ધરમપુર ખાતે પરશુરામ કપ ૨૦૨૬ સીઝન ૪ સફળતાપૂર્વક સંપન્ન

ધરમપુર ખાતે પરશુરામ કપ ૨૦૨૬ સીઝન ૪ સફળતાપૂર્વક સંપન્ન

ધરમપુર: ધરમપુર બ્રહ્મ સમાજ દ્વારા ભાગવતાચાર્ય પ. પુ. શરદભાઈ વ્યાસ પ્રેરિત સ્વ. પુરુષોત્તમદાસ જીવનલાલ વ્યાસના સ્મરણાર્થે ચેમ્પિયન ટ્રોફી તથા સ્વ. જ્યોત્સનાબેન કિરીટભાઈ દેસાઈના સ્મરણાર્થે રનર્સઅપ ટ્રોફી સાથે “પરશુરામ કપ ૨૦૨૬ સીઝન ૪” નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ ટુર્નામેન્ટમાં દક્ષિણ ગુજરાતની કુલ આઠ ટીમોએ ભાગ લીધો હતો. ફાઇનલ મુકાબલામાં ધરમપુરની પરશુરામ ઇલેવને બગવાડા ઇલેવન સામે શાનદાર જીત મેળવી ચેમ્પિયન ટ્રોફી પોતાના નામે કરી હતી. વિજેતા ટીમને ટ્રોફી પ. પુ. શરદભાઈ વ્યાસના હસ્તે એનાયત કરવામાં આવી હતી, જ્યારે રનર્સઅપ ટીમને શ્રી કિરીટભાઈ દેસાઈના હસ્તે ટ્રોફી અર્પણ કરવામાં આવી હતી. સમગ્ર ક્રિકેટ ટુર્નામેન્ટ દરમિયાન ધરમપુરના મંથન ભટ્ટે બેટિંગમાં સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કર્યું હતું. તેમણે બે અર્ધસદી નોંધાવી હતી તેમજ ફાઇનલ મેચમાં ૯ સિક્સર અને ૫ ફોરની મદદથી સ્ફોટક ૭૮ રન બનાવી “મેન ઑફ ધ મેચ”, “બેસ્ટ બેટ્સમેન” અને “મેન ઑફ ધ સિરીઝ” એમ ત્રણ ટ્રોફી પોતાના નામે કરી હતી. ટુર્નામેન્ટને સફળ બનાવવા માટે કિરીટભાઈ દેસાઈ, સોહમ દેસાઈ, યશ જાની, શિવ અગ્રાવત, ક્રિષ્ના જોશી અને કેવલ જાની સહિતના સભ્યોએ ભારે જહેમત ઉઠાવી હતી.


