વ્યાપાર

અદાણી એનર્જી સોલ્યુશન્સની સર્વાંગી વૃદ્ધિ સાથે આગેકૂચ

અદાણી એનર્જી સોલ્યુશન્સની સર્વાંગી વૃદ્ધિ સાથે આગેકૂચ

 

3,615 કરોડની આવક, વાર્ષિક 19%થી વધુ

ઓપરેશનલ EBITDA રૂ. 1,454 કરોડ પર, વાર્ષિક 10%થી વધુ

Q3ની તુલનાએ PAT 1%થી વધી રૂ. 281 કરોડ

ક્વાર્ટર દરમિયાન કંપનીએ રૂ. 786 કરોડનો મજબૂત રોકડ નફો નોંધાવ્યો

નવી કાર્યરત ટ્રાન્સમિશન લાઈનો દ્વારા અને મુંબઈ વિતરણ વ્યવસાયમાં ઊર્જા વપરાશમાં વધારાના કારણેઆવકમાં 19%ની વૃદ્ધિ સાથે વેગ મળ્યો

મુંબઈમાં સૌ પ્રથમ ડબલ સર્કિટ 400 KV ગ્રીડની ક્ષમતા સાથેના ખારઘર વિક્રોલી લાઇન (KVTL) સંપૂર્ણ રીતે કાર્યરત કરીને મુંબઈમાં વીજ પુરવઠા માટે ખૂબ જ જરૂરી રીડન્ડન્સી અને સ્થિરતાને સક્ષમ કરવા ઉપરાંત કંપનીએ ત્રિમાસિક ગાળા દરમિયાન 217 ckm ની 765 KV ખાવડા ભુજ લાઇન પણ ચાલુ કરી છે જે ખાવડા રીન્યુએબલ એનર્જી પાર્ક સાથે પ્રથમ ઇન્ટરકનેકટેડ છે.

ટ્રાન્સમિશન સેગમેન્ટમાં મળેલા નવા પ્રોજેક્ટ્સ, ખાવડા ફેઝ-III ભાગ-A અને KPS – 1 (ખાવડા પૂલિંગ સ્ટેશન) ઑગમેન્ટેશન, ટ્રાન્સમિશન પ્રોજેક્ટ્સ માટે ઓર્ડર બુકને રૂ. 17,000 કરોડ સુધી પહોંચાડવા માટેનો લેટર ઓફ ઇન્ટેન્ટ પ્રાપ્ત થયો.

ક્વાર્ટર 3 માં અદાણી ઇલેક્ટ્રિસિટી મુંબઈમાં ઉર્જાની માંગ (વેચેલા યુનિટ) 14.8% વધીને 2,489 મિલિયન યુનિટ થઈ.

ડિસેમ્બર 2023 સુધીમાં AEMLનું રિન્યુએબલ મિક્સ 35% પર (2019માં 3%ની બેઝલાઈન) પાવર મિક્સમાં રીન્યુએબલ એનર્જીના હિસ્સા માટે મુંબઈને વિશ્વની ટોચની મેગાસિટીઓમાં પ્રસ્થાપિત કર્યું.

સ્માર્ટ મીટરિંગ બિઝનેસ સેગમેન્ટ હેઠળ ઓર્ડર વધીને 21.1 મિલિયન સ્માર્ટ મીટર થયા છે, જેની કોન્ટ્રાક્ટ કિંમત રૂ. 25,000 કરોડ છે.

Airtel, Esyasoft, AdaniConnex સાથે લાંબા ગાળાનું વ્યૂહાત્મક જોડાણ AESL ના સ્માર્ટ મીટરિંગ પ્લેટફોર્મને મજબૂત બનાવશે અને સરળ રોલ-આઉટને સક્ષમ કરશે

 

 

અમદાવાદ, 29 જાન્યુઆરી 2024: વૈવિધ્યસભર અદાણી પોર્ટફોલિયોનો એક ભાગ અને વધતા સ્માર્ટ મીટરિંગ પોર્ટફોલિયો સાથે ભારતમાં સૌથી મોટી ખાનગી ટ્રાન્સમિશન અને વિતરણ કંપની અદાણી એનર્જી સોલ્યુશન્સ લિમિટેડે (“AESL”) 31 ડિસેમ્બર, 2023 ના રોજ પૂરા થતા ત્રિમાસિક ગાળા માટેના નાણાકીય અને ઓપરેશનલ કામગીરીના પરિણામો આજે જાહેર કર્યા છે.

અદાણી એનર્જીના મેનેજિંગ ડિરેક્ટર અનિલ સરદાનાએ જણાવ્યું હતું કે “નવી શરૂ કરાયેલી લાઈનો સાથે અમારો વધતો પોર્ટફોલિયો સાનુકૂળ ઉર્જાની માંગ સાથે અમારી વૃદ્ધિને આગળ ધપાવી રહ્યો છે. રાષ્ટ્રીય ટ્રાન્સમિશન ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવામાં અમારા યોગદાનનું અમને ગૌરવ છે. ખાસ કરીને ખાવડામાંથી નવીનીકરણીય સ્થળાંતરની સુવિધા ખૂબ જ મહત્વપૂર્ણ છે. વર્લ્ડ સસ્ટેનેબિલિટી કોંગ્રેસ તરફથી મળેલા સસ્ટેનેબિલિટી લીડરશિપ એવોર્ડ 2023ને વૈશ્વિક માન્યતા રૂપે નમ્રપણે સ્વીકારતા તેમણે કહ્યું હતું કે તે અમારા ઉત્કૃષ્ટ નેતૃત્વ, પર્યાવરણીય વિપરીત અસર ઘટાડવાની પ્રતિબદ્ધતા અને ટકાઉ આયામોને પ્રોત્સાહન માટેનું સમર્પણ દર્શાવે છે,”

અદાણી એનર્જી સોલ્યુશન્સના સી.ઇ.ઓ. કંદર્પ પટેલે જણાવ્યું હતું કે “અમે AESL વ્યવસાયના આનુષંગિક તમામ ક્ષેત્રોમાં રહેલી તકો વિશે ખૂબ જ ઉત્સાહિત છીએ. હાલની T અને D સ્થાપિત ઉદ્યોગ માટેની અમારી સ્થિતિ ઉપરાંત સ્માર્ટ મીટરિંગ સેગમેન્ટ સતત વધી રહ્યું છે ત્યારે સ્માર્ટ અને ટેક સક્ષમ સ્માર્ટ મીટરિંગ સોલ્યુશન્સ માટે અમારી એરટેલ, એસ્યાસોફ્ટ, અદાણીકોનેક્સ સાથેની ભાગીદારી ખૂબ ફળદાયી રહેશે અને અમારી ક્ષમતામાં ઘણો વધારો કરશે.

 

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button