સ્પોર્ટ્સ

વલસાડની સરકારી આયુર્વેદ હોસ્પિટલ અને સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષમાં યોગ બોર્ડ દ્વારા સમર કેમ્પ યોજાયો

વલસાડની સરકારી આયુર્વેદ હોસ્પિટલ અને સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષમાં યોગ બોર્ડ દ્વારા સમર કેમ્પ યોજાયો
જિ.પં.પ્રમુખ હેતલ પટેલ, ધારાસભ્યશ્રી ભરત પટેલ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી અતિરાગ ચપલોત વિશેષ ઉપસ્થિત રહ્યા
યોગને જીવનમાં અપનાવવા માટે બાળકોને મહાનુભાવો દ્વારા પ્રેરિત કરાયા
વલસાડ : ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા વલસાડની સરકારી આયુર્વેદ હોસ્પિટલ ખાતે આયોજિત સમર કેમ્પ ૨૦૨૬નો સમાપન સમારોહ યોજાયો હતો. જેમાં મુખ્ય મહેમાન તરીકે વલસાડના ધારાસભ્યશ્રી ભરતભાઈ પટેલ અને સમાજસેવી ભરતભાઈ બલસારા ઉપસ્થિત રહ્યા હતા. સમાજસેવી ભરતભાઈ બલસારા તરફથી બાળકોને એકઝામ પેડ ગિફ્ટ આપવામાં આવ્યા હતા.
આ સિવાય વલસાડના સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી હેતલબેન પટેલ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી અતિરાગ ચપલોત, બ્રહ્માકુમારીઝના દક્ષિણ ગુજરાતના સંયોજિકા રંજનદીદી અને ભીડભંજન મહાદેવ મંદિરના સંચાલકશ્રી શિવજી મહારાજ ઉપસ્થિત રહ્યા હતા. રંજનદીદી અને શિવજી મહારાજે બાળકોને આશીર્વાદ આપી યોગને જીવનમાં અપનાવવા માટે પ્રેરણા પુરી પાડી હતી. જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી હેતલબેન દ્વારા બાળકોને યોગ અપનાવવા માટે પ્રોત્સાહિત કરાયા હતા. જિલ્લા વિકાસ અધિકારીશ્રી ચપલોતે બાળકોને માનસિક અને શારીરિક તંદુરસ્તી માટે યોગને અપનાવવા આહવાન કરાયુ હતું. ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ઝોન કો-ઓર્ડિનેટર પ્રીતિબેન પાંડેએ બાળકોને જીવનમાં શિસ્ત, આત્મવિશ્વાસ અને સકારાત્મક વિચારસરણી અંગે પ્રેરણાદાયક પ્રવચન આપ્યું હતું.
ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા આયોજિત ૧૫ દિવસીય નિ:શુલ્ક સમર કેમ્પ ૨૦૨૬ નું આયોજન તા. ૧૬/૦૫/૨૦૨૬ થી ૩૦/૦૫/૨૦૨૬ સુધી સફળતાપૂર્વક સંપન્ન કરવામાં આવ્યું હતું. દરેક સમર કેમ્પમાં આશરે ૧૦૦ થી વધુ બાળકોએ ઉત્સાહભેર ભાગ લઈને યોગ, ધ્યાન, રમતગમત, ટીમવર્ક અને વ્યક્તિત્વ વિકાસ જેવી વિવિધ પ્રવૃત્તિઓનો લાભ લીધો હતો.
સમર કેમ્પના સમાપન સમારોહમાં જિલ્લા કો-ઓર્ડિનેટર પ્રીતિબેન વૈષ્ણવ તેમજ યોગ ટ્રેનરો, બાળકો અને વાલીઓ હાજર રહ્યા હતા. બાળકોને પ્રમાણપત્રોનું વિતરણ મહેમાનોના હસ્તે કરવામાં આવ્યું હતું. ગુજરાત પ્રદેશ સંગઠનના મંત્રી શ્રીમતી સોનલબેન સોલંકી તરફથી એકઝામ પેડ, ઉમિયા સોશિયલ ટ્રસ્ટ વલસાડ તરફથી બાળકોને વોટર બોટલ અને જયમીન દેસાઈ તરફથી બાળકોને ડ્રોઈંગ કીટ આપવામાં આવી હતી. સમર કેમ્પ દરમિયાન બાળકોને સેલ્ફ ડિફેન્સ, ફર્સ્ટ એઈડ સારવાર તથા સ્વરક્ષણની તાલીમ આપવામાં આવી હતી. કેમ્પનું સંચાલન હેમાક્ષીબેન અને સહ સંચાલકો મુકેશભાઈ અને દિપાબેન દ્વારા કરવામાં આવ્યું હતું.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button