નિસાન મોટર ઇન્ડિયા દ્વારા વિશ્વ ગુણવત્તા મહિનો 2026ની ઉજવણી
ગ્રાહકનો સંતોષ અને શ્રેષ્ઠ સેવા પ્રત્યેની પ્રતિબદ્ધતાને વધુ મજબૂત બનાવી

ગુરુગ્રામ, 6 નવેમ્બર, 2026: નિસાન મોટર ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ (NMIPL) સમગ્ર નવેમ્બર, 2026 દરમિયાન વિશ્વ ગુણવત્તા મહિનો (વર્લ્ડ ક્વોલિટી મન્થ) ઉજવી રહી છે. આ ઉજવણી દ્વારા નિસાને તેના તમામ 315 સેલ્સ અને સર્વિસ ટચપોઇન્ટ્સ પર શ્રેષ્ઠ સેવા ગુણવત્તા અને ગ્રાહક સંતોષને પ્રાથમિકતા આપવાની પોતાની પ્રતિબદ્ધતાને વધુ મજબૂત બનાવી છે. ‘અદ્વિતીય ગુણવત્તા, દરેક ગ્રાહક, દરેક વાહન, દરેક વખતે’ થીમ પર આધારિત આ સમગ્ર મહિના દરમિયાન ચાલતી પહેલ નિસાનની ગ્રાહક-પ્રથમ ફિલોસોફીને દર્શાવે છે. સાથે જ, સતત શ્રેષ્ઠ સેવા અને વિશ્વસનીય આફ્ટર-સેલ્સ સપોર્ટ દ્વારા ગ્રાહકોનો વિશ્વાસ જીતવાની કંપનીની પ્રતિબદ્ધતાને પણ ઉજાગર કરે છે. નિસાન છેલ્લા ઘણા વર્ષોથી ગુણવત્તા મહિનાનું આયોજન કરી રહી છે. આ આયોજન દરમિયાન નિસાનની ડીલરશિપ અને સર્વિસ ટીમોને ગ્રાહક-કેન્દ્રિત પ્રવૃત્તિઓ દ્વારા એકસાથે લાવવામાં આવે છે. આ પ્રવૃત્તિઓનો ઉદ્દેશ્ય કંપનીની સમગ્ર કામગીરીમાં ગુણવત્તાની મજબૂત સંસ્કૃતિ વિકસાવવાનો છે. ‘પ્રથમ જ વખતમાં યોગ્ય સમારકામ’ પર ભાર મૂકતી આ પહેલ હેઠળ રિપેરની ગુણવત્તામાં સુધારો, સર્વિસની કાર્યક્ષમતામાં વધારો અને દરેક ગ્રાહક ટચપોઇન્ટ પર ગ્રાહકોને સરળ અને સુખદ અનુભવ પ્રદાન કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે છે.
દરેક અઠવાડિયે અલગ-અલગ થીમ સાથે આ ઉજવણી કરવામાં આવી રહી છે. તેમાં અદ્વિતીય કાર્યપર્યાવરણ (Unmistakable Environment), અદ્વિતીય કર્મચારીઓ (Unmistakable People), અદ્વિતીય ગ્રાહક અનુભવ (Unmistakable Customer Experience) અને અદ્વિતીય રિપેર ગુણવત્તા (Unmistakable Repair Quality) જેવી થીમનો સમાવેશ થાય છે. આ થીમ્સ દ્વારા વર્કશોપના ધોરણોને વધુ મજબૂત બનાવવા, ટેકનિકલ ક્ષમતાઓ વધારવા, ગ્રાહકો સાથે સંવાદ સુધારવા અને સમગ્ર સર્વિસ પ્રક્રિયા દરમિયાન વાહનની ગુણવત્તાની તપાસને વધુ મજબૂત બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવી રહ્યું છે. તાલીમ માટેના વિશેષ કાર્યક્રમો, ગ્રાહકોની જાગૃતિ વધારવા માટેની વર્કશોપ, વાહનનું હેલ્થ ચેક-અપ અને ગ્રાહકો પાસેથી પ્રતિસાદ મેળવવા જેવી પહેલ દ્વારા નિસાનની સર્વિસ ટીમો અને ગ્રાહકો વચ્ચેનો સંવાદ વધુ અસરકારક બનાવવામાં આવી રહ્યો છે. વિશ્વ ગુણવત્તા મહિનો 2026 દરમિયાન નિસાન મોટર ઇન્ડિયા ગ્રાહકોને અદ્વિતીય વાહન માલિકીનો અનુભવ પ્રદાન કરવાની પોતાની પ્રતિબદ્ધતાને વધુ મજબૂત બનાવી રહી છે. આ પહેલ નિસાનના એ વિશ્વાસને પ્રતિબિંબિત કરે છે કે ગુણવત્તા માત્ર વાહન પૂરતી મર્યાદિત નથી, પરંતુ ગ્રાહકો સાથેના દરેક સંવાદ અને તેમના દરેક અનુભવમાં પણ ગુણવત્તા દેખાવી જોઈએ.
વધુ માહિતી માટે કૃપા કરીને મુલાકાત લો: www.nissan.in



