનું મંદિર હતું, કે જ્યાં સર્પદંશ કે બીમારી સમયે બાધા પરાખવાથી પુણૅ થતી હતી. અહીં સર્પ દંશનું ઝેર પણ ઉતારી આપવામાં આવતું. જેથી આ હીલ્સસ્ટેશનનું નામ સાપ ઉતારા પડ્યું હોવાનું અમારા બાપ દાદા કહેતા આવ્યા છે.
રામચંદ્રહડ્સ, જાગૃત આગેવાન, નવાગામ બોક્ષ 40 વર્ષ અગાઉ પુષ્કળ સાપો હતા અમે જ્યારે 40 વર્ષ પહેલા અહીં આવ્યા ત્યારે પુષ્કળ પ્રમાણમાં સાપો જોવા મળતા હતા, ચોમાસામાં તો ઘરમાં, પથારીમાં જ્યાં જુઓ ત્યાં સાપો હતા.અહીંના આદિવાસીઓ પ્રકૃતિની સાથે નાગદેવનું પણ આસ્થા પૂર્વક પૂજે છે. સર્પગંગા તળાવ કાંઠે આવેલ સાપુતારાનો સાપ નામની જુગ્યા સાપુતારાનો વિકાસ થયો તે પહેલાથી પૂજાતી આવી છે. જેથી સાપુતારા નામ પડ્યું હોવાનુંમનાય છે.