ગુજરાત

બારડોલી તાલુકાના મઢી ગામે નિર્માણાધીન રેલવે ઓવરબ્રિજની કામગીરીનું સ્થળ નિરીક્ષણ કરતા શિક્ષણ રાજ્યમંત્રી

મઢી અને માંડવીને જોડતા રેલવે ઓવરબ્રિજનું કામ ઝડપભેર પૂર્ણ થાય તે માટે જરૂરી માર્ગદર્શન અને દિશાનિર્દેશો આપ્યા

સુરત: રાજ્યના ૧૪ આદિવાસી જિલ્લાઓની વિધાનસભા વિસ્તારોમાં રાજ્ય સરકારના મંત્રીશ્રીઓના ૭૨ કલાકના વિધાનસભા પ્રવાસ કાર્યક્રમ અંતર્ગત પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ રાજ્યમંત્રી શ્રીમતી રિવાબા જાડેજા સુરત જિલ્લાના મહુવા વિધાનસભા વિસ્તારની ત્રિદિવસીય મુલાકાતે છે. આ પ્રવાસના આજે પ્રથમ દિવસે મંત્રીશ્રી રિવાબા જાડેજાએ બારડોલી તાલુકાના મઢી ગામે નિર્માણાધીન રેલવે ઓવરબ્રિજની પ્રત્યક્ષ મુલાકાત લઈ કામગીરીનું ઝીણવટભર્યું નિરીક્ષણ કર્યું હતું. શામળાજી-વાપી હાઇવે પર મઢી અને માંડવીને જોડતા આ મહત્વપૂર્ણ ઓવરબ્રિજનું કામ ઝડપભેર પૂર્ણ થાય તે માટે મંત્રીશ્રીએ માર્ગ અને મકાન વિભાગ તેમજ તાલુકા વહીવટી તંત્રના અધિકારીઓ સાથે સ્થળ પર જ કામગીરીની સમીક્ષા કરી હતી અને જરૂરી માર્ગદર્શન તથા દિશાનિર્દેશો આપ્યા હતા.
આ મુલાકાત વેળાએ મહુવાના ધારાસભ્ય શ્રી મોહનભાઈ ઢોડિયા, જિલ્લા વિકાસ અધિકારી શ્રી દેવેન્દ્રપ્રકાશ મીના, જિલ્લા પોલીસ વડાશ્રી રાજેશ ગઢીયા, પ્રાંત અધિકારીશ્રી રોશની પટેલ સહિત સ્થાનિક પદાધિકારીઓ, સંગઠનના હોદ્દેદારો અને માર્ગ મકાન વિભાગ સહિત જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button