રૂપિયા એક કરોડ દસ લાખના અંદાજી ખર્ચે અશા પુલથી માલસર એપ્રોચ રોડ નું કામ શરૂ

રૂપિયા એક કરોડ દસ લાખના અંદાજી ખર્ચે અશા પુલથી માલસર એપ્રોચ રોડ નું કામ શરૂ
તાલુકા ભાજપ પ્રમુખ સંકેત પટેલ તથા સહકારી અગ્રણી વિકાસ પટેલે શ્રીફળ વધેલી શરૂઆત કરાવી
ધારાસભ્ય અક્ષય પટેલે બે દિવસ પર માલસર ની મુલાકાત કરી હતી અને રસ્તાની સમીક્ષા કરી માર્ગ મકાન વિભાગ તંત્રને રસ્તાના કામ શરૂ કરવાની સૂચના આપેલ તે મુજબ આજ તારીખ 24 ઓક્ટોબર થી અશા બ્રિજ થી માલસર એપ્રોચ રોડ નું કામ શરૂ થયેલ છે.
માલસર શ્રી સત્યનારાયણ મંદિર થી અષા બ્રીજ સુધી નો રસ્તો ખુબ જ જર્જરીત થઈ ગયો હતો અને યાત્રાધામ હોય લોકોને ભારે અગવડતા પડતી હતી, તેની રજૂઆત ધારાસભ્ય અક્ષય પટેલને ગ્રામજનો દ્વારા કરાતાં સરકારમાં રજૂઆત કરી આ રસ્તો રૂપિયા એક કરોડ દસ લાખના અંદાજિત ખર્ચે મંજૂર કરવામાં આવ્યો હતો. પરંતુ ટામર ની અછત ઈરાનનું યુદ્ધ અને તેના કારણે આ રસ્તાની કામગીરી મટીરીયલ ના અભાવે થઈ શકી નહોતી.
આ ઉપરાંત શિનોર થી માલસર નો રૂપિયા પાંચ કરોડના અંદાજિત ખર્ચે મંજૂર થયેલ રસ્તો પણ 15 મહિનાથી બાકી હતો અને તેના ઉપર તારીખ 15 મી ઓક્ટોબરે ધારાસભ્ય અક્ષય પટેલે જાતે ધાર્મિક વિધિ કરી ડામર નું કામ શરૂ કરાવ્યું હતું, પરંતુ માત્ર બે દિવસમાં ડામરના અભાવે તે બંધ થઈ ગયું હતુ. તેના સમાચારો ચમકતાં આજરોજ ધારાસભ્ય અક્ષય પટેલની ગેરહાજરીમાં શિનોર તાલુકા ભાજપ પ્રમુખ સંકેત પટેલ,સહકારી અગ્રણી વિકાસ પટેલ અને સાધલી જિલ્લા પંચાયત બેઠક સદસ્યાપતિ હરિકૃષ્ણ પટેલ ઉર્ફ જીગાભાઈ ના હસ્તે અસા બ્રીજ થી માલસર સુધીના એપ્રોચ રસ્તા નું ડામર વર્કનું કામ આજે શરૂ કરવામાં આવેલ છે. આ તબક્કે તાલુકા ભાજપ સંકેત પટેલે જણાવ્યું હતું કે શિનોરથી માલસર ના રસ્તાનું કામ ડામર ના અભાવે બંધ પડેલ છે, તે પણ આગામી સોમવારથી શરૂ થઈ જશે.



