લોક સમસ્યા

એમજીવીસીએલ શિનોર ના વીજ વપરાશના બિલો ઉઘરાવવાનું વી.સી.ઈ.દ્વારા બંધ કરાતાં ગ્રાહકો મુશ્કેલીમાં મુકાયા.

એમજીવીસીએલ શિનોર ના વીજ વપરાશના બિલો ઉઘરાવવાનું વી.સી.ઈ.દ્વારા બંધ કરાતાં ગ્રાહકો મુશ્કેલીમાં મુકાયા.

શિનોર મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડ દ્વારા તાલુકાના હજારો ગ્રાહકોને સ્માર્ટ મીટર બન્યા પછી દર મહિને અને જુના મીટરો વાળાને બે મહિને વીજ વપરાશનું બિલ આપવામાં આવે છે. અને ગ્રાહકો ગામ બેઠા સહેલાઈથી વી.સી.ઈ.ને લાઈટ બિલ આપીને પાવતી લેતા હતા. પરંતુ આ વી.સી.ઈ.ને છેલ્લા એક વર્ષથી સરકાર દ્વારા કમિશનના નાણા અપાતા ના હોવાના કારણે આ શિનોર તાલુકાના તમામ વી.સી.ઈ. દ્વારા લાઈટ બિલો ની રકમ ઉઘરાવવાનું બંધ કરાતાં તાલુકાના હજારો ગ્રાહકો મુશ્કેલીમાં મુકાયા છે.
અગાઉ વીજ કંપની ઇ-ગ્રામ ગાંધીનગર મુકામે કમિશનના નાણાં નિયમિત આપતી હતી અને ઈ- ગ્રામ ગાંધીનગર દ્વારા વડોદરા જિલ્લા પંચાયતમાં આ કમિશનના નાણાં જમા થતા હતા અને જિલ્લા પંચાયત દ્વારા વી.સી.ઈ. ને તેમના ખાતામાં જમા આપવામાં આવતા હતા. પરંતુ છેલ્લા એક વર્ષથી ઈ ગ્રામ ગાંધીનગર દ્વારા કે પછી વડોદરા જિલ્લા પંચાયત દ્વારા કમિશનના નાણાં ઈ-ગ્રામ પંચાયતને આપવામાં આવતા નથી અને જેના કારણે આ વી.સી.ઈ .ઓ દ્વારા સમગ્ર તાલુકામાં લાઈટ બીલો ઉઘરાવવાનું સદંતર બંધ કરતા ગ્રાહકો મુશ્કેલીમાં મુકાયા છે.
છેલ્લા એક વર્ષથી આ વી.સી.ઈ દ્વારા સ્વખર્ચે પોતાના લેપટોપ ઉપર, પોતાનું નેટ વાપરીને અને પોતાના કાગળો વાપરીને નાણાં ભર્યા ની પહોંચ ગ્રાહકોને આપવામાં આવતી હતી, આમ તેઓને આ સ્ટેશનરી ઉપરાંત અન્ય ખર્ચો પોતાના પોકેટ માંથી કરવો પડતો હતો, છતાં પણ ગ્રાહકોના હિત માટે તેઓએ માર સહન કામગીરી કરતા હતા, પરંતુ એક વર્ષ સુધી કમિશન ના આવતા ના છૂટકે તેઓએ લાઈટ બિલો લેવાનો બંધ કરતાં સમગ્ર શિનોર તાલુકાના ગ્રાહકો મુશ્કેલીમાં મુકાયા છે.
નાયબ ઇજનેર કુંદનસિંઘ નું આ બાબતે ધ્યાન દોરતા તેઓએ જણાવ્યું કે વી.સી.ઈ.ઓ ને કમિશન મળે તે માટે વાટાઘાટો ચાલુ છે, અને નિકાલ આવતા સુધી શિનોર કચેરી દ્વારા વૈકલ્પિક વ્યવસ્થા કરીને મોટા ગામોમાં કચેરીના બે માણસો લાઈટ બિલ ઉઘરાવવા મૂકવામાં આવશે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button