ગુજરાત

માંડવીના વરેઠ ખાતે મહેસૂલ રાજ્યમંત્રી સંજયસિંહ મહિડાએ રામેશ્વર મહાદેવ મંદિરે પૂજા-અર્ચના કરી

સાંસદ પ્રભુભાઈ વસાવા અને ધારાસભ્ય કુંવરજી હળપતિ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા
સુરતઃ માંડવી-૧૭૫ વિધાનસભા મતવિસ્તારમાં આયોજિત ૭૨ કલાકના પ્રવાસ કાર્યક્રમના પ્રારંભે રાજ્યના મહેસૂલ રાજ્યમંત્રીશ્રી સંજયસિંહ મહિડાએ માંડવી તાલુકાના વરેઠ ગામે આવેલા રામેશ્વર મહાદેવ મંદિરે દર્શન કરી ભગવાન શિવજીની પૂજા-અર્ચના કરી હતી.
આ પ્રવાસ દરમિયાન મંત્રીશ્રીએ માંડવી ખાતે ધરતી આબા ભગવાન બિરસા મુંડાની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી તેમના રાષ્ટ્રપ્રેમ, સંઘર્ષ અને આદિવાસી સમાજના ઉત્થાન માટેના યોગદાનને ભાવપૂર્વક યાદ કર્યા હતા. ત્યારબાદ ભારતરત્ન ડો. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી ભારતીય બંધારણના ઘડવૈયાને ભાવાંજલિ પાઠવી હતી.
આ પ્રસંગે બારડોલીના સાંસદશ્રી પ્રભુભાઈ વસાવા, માંડવીના ધારાસભ્યશ્રી કુંવરજી હળપતિ, જિલ્લા પંચાયતના સભ્ય રોહિત પટેલ સહિતના મહાનુભાવો, સ્થાનિક આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button