વ્યાપાર
અદાણી એન્ટરપ્રાઇઝ લિ.ના નાણા વર્ષ-૨૭ના અર્ધવાર્ષિક અને બીજા ત્રિમાસિકના પરિણામો જાહેર

- અદાણી એન્ટરપ્રાઇઝ લિ.ના નાણા વર્ષ-૨૭ના અર્ધવાર્ષિક અને બીજા ત્રિમાસિકના પરિણામો જાહેર
- છ માસિકમાં વાર્ષિક ધોરણે અત્યાર સુધીનો સૌથી વધુ ૫૬% વૃદ્ધિ સાથે રુ.૧૧,૯૫૮ કરોડ એબિડટા નોંધાવ્યો
- – ડેટા સેન્ટર વ્યવસાયે ૨૪૦ મેગાવોટનો નવો ‘હાઇપરસ્કેલ’ ઓર્ડર મેળવ્યો
- અમદાવાદ : અદાણી ગ્રુપની મુખ્ય કંપની અદાણી એન્ટરપ્રાઇઝ લિ. (AEL) એ ૩૦ સપ્ટેમ્બર, ૨૦૨૬ ના રોજ પૂરા થયેલા બીજા ત્રિમાસિક અને અર્ધ વાર્ષિક સમય ગાળાના પરિણામો આજે જાહેર કર્યા હતા.
- તદનુસાર નાણા વર્ષ-૨૭ના પ્રથમ છ માસિક ગાળા દરમિયાન વાર્ષિક ધોરણે આવક ૬૨% વધીને રૂ. ૭૧,૫૬૯ કરોડ થઇ છે. જ્યારે એબિડટા ૫૬% વધી રૂ. ૧૧,૯૫૮ કરોડ પ્રાપ્ત થયો છે. વર્તમાન કામકાજમાંથી કર પહેલાનો નફો (PBT) ૪૫% વધીને રૂ. ૩,૨૯૭ કરોડ થયો છે. કોપરના પ્લાન્ટની ક્ષમતામાં વધારાને કારણે આ બન્નેમાં વૃદ્ધિ જોવા મળી છે, જેમાં કોપર વ્યવસાયનો એબિડટા રૂ. ૨,૦૩૩ કરોડ રહ્યો છે.
- અહેવાલના બીજા ત્રિમાસિકમાં વાર્ષિક ધોરણે આવક ૭૪% વધીને રૂ. ૩૮,૦૨૩ કરોડ થઇ છે. આ ગાળામાં એબિડટા ૬૨% વધીને રૂ. ૬,૩૧૬ કરોડ પ્રાપ્ત થયો છે. ચાલુ કામગીરીમાંથી મળતો કર પૂર્વેનો નફો ૧૪૬% વધી રૂ. ૨,૦૦૨ કરોડ થયો હતો.
- અદાણી ગ્રુપના ચેરમેન શ્રી ગૌતમ અદાણીએ જણાવ્યું હતું કે “આપણે એવા તીવ્ર અંતરાયોના યુગમાં જીવી રહ્યા છીએ ત્યારે આપણી મહત્વાકાંક્ષાઓ સતત વધવી જોઈએ, અદાણી એન્ટરપ્રાઇઝએ ખૂબ અસરકારક રીતે તેના વ્યવસાયોમાં વિશાળ અને અઘરા સંકલ્પોને અમલમાં મૂકયા છે. સંકલિત ઊર્જા, એરપોર્ટ અને AI ઇકોસિસ્ટમમાં અમારા રોકાણો તેના ઉદાહરણો છે. અદાણીએ કહ્યું હતું કે કદાચ અમલીકરણની અમારી ક્ષમતાઓથી પ્રેરાઇને ભારે અસ્થિરતા વચ્ચે પણ સ્થાનિક અને વૈશ્વિક રોકાણકારો ભરોસો રાખી અમારી સાથે ભાગીદારી કરવાનું પસંદ કરે છે. તેમણે વધુમાં કહ્યું હતું કે ભારતની પ્રગતિને આગળ લઇ જતું વાતાવરણ મજબૂત થઇ રહ્યું છે, ત્યારે અમારું માનવું છે કે ભાવિ તકો ઝડપી લેવા પહેલા કરતાં અમે વધુ સારી સ્થિતિમાં છીએ. ભારતના ઉજ્જવળ ભવિષ્ય માટે આશાવાદી છીએ તેથી અમારી પોતાની વિકાસ ગાથામાં વિશ્વાસ રાખીએ છીએ.”અહેવાલના સમય દરમિયાન ૪.૩ ગીગાવોટ ક્ષમતાની ‘TopCon’ લાઇન કાર્યરત થતા અનિલની સોલર મોડ્યુલ ઉત્પાદન ક્ષમતા વધીને ૧૦ ગીગાવોટ થઈ છે. અદાણીકોનેક્સએ નવી મુંબઈ ડેટા સેન્ટર માટે ૨૪૦ ગીગાવોટ ક્ષમતાનો નવો ‘હાયપરસ્કેલ’ ઓર્ડર મેળવ્યો છે. કોપર પ્લાન્ટમાં ઉત્પાદન અને કામગીરીમાં ચાલુ રહેલા વધારાના પરિણામે પ્રથમ અર્ધવાર્ષિક ગાળામાં વેચાણમાં ૫.૨ ગણો વધારો નોંધાયો છે. અદાણી એન્ટરપ્રાઇઝ લિ.ના ઇતિહાસમાં CARE દ્વારા અત્યાર સુધીનું સર્વોચ્ચ લાંબા ગાળાના ક્રેડિટ રેટિંગને ‘AA / સ્ટેબલ’ કરવામાં આવ્યું છે.



