એકલ શ્રીહરિ મહિલા સમિતિ દ્વારા દીપાવલી સ્નેહમિલન સમારોહનું કરાયું આયોજન

એકલ શ્રીહરિ મહિલા સમિતિ દ્વારા દીપાવલી સ્નેહમિલન સમારોહનું કરાયું આયોજન
“કૌન બનેગા કરોડપતિ”ની થીમ પર કાર્યક્રમ યોજાયો
સુરત : એકલ શ્રીહરિ મહિલા સમિતિ દ્વારા દીપાવલી સ્નેહમિલન સમારોહનું આયોજન શનિવારે સિટીલાઇટ સ્થિત અગ્રસેન પેલેસના વૃંદાવન હોલમાં “કૌન બનેગા કરોડપતિ”ની થીમ પર કરવામાં આવ્યું હતું. સમારોહમાં તમામ મહેમાનો અને સભ્યોનું તિલક લગાવીને સ્વાગત કરવામાં આવ્યું હતું.
મહિલા સમિતિના અધ્યક્ષ સુષમા દારૂકાએ જણાવ્યું કે આ કાર્યક્રમમાં ૧૫ ટીમોએ ભાગ લીધો હતો. પ્રત્યેક ટીમમાં પાંચ સભ્યો હતા. ચાર રાઉન્ડમાં યોજાયેલી આ સ્પર્ધામાં વિજેતા ટીમને રોકડ પુરસ્કાર આપીને સન્માનિત કરવામાં આવી હતી.
મહિલા સમિતિના સચિવ અનીતા કેડિયાએ જણાવ્યું કે સમારોહમાં આશરે ૧૦૦ મહિલાઓએ ભાગ લીધો હતો. તમામ મહિલાઓ ભારતીય તહેવારોની પરંપરા અનુસાર સુંદર પરંપરાગત પરિધાનોમાં સજ્જ થઈને આવી હતી. કાર્યક્રમમાં સૌથી સુંદર ટીમ અને શ્રેષ્ઠ પોશાક ધરાવતી મહિલાને પણ પુરસ્કૃત કરવામાં આવી હતી. સમારોહમાં તમામ માટે સ્વાદિષ્ટ ભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે એકલ શ્રીહરિના રાષ્ટ્રીય અધ્યક્ષ સીએ મહેશ મિત્તલ, વિશ્વનાથ સિંઘાનિયા, રતનલાલ દારૂકા, સુષમા અગ્રવાલ, મંજુ મિત્તલ, વિજયલક્ષ્મી ગાડિયા, કુસુમ સરાફ, વીણા તોષનીવાલ, પ્રેરણા ભાઉવાલા, આભા કેડિયા, સુધા સરાફ, રેખા રૂંગટા સહિત અનેક સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.



