રાજનીતિ

રોહિત શર્મા દ્વારા શહેર ના કોટ વિસ્તારમાં આવેલ મંદિર બચાવો સમિતિ ની રચના

ભાજપ ના પ્રદેશ કન્વીનર રોહિત શર્મા દ્વારા શહેરીજનો ને સાથે લઈ સંગઠન ની રચના કરવામાં આવશે

✍🏻(ઘનશ્યામ ભાઈ સોની દ્વારા) સુરત: શહેર ના કોટ વિસ્તાર ના મૂળ સુરતીઓ દ્વારા વિસ્તાર છોડી નવા વિસ્તારો માં સ્થળાંતર ના લીધે સુરત ના કોટ વિસ્તારમાં આવેલ જૂના ઐતિહાસિક મંદિરો ને રખરખાવ ની વ્યવસ્થા ના ભાગરૂપે એક સમિતિ ની રચના કરવા માટે આજે રિંગરોડ ખાતે આવેલી જશ માર્કેટ માં ભારતીય જનતા પાર્ટીના અન્ય ભાષા ભાષી સેલ ના ગુજરાત પ્રદેશ કન્વીનર રોહિત શર્મા દ્રારા એક મિટિંગ નુ આયોજન કરવામાં આવ્યું હતું
જેમાં શહેર માં કોટ વિસ્તારમાં રહેતા સામાજિક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા અને અમુક શેરી વિસ્તારો માં ખૂબ જ ઓછી હિન્દુ ધર્મ ની વસ્તી ના પરિણામે મંદિરો માં પ્લાસ્ટર, રંગરોગાન,કરી વિસ્તાર ના જૂના ઐતિહાસિક મંદિરો નિત્યક્રમ અનુસાર પૂજાપાઠ અને આરતી કરી મંદિરો ની પવિત્રતા જળવાય અને વિસ્તાર થી સ્થળાંતર કરી ગયેલા લોકો પણ આ મંદિર ના કાર્યક્રમો માં ભાગ લે તેમજ જર્જરીત થયેલ મંદિરો ના વિકાસ માટે એજન્ડા નક્કી કરવામાં આવ્યો હતો અને આ કમિટી નો વિસ્તારકરવા અને વધુ માં વધુ સનાતની ધર્મ પ્રેમી ભાઈ બહેનો જોડાય તે માટે ની રૂપરેખા નક્કી કરવામાં આવી હતી
આ સમિતિ માં રાજકીય આગેવાનો,સમાજ ના શ્રેષ્ઠીઓ,સેવાભાવી સંસ્થા ના આગેવાનો,વકીલ મિત્રો, ડોક્ટર મિત્રો,ઉધોગપતિઓ,ચાર્ટડ એકાઉન્ટનો એન્જિનિયરો,યુવક મંડળો,મહિલા મંડળો,સહિત સમસ્ત સનાતની ઓને જોડવામાં આવશે
આ સમિતિ ના ઉદેશ્ય કોટ વિસ્તારમાં આવેલ મંદિર ના વિકાસ નો રહેશે
અત્રે ઉલ્લેખનીય છેકે સુરત ની ભૂમિ પર અનેક ઐતિહાસિક મંદિરો આવેલા છે અને અમુક મંદિરો 100 વર્ષ થી વધુ જૂના અને પ્રાચીન છે જેમનું ધાર્મિક મહત્વ પણ છે ત્યારે આવા મંદિરો ના પૂર્ણ જીર્ણોધ્ધાર થાય તેમજ કોટ વિસ્તારમાં ઘણા બિલ્ડરો અને અસામાજિક તત્વો દ્વારા મંદિરો ની જમીન હડપવા ની કોશિશ થઈ રહી છે તે ન થાય તે માટે આ કમિટી ની રચના કરવામાં આવી છે તેમ રોહિત શર્માએ જણાવ્યું હતું
આ પ્રથમ મિટિંગ માં નીરવ ભાઈ મુન્શી,(આઈ 24 ન્યૂઝ , પોલીસ બંધુ અખબાર ડિરેક્ટર) મહેન્દ્રભાઈ સોની યોગીન ભાઈ પાઠક,કલ્પેશ ભાઈ પટેલ,હેમંત ભાઈ જોશી,રાજેશ ભાઈ પપૈયા,વિશાલ ભાઈ પછીગર સહિતના ઓ ઉપસ્થિત રહ્યા હતા

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button