ગુજરાત

માંગરોળ તાલુકાના કોસંબા-વેલાછા-માંગરોળ-વાંકલ-ઝંખવાવ માર્ગ પર પેચવર્ક અને સમારકામની કામગીરી કરવામાં આવી

માંગરોળ તાલુકાના કોસંબા-વેલાછા-માંગરોળ-વાંકલ-ઝંખવાવ માર્ગ પર પેચવર્ક અને સમારકામની કામગીરી કરવામાં આવી

ચોમાસાના ભારે વરસાદને કારણે ક્ષતિગ્રસ્ત થયેલા માંગરોળ તાલુકાના કોસંબા–વેલાછા-માંગરોળ-વાંકલ–ઝંખવાવ માર્ગ પર વાહનવ્યવહારને સુગમ બનાવવા માટે માર્ગ અને મકાન વિભાગ, સુરત દ્વારા યુદ્ધના ધોરણે પેચવર્ક અને મરામતની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જુલાઈમાં પડેલા વરસાદ બાદ વિભાગના અધિકારીઓ દ્વારા સ્થળ નિરીક્ષણ કરી ખાડાવાળા અને નબળા ભાગોની ઓળખ કરવામાં આવી હતી, ત્યારબાદ તાત્કાલિક ધોરણે સમારકામ શરૂ કરાયું હતું. આ કામગીરી દરમિયાન રોડના ક્ષતિગ્રસ્ત ભાગોને સાફ કરીને તેમાં જી.એસ.બી. (Granular Sub Base), 40 મી.મી. અને 20 મી.મી.ની કપચી, રબલ મટીરિયલ, સ્ટોન એગ્રીગેટ, ડસ્ટ, મોરમ, પ્રીમિક્સ તથા જરૂરિયાત મુજબ ઈકો-ફિક્સ મટીરિયલ ભરીને પાયો મજબૂત કરવામાં આવ્યો હતો. ત્યારબાદ બિટ્યુમિનસ મિશ્રણ (Asphalt Mix) પાથરીને રોડની સપાટીને સમતળ કરવામાં આવી હતી, તેમજ વાહનોની સુરક્ષિત અવરજવર માટે રોડની બંને બાજુના શોલ્ડરનું સમારકામ પણ પૂર્ણ કરવામાં આવ્યું હતું. આ કામગીરી દરમિયાન યોગ્ય ટ્રાફિક નિયંત્રણ જાળવવામાં આવ્યું હતું. સ્થાનિક રહેવાસીઓ, ખેડૂતો અને દૈનિક મુસાફરોને સુરક્ષિત અને ઝડપી વાહનવ્યવહારની સુવિધા મળે તે હેતુથી હાથ ધરાયેલી આ કામગીરી બાદ માર્ગ અને મકાન વિભાગ દ્વારા આગામી સમયમાં પણ આ રસ્તાની નિયમિત જાળવણી સુનિશ્ચિત કરવામાં આવશે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button