ગુજરાત

અગ્રવાલ વિકાસ ટ્રસ્ટ યુવા શાખા દ્વારા ‘લીડરશીપ એલિવેશન’ સેમિનારનું આયોજન

અગ્રવાલ વિકાસ ટ્રસ્ટ યુવા શાખા દ્વારા ‘લીડરશીપ એલિવેશન’ સેમિનારનું આયોજન
સુરત : અગ્રવાલ વિકાસ ટ્રસ્ટ યુવા શાખા દ્વારા રવિવારે સિટી લાઈટ સ્થિત મહારાજા અગ્રસેન પેલેસ ખાતે ‘લીડરશીપ એલિવેશન’ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.
સેમિનારનું પ્રથમ સત્ર ‘ટાઈમ મેનેજમેન્ટ’ (સમય વ્યવસ્થાપન) વિષય પર કેન્દ્રિત રહ્યું હતું, જેમાં પ્રોગ્રેસ અલાયન્સના કમલ દેવડાએ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આ દરમિયાન સમયના મહત્વ અને તેના અસરકારક ઉપયોગ, તેમજ વ્યક્તિગત અને વ્યવસાયિક જીવનમાં બહેતર ટાઈમ મેનેજમેન્ટ જેવા વિષયો પર વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી.
સેમિનારમાં 75 જેટલા લોકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો અને સમયનું યોગ્ય સંચાલન કરતા શીખ્યા હતા. આ પ્રસંગે અગ્રવાલ વિકાસ ટ્રસ્ટના હોદ્દેદારો ઉપરાંત યુવા શાખાના અનેક સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button