વ્યાપાર
ગોડવિટ ગ્રુપ અને એચડીએફસી કેપિટલે ઇન્સ્ટિટ્યૂશનલ વર્કફોર્સ હાઉસિંગ પ્લેટફોર્મ શરૂ કર્યું

- ગોડવિટ ગ્રુપ અને એચડીએફસી કેપિટલે ઇન્સ્ટિટ્યૂશનલ વર્કફોર્સ હાઉસિંગ પ્લેટફોર્મ શરૂ કર્યું
- ભારતના ઇન્ડસ્ટ્રીયલ અને મેન્યુફેક્ચરિંગ કેન્દ્રોમાં 1 લાખથી વધુ બેડ ડેવલપ કરશે, માલિકી મેળવશે અને ઓપરેટ કરશે
- મુંબઈ/અમદાવાદ, 8 ઓક્ટોબર, 2026: ગોડવિટ ગ્રુપ અને એચડીએફસી ગ્રુપની રિયલ એસ્ટેટ પ્રાઇવેટ ઇક્વિટી શાખા એચડીએફસી કેપિટલે ભારતના ઇન્ડસ્ટ્રીયલ અને મેન્યુફેક્ચરિંગ (ઔદ્યોગિક અને ઉત્પાદન) કેન્દ્રોમાં ઇન્સ્ટિટ્યૂશનલ વર્કફોર્સ હાઉસિંગ પ્લેટફોર્મ શરૂ કરવાની જાહેરાત કરી છે.
- ગોડવિટ ગ્રુપના પ્રમોટર નિરવ કોઠારીએ જણાવ્યું હતું કે, “ઇન્ડસ્ટ્રીયલ રિયલ એસ્ટેટ ડેવલપમેન્ટ ક્ષેત્રે અમારા અનુભવ દરમિયાન અમે કર્મચારીઓને ગુણવત્તાયુક્ત રહેઠાણ પૂરું પાડવામાં નોકરીદાતાઓને નડતા પડકારોને નજીકથી જોયા છે. લાંબી મુસાફરી, અપૂરતી રહેઠાણ સુવિધા અને નબળી જીવનશૈલીને કારણે કર્મચારીઓ નોકરી છોડતા હોય છે, જેનાથી ઉત્પાદન કેન્દ્રોમાં કામગીરીની કાર્યક્ષમતા પર સતત અસર થાય છે. આ પ્લેટફોર્મ સુરક્ષા, સ્વચ્છતા અને સુવિધાજનક રહેઠાણને પ્રાથમિકતા આપીને વ્યવસાયિક રીતે સંચાલિત વર્કફોર્સ હાઉસિંગ વિકસાવશે અને આ મહત્વપૂર્ણ ખામીને દૂર કરશે. એચડીએફસી કેપિટલ સાથેની અમારી ભાગીદારી લાંબા ગાળાની સંસ્થાકીય મૂડી અને ઔદ્યોગિક રિયલ એસ્ટેટ ક્ષેત્રની ઊંડી નિપુણતાને એકસાથે લાવે છે. તેના આધારે મોટા પાયે વિસ્તારી શકાય તેવું પ્લેટફોર્મ ઊભું કરવા અને કર્મચારીઓના રહેઠાણના ધોરણોમાં સુધારો કરવા માટે મદદ મળશે.”
- આ પ્લેટફોર્મનો હેતુ વ્યવસાયિક રીતે સંચાલિત વર્કફોર્સ હાઉસિંગ ઊભું કરીને ભારતના સામાજિક માળખામાં રહેલી સૌથી મોટી ખામીઓ પૈકીની એકને દૂર કરવાનો છે. તેનાથી દેશના ઝડપથી વિસ્તરી રહેલા ઉત્પાદન ક્ષેત્રને સહાય મળશે. 1 લાખથી વધુ બેડ ડેવલપ કરવા, તેની માલિકી રાખવી અને તેને મેનેજ કરવાનો હેતુ ધરાવતું આ પ્લેટફોર્મ દેશના મુખ્ય ઉત્પાદન કેન્દ્રો અને ઔદ્યોગિક કોરિડોરમાં ઉત્પાદન તથા ઔદ્યોગિક ક્ષેત્રમાં સીધી રીતે કામ કરતા કર્મચારીઓ માટે સુરક્ષિત, સન્માનજનક અને વ્યવસાયિક રીતે સંચાલિત રહેઠાણ પૂરું પાડશે.
