ઓલપાડ તાલુકાના તળાદ ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રાના રથનું ભવ્ય સ્વાગત કરતા ગ્રામવાસીઓ
સુરતઃગુરુવાર: કેન્દ્ર અને રાજ્ય સરકારની ફ્લેગશીપ યોજનાઓના લાભો ગામે ગામ સુધી પહોંચે તેવા આશયથી સુરતના ઓલપાડ તાલુકાના તળાદ ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રથ આવી પહોંચ્યો હતો. જ્યાં ગ્રામજનો દ્વારા સંકલ્પ યાત્રાના રથનું ભવ્ય સ્વાગત કરી વિકસિત ભારતની સામૂહિક પ્રતિજ્ઞા લીધી હતી.
અવસરે સરકારની કલ્યાણકારી યોજનાઓની વિગતો આપવામાં આવી હતી તેમજ સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતું. તેમજ પોષણ અભિયાન, કિસાન સન્માન નિધિ યોજના, સખી મંડળ, ખેતીવાડી વિભાગ, આરોગ્ય વિભાગના લાભાર્થીઓએ પોતાના અનુભવો વર્ણવ્યા હતા.
કાર્યક્રમ સ્થળે પોષણયુક્ત આહારનું નિદર્શન સ્ટોલ, આરોગ્ય વિભાગ દ્વારા વિનામૂલ્યે આરોગ્યની તપાસ તથા યોજનાઓ અંગેના સ્ટોલ ઉભા કરી વંચિત લાભાર્થીઓને લાભ આપવામાં આવ્યા હતા. પ્રાકૃતિક કૃષિ દ્વારા ખેડૂતોને માર્ગદર્શિત કરતું ‘ધરતી કહે પુકાર કે’ નાટક રજૂ કરવામાં આવ્યું હતું.
ગ્રામજનોએ વિકસિત ભારતની સામૂહિક પ્રતિજ્ઞા લીધી હતી. આ અવસરે મહાનુભવોના હસ્તે સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે જિલ્લા પંચાયત સભ્ય સીતાબેન રાઠોડ, તાલુકા પંચાયત ઉપપ્રમુખ કિરણભાઇ પટેલ, એટીડીઓ નરેશભાઇ પટેલ, વિસ્તરણ અધિકારી દેવેશભાઇ પટેલ, માજી ગ્રામ પંચાયત સરપંચ સુભાષભાઇ, ઉપસરપંચ બળવંતભાઇ, ICDSના મુખ્ય સેવિકા જયશ્રીબેન પટેલ, મેડિકલ ઓફિસર ડો. ધવલ પટેલ તેમજ તાલુકા પંચાયતના અધિકારીઓ, કર્મચારીઓ, આંગણવાડી કાર્યકર બહેનો અને આરોગ્ય સ્ટાફ અને અન્ય વિભાગના અધિકારી સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.