- એચડીએફસી કેપિટલના સીઈઓ વિપુલ રૂંગટાએ જણાવ્યું હતું કે, “પુરુષો અને મહિલાઓ બંને માટે વ્યવસ્થિત રીતે સંચાલિત વર્કફોર્સ હાઉસિંગ એ સામાજિક માળખાનો એક આવશ્યક ભાગ છે. તે કર્મચારીઓની સ્થળાંતર ક્ષમતા, આર્થિક ભાગીદારી અને સર્વસમાવેશક ઔદ્યોગિક વિકાસને સક્ષમ બનાવે છે. સુરક્ષિત, સન્માનજનક અને ગુણવત્તાયુક્ત રહેઠાણની સુવિધા મેળવવી એ દરેક વ્યક્તિની મૂળભૂત જરૂરિયાત છે. જીવનની ગુણવત્તા સુધારવા, યોગ્ય અને સન્માનજનક રોજગારને પ્રોત્સાહન આપવા તથા વધુ મજબૂત અને ટકાઉ સમુદાયો ઊભા કરવા માટે તે અત્યંત મહત્વપૂર્ણ છે.”
- ભારત સરકારના નેશનલ મેન્યુફેક્ચરિંગ મિશનનો હેતુ 2035 સુધીમાં દેશના કુલ ઘરેલુ ઉત્પાદન (જીડીપી)માં ઉત્પાદન ક્ષેત્રનો હિસ્સો વધારીને 25 ટકા કરવાનો અને 14.3 કરોડ રોજગારની તકો ઊભી કરવાનો છે. નીતિ આયોગના જણાવ્યા અનુસાર, આગામી એક દાયકામાં ભારતમાં આશરે 2.5 કરોડ વર્કફોર્સ હાઉસિંગ બેડની જરૂર પડશે.
- એચડીએફસી કેપિટલની પરવડે તેવા અને મધ્યમ આવકવાળા વર્ગ માટેના રહેઠાણ ક્ષેત્રોમાં હાજરી છે અને વરિષ્ઠ નાગરિકો માટેના રહેઠાણ તથા વિદ્યાર્થીઓ માટેના રહેઠાણ ક્ષેત્રોમાં રેન્ટલ હાઉસિંગ પ્લેટફોર્મ પર પણ તેનું સતત ધ્યાન રહ્યું છે. રૂંગટાએ વધુમાં જણાવ્યું હતું કે, “વર્કફોર્સ હાઉસિંગ આ દ્રષ્ટિકોણનું સ્વાભાવિક વિસ્તરણ છે. ગોડવિટ ગ્રુપ સાથેની અમારી ભાગીદારી દ્વારા અમારો હેતુ મોટા પાયે વિસ્તારી શકાય તેવું પ્લેટફોર્મ ઊભું કરવાનો છે, જે ગુણવત્તાયુક્ત વર્કફોર્સ હાઉસિંગ સુધી પહોંચ વધારશે અને ભારતના ઉત્પાદન ક્ષેત્રના સમગ્ર માળખાને વધુ મજબૂત બનાવશે.”
- જેએલએલ ઈન્ડિયાના સિનિયર મેનેજિંગ ડિરેક્ટર કરણ સિંહ સોડીએ જણાવ્યું હતું કે, “કર્મચારીઓની સુખાકારીમાં સુધારો કરવા અને તેમની ઉત્પાદકતા વધારવા માટે પ્રોફેશનલી મેનેજ્ડ વર્કફોર્સ હાઉસિંગ સોલ્યુશન્સની સ્પષ્ટ જરૂરિયાત છે. ગોડવિટ ગ્રુપ અને એચડીએફસી કેપિટલ વચ્ચેની ભાગીદારી ભારતમાં ગુણવત્તાયુક્ત વર્કફોર્સ હાઉસિંગ ઊભું કરવાની દિશામાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ છે.”